ETV Bharat / state

કોરોના લોકડાઉન : મોરબીના રાજપર ગામના ખેડૂતો કપાસ વેચવાની જોઈ રહ્યા છે રાહ

author img

By

Published : Apr 18, 2020, 6:52 PM IST

કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ત્યારે ખેડૂતોને મુશ્કેલીઓ વધી ગઈ છે. કપાનો પાક તૈયાર હોવા છતા ખેડૂતો તેને વેચી શકતા નથી અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.

કોરોના લોકડાઉન : મોરબીના રાજપર ગામના ખેડૂતો કપાસ વેચવાની જોઈ રહ્યા છે રાહ
કોરોના લોકડાઉન : મોરબીના રાજપર ગામના ખેડૂતો કપાસ વેચવાની જોઈ રહ્યા છે રાહ

મોરબીઃ કોરોના મહામારીને પગલે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. ત્યારે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ખેડૂતો તૈયાર કપાસનો પાક વેચવા માટે રાહ જોઈ રહ્યા છે. જોકે કપાસની ખરીદી શરુ કરવામાં આવી નથી. જેથી તૈયાર કપાસ હોવા છતાં ખેડૂતો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.

મોરબીના રાજપર ગામમાં અંદાજીત 3500 મણ કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. 70 ખેડૂતોના ઘરમાં કપાસ પડ્યો છે. જેનાથી ખેડૂતોને આર્થિક નુકશાન તો ભોગવવું પડે છે. પરંતુ સાથે સાથે આરોગ્યની સલામતી રહેતી નથી.

ખેડૂતોને ઘરમાં કપાસ પડ્યો હોવાથી ઈયળના કારણે ઘરમાં રહેતા સભ્યોને ખંજવાળની સમસ્યા જોવા મળી રહી છે. તો ખેડૂતો દ્વારા સરકાર પાસે માગ કરવામાં આવી રહી છે.

તો વહેલી તકે કપાસની ખરીદી શરુ કરવામાં આવે જેથી ખેડૂતનું આરોગ્ય પણ સ્વસ્થ રહે અને ખેતરમાં બીજો પાક પણ લઇ સકે CCI દ્વારા કપાસની ખરીદી શરુ કરવામાં આવે તો ખેડૂતો તૈયાર કપાસ વેચીને રોકડા પૈસા મેળવી આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.