ETV Bharat / state

મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની જીત, ઝૂલતા બ્રિજની દુર્ઘટનાની કોઈ અસર ન થઈ

author img

By

Published : Dec 7, 2022, 8:47 AM IST

Updated : Dec 8, 2022, 12:57 PM IST

મોરબી જિલ્લામાં વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની જીત થઈ છે. તેઓ 13 રાઉન્ડના અંતે 27,674 મતથી લીડ કરી રહ્યા છે. આ ચૂંટણીના (Gujarat Election 2022) પરિણામ દરમિયાન મોરબી જિલ્લો આ વખતે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. કારણ કે અહીં ચૂંટણીના મહિના જ પહેલા બનેલી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના (Morbi Bridge Collapse) કારણે મતદાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ત્યારે હવે આ જિલ્લામાં કઈ પાર્ટી જીતશે તે આજે ખબર (morbi assembly seat result) પડશે.

મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની જીત, ઝૂલતા બ્રિજની દુર્ઘટનાની કોઈ અસર ન થઈ
મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની જીત, ઝૂલતા બ્રિજની દુર્ઘટનાની કોઈ અસર ન થઈ

અમદાવાદ મોરબી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની જીત થઈ છે. અહીં આ વખતે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના કારણે ભાજપને ડર હતો કે, કદાચ હારનો સામનો કરવો પડશે. આટલી મોટી દુર્ઘટના પછી પણ ભાજપનો વિજય થયો છે. ત્યારે ઉમેદવારમાં ખુશી જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવારને 13 રાઉન્ડના અંતે 59,823 મત મળ્યા હતા. એટલે કે તેમણે 27,674 મતની લીડ મેળવી હતી. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર 32,149 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને 10,700 મત મળ્યા હતા.

મોરબી બેઠકનું મહત્વ મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત શહેર છે. મોરબીમાં ઘડિયાળ, નળિયા, સિરામિક (Morbi Ceramic Industry) ઉપરાંત પેપરમિલ ઉદ્યોગ વિકસ્યા છે અને સિરામિક ટાઈલ્સ વિશ્વના અનેક દેશોમાં એક્સપોર્ટ થાય છે. તેના થકી સરકારને વિદેશી હૂંડીયામણ રળી આપે છે. તો કરોડો રૂપિયાનો ટેક્સ પણ મોરબી ચૂકવે છે. મોરબી તાલુકો માથાદીઠ આવકમાં પણ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અગ્રેસર જોવા મળે છે. 65 મોરબી માળિયા વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે અને આ બેઠક (Morbi Assembly seat) ભાજપના ગઢ સમાન માનવામાં આવે છે. આ બેઠકમાં કુલ મળીને અંદાજે 2,70,906 મતદારો નોંધાયા છે. જેમાં 1,41,583 પુરુષ અને 1,29,322 સ્ત્રી તેમજ 2 અન્ય મતદારો નોંધાયા છે.

મોરબીમાં મતદાનની ટકાવારી મોરબી જિલ્લામાં આ વખતે કુલ 69.95 ટકા મતદાન (Low turnout in Morbi) થયું હતું. જ્યારે વર્ષ 2017માં અહીં 73.65 ટકા મતદાન થયું હતું. એટલે કે મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાના કારણે મતદાન ઘટ્યું હોવાનું કહી શકાય.

કાંટાની ટક્કર ભાજપે આ બેઠક (Morbi Assembly seat) પરથી આ વખતે ફરી કાંતિ અમૃતિયાને (Morbi BJP Kanti Amritia) ટિકીટ આપી હતી. જ્યારે કૉંગ્રેસ જયંતિલાલ પટેલ અને આમ આદમી પાર્ટીએ પંકજ રાણસરિયાને ચૂંટણી (Gujarat Election 2022) મેદાને ઉતાર્યા હતા. જોકે, આ વખતે ભાજપ સામે સૌથી મોટો પડકાર હોય તો તે છે મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના (Morbi Bridge Collapse). કારણ કે, ચૂંટણીના (Gujarat Election 2022) એક મહિના પહેલા બનેલી આ ગોઝારી ઘટનાની છાપ હજી પણ મતદારોના મન પર છે. એટલે અહીં આ વખતે મતદાન પણ ઓછું (Low turnout in Morbi) થયું છે. તેના કારણે ઉમેદવારોની ચિંતાનો પારો ઊંચો આવી ગયો છે. તો 2017ની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાની હાર થઈ હતી.

જ્ઞાતિ સમીકરણ મોરબીને પાટીદારોનું હબ ગણવામાં આવે છે. અહીં પાટીદારોની વોટબેન્ક ખૂબ મજબૂત છે, પરંતુ વર્ષ 2015માં પાટીદાર સમાજને અનામત વર્ગમાં સમાવવાની માગને લઈને આંદોલન થયું હતું. આ દરમ્યાન આંદોલનને કચડવા માટે સરકાર દ્વારા આંદોલન સમિતિના નેતાઓ, હોદ્દેદારો અને અનેક યુવકો પર સરકારે આડેધડ કેસો દાખલ કર્યા હતા. તેને હટાવવાની માગ હાલ તીવ્ર બની છે. ભાજપ સરકાર માટે સૌથી મોટું ફેક્ટર બની શકે છે. કારણ કે, પાટીદારોની નારાજગીની કિંમત બેઠક (Morbi Assembly seat) ગુમાવી કરવી પડી શકે છે. બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારીથી ઉદ્યોગોની કમર તૂટી છે. તેમાં મોરબી સિરામિક (Morbi Ceramic Industry) અને ઘડીયાળના ઉદ્યોગનું હબ છે. તેથી વેપારીઓ પણ વિવિધ માંગો સાથે સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે. આ સિવાય સામાન્ય સુવિધાથી લઇને અનેક એવા મુદ્દાઓ છે જે મોરબી બેઠકને 2022ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) હોટ સીટ બનાવે છે.

મતદાન સમયનો માહોલ મોરબીમાં આ વખતે ગત ચૂંટણી (Gujarat Election 2022) કરતા ઓછું મતદાન થયું હતું. તે સૌ કોઈ જાણે જ છે. પરંતુ આ વખતે મોરબીના મતદારોએ પણ ચૂંટણીમાં ઝાઝો રસ દેખાડ્યો નથી તે પણ સ્પષ્ટ થાય છે. અહીં સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું, પરંતુ મતદાનની ગતિ ખૂબ જ ધીમી (Low turnout in Morbi) રહી હતી. એટલે જિલ્લામાં કુલ મતદાન 69.95 ટકાએ આવીને ઊભું રહી ગયું હતું.

પરિણામ પર બ્રિજ દુર્ઘટનાની થશે અસર ઓક્ટોબર મહિનામાં મોરબી જિલ્લામાં ઝૂલતો બ્રિજ (Morbi Bridge Collapse) તૂટી પડતાં 130થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારથી જ આ બેઠક સૌથી વધુ ચર્ચામાં આવી હતી. એટલે હવે ભાજપ માટે આ બેઠક જીતવી અઘરી બની રહેશે તે તો નક્કી જ છે. ત્યારે ભાજપે આ બેઠક (Morbi Assembly seat) પરથી કાંતિ અમૃતિયાને (Morbi BJP Kanti Amritia) મેદાને ઉતાર્યા છે. આ એ જ ઉમેદવાર છે, જેઓ મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં પોતે પાણીમાં ઉતરીને લોકોના જીવ બચાવતા જોવા મળ્યા હતા. તેમ છતાં આ દુર્ઘટનાના ઘા હજી સુધી રિઝાયા નથી. એટલે આ બેઠક પરથી કમળ ખીલશે, પંજાનું રાજ રહેશે કે પછી આપનું ઝાડું ફરી વળશે (morbi assembly seat result) તે સમય બતાવશે.

ભાજપના કાંતિ અમૃતિયા માટે પડકાર ભાજપે વર્ષ 2012ની ચૂંટણીમાં મોરબી બેઠક (Morbi Assembly seat) પરથી કાંતિ અમૃતિયાને (Morbi BJP Kanti Amritia) ટિકીટ આપી હતી. તે સમયે તેમની સામે કૉંગ્રેસના બ્રિજેશ મેરજા હતા. તે સમયે પણ કાંતિ અમૃતિયાની જીત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2017ની ચૂંટણીમાં (Gujarat Election 2022) ફરી બંને સામસામે હતા. તે સમયે બ્રિજેશ મેરજાએ કાંતિ અમૃતિયાને હરાવી દીધા હતા. એટલે આ બેઠક કૉંગ્રેસને મળી ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2020માં રાજ્યસભાની ચૂંટણી પહેલા બ્રિજેશ મેરજાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ પેટાચૂંટણી થઈ ને તે વખતે આ બેઠક પરથી પક્ષપલટો કરીને આવેલા બ્રિજેશ મેરજાને જ ભાજપે ટિકીટ આપી. તેમની જીત પણ થઈ. તેઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે.

Last Updated : Dec 8, 2022, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.