ETV Bharat / state

General meeting: મોરબી પાલિકાની સામાન્ય સભામાં 63 એજન્ડાને મંજૂરી, કમિટીની રચના કરાઈ

author img

By

Published : Jun 29, 2021, 12:13 PM IST

General meeting: મોરબી પાલિકાની સામાન્ય સભામાં 63 એજન્ડાને મંજૂરી, કમિટીની રચના કરાઈ
General meeting: મોરબી પાલિકાની સામાન્ય સભામાં 63 એજન્ડાને મંજૂરી, કમિટીની રચના કરાઈ

મોરબી નગરપાલિકામાં સામાન્ય સભા (General meeting in Morbi municipality)ની એક બેઠક યોજાઈ હતી, જેમાં તમામ એજન્ડા મંજૂર (Agenda approved) કરવામાં આવ્યા હતા. આ સાથે જ સભામાં કમિટીની રચના (Formation of committee) પણ કરવામાં આવી હતી. આ સભામાં 52માંથી 51 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામની હાજરીમાં વિવિધ 63 એજન્ડાઓને સર્વાનુમતે બહાલી (Agenda unanimously ratified) આપવામાં આવી હતી.

  • મોરબી નગરપાલિકામાં સામાન્ય સભા (General meeting in Morbi municipality)ની બેઠક યોજાઈ
  • આ સભામાં એક કમિટી (Committee)ની પણ રચના કરવામાં આવી
  • સભામાં 52માંથી 51 સભ્યો રહ્યા હતા ઉપસ્થિત
  • સભામાં 63 એજન્ડા (Agenda)ને સર્વાનુમતે અપાઈ બહાલી (Agenda unanimously ratified)

મોરબી: જિલ્લામાં નગરપાલિકા (Morbi Municipality)ની ચૂંટણીમાં તમામ 52 બેઠકો પર ભાજપે કબજો કર્યો હોવાથી આજે પાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં 52 પૈકી 51 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આમાં વિવિધ 63 એજન્ડાઓને સર્વાનુમતે બહાલી (Agenda unanimously ratified) આપવામાં આવી હતી તો કમિટીઓની રચના કરીને ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો- 'Vanbandhu Kalyan Yojana'ના ઝડપી અમલીકરણ માટે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ બેઠક


કમિટીઓની રચના કરીને ચેરમેનને હોદાની લ્હાણી કરવામાં આવી

મોરબી નગરપાલિકા (Morbi Municipality)ના પ્રમુખ કુસુમ પરમાર અને ચીફ ઓફિસર ગિરિશ સરૈયાના અધ્યક્ષસ્થાને પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં રજૂ કરવામાં આવેલા તમામ 63 એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી. પાલિકાના સભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં રોડ રસ્તા, વરસાદી પાણીના નિકાલ, વોટર પાઈપલાઈન, સ્ટ્રિટલાઈટ સહિતના મુદ્દે કરવામાં આવેલી માગણીને સ્વીકારી લઈને એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ કમિટીઓની રચના (Formation of various committees) કરવામાં આવી હતી તો વિવિધ ચેરમેનની નિમણૂક (Appointment of various chairmen) બાદ શુભેચ્છા આપવામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ (Violation of social distance) કર્યો હતો.

નગરપાલિકાની વિવિધ કમિટી (Various committees of the municipality)ઓની રચના, જાણો ચેરમેનના નામો

  • શાસક પક્ષના નેતા - કમલ રતિલાલ દેસાઈ
  • દંડક - સુરભી મનીષભાઈ ભોજાણી
  • કારોબારી સમિતિ ચેરમેન - સુરેશ દેસાઈ
  • બાંધકામ સમિતિ ચેરમેન - દેવા અવાડીયા
  • પરચેઝ કમિટી ચેરમેન - પ્રભુ ભૂત
  • રોશની સમિતિ ચેરમેન - માવજી કણઝારિયા
  • અધર ટેક્સ સમિતિ ચેરમેન - ગિરિરાજસિંહ ઝાલા
  • ગેરેજ સમિતિ ચેરમેન - ભાવિક જારિયા
  • ગાર્ડન સમિતિ ચેરમેન - ગીતા સારેસા
  • હાઉસ ટેક્સ સમિતિ ચેરમેન - શિતલ દેત્રોજા
  • ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન - પ્રકાશ ચબાડ
  • ભૂગર્ભ સમિતિ ચેરમેન - હનીફ મોવર
  • પાણી પૂરવઠા સમિતિ ચેરમેન - બ્રિજેશ કુંભારવાડિયા
  • સેનિટેશન સમિતિ ચેરમેન - સીતા જાડેજા
  • કંટ્રોલિંગ સમિતિ ચેરમેન - નરેન્દ્ર પરમાર
  • રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિ ચેરમેન - ભાનુબેન નગવાડીયા
  • મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સમિતિ - જસવંતી સીરોહિયા
  • હેલ્થ એન્ડ હાઈજિન સમિતિ - આસીફ ઘાંચી
  • એડવાઈઝરી સમિતિ - ચુનીલાલ પરમાર
  • રમતગમત અને સંસ્કૃતિ સમિતિ - દિનેશચંદ્ર કૈલા
  • સમાજ કલ્યાણ સમિતિ - જેન્તીલાલ છગનલાલ ઘાટલીયા
  • મોક્ષધામ દેવલોક સમિતિ - હર્ષદ કણઝારિયા
  • અમૃત યોજના સમિતિ - મનસુખ બરાસરા
  • સ્ત્રી પ્રવૃત્તિ સમિતિ - જસવંતી સોનાગ્રા
  • એન.યુ.એલ.એમ. યોજના સમિતિ - કલ્પેશ રવેશિયા
  • વાંચનાલય પ્રવૃત્તિ સમિતિ - મમતા ઠાકર
  • પસંદગી સમિતિ - કેતન વિલપરા

આ પણ વાંચો- Assembly Elections-2022: પાટણમાં જિલ્લા પ્રભારી ગજેન્દ્ર શેખાવતના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

અન્ય વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિ

• પાંજરાપોળ - કેતન રાણપરા
• રેલવે - રાજેશ રામાવત
• ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ - જેન્તીલાલ વિડજા
• સિવિલ હોસ્પિટલ - નિમિષાબેન ભીમાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.