ETV Bharat / state

કેન્દ્રીય બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગની અપેક્ષાઓ

author img

By

Published : Jan 29, 2021, 9:44 PM IST

કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે, ત્યારે ઔદ્યોગિક નગરી મોરબીના સિરામિક ઉદ્યોગને બજેટ પ્રત્યે અનેક આશા અપેક્ષાઓ જોવા મળી રહી છે. કોરોના મહામારી બાદથી મોરબી સિરામિક ઉદ્યોગમાં તેજી જોવા મળે છે અને આજે સિરામિક ઉદ્યોગ દુનિયાના અનેક દેશોમાં ટાઈલ્સની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી રહ્યું છે, ત્યારે ચીન સાથે સીધી સ્પર્ધા કરવા માટે જો સરકારનું યોગ્ય પ્રોત્સાહન મળે તો મોરબી સિરામિક ઉદ્યોગ ચીનને પણ હરીફાઈમાં હંફાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

ETV BHARAT
કેન્દ્રીય બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગની અપેક્ષાઓ

  • કેન્દ્રીય બજેટમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની અનેક અપેક્ષાઓ
  • GSTમાં નેચરલ ગેસનો સમાવેશ કરવામાં આવે તેવી આશા
  • GSTમાં રાહત આપવામાં આવે તેવી ઉદ્યોગપતિએ આશા વ્યકત કરી
    કેન્દ્રીય બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગની અપેક્ષાઓ

મોરબીઃ જિલ્લાનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં બીજા નંબરનું ક્લસ્ટર છે, ત્યારે ETV BHARATની ટીમે સિરામિક એસોસિએશન પ્રમુખ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે GST લાગુ કર્યું, ત્યારે નેચરલ ગેસનો GST સમાવેશ કર્યો નથી. જેથી નેચરલ ગેસને GSTમાં સમાવાય આ ઉપરાંત સિરામિક પ્રમોશનલ કાઉન્સિલ અલગથી ફાળવાય તો ઉદ્યોગના વિકાસમાં ચાર ચાંદ લાગી શકે છે. આ સાથે જ સમગ્ર વિશ્વના ખરીદદારો મોરબી આવતા હોય ત્યારે ખરાબ રોડ રસ્તાથી દેશની પ્રતિષ્ઠાને હાની થાય છે. જેથી ઇન્ફ્રસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે યોગ્ય પ્લાન બનાવાય તે જરૂરી છે અને સરકાર જરૂરી સુવિદ્યાઓ અને માળખાકીય સુવિધા પૂરી પાડે તો ચીનને પણ પછાડવાનો દમ મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓમાં હોવાનું જણાવે છે.

GSTમાં રાહત આપવામાં આવે તેવી ઉદ્યોગપતિએ આશા વ્યકત કરી

બજેટ પૂર્વે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ જણાવે છે કે, ઉદ્યોગપતિ તરીકે તે ટેક્સમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. આજે મોરબી દેશમાં સૌથી મોટું ટેક્સ પેયર સેન્ટર બની ગયું છે, ત્યારે સરકાર GSTમાં રાહત આપે તે ઉપરાંત એક્સપોર્ટ કરનારા ઉદ્યોગપતિને પણ યોગ્ય પ્રોત્સાહન મળે તેવું રિફંડ આપે તે જરૂરી છે. મોરબીના ઉદ્યોગપતિઓ મોટાપાયે એક્સપોર્ટ કરીને વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. આ સાથે જ ટેક્સ પણ ચુકવે છે. જેથી ઉદ્યોગપતિઓની જરૂરિયાત અને માંગણીઓ સંતોષવામાં આવે તે ઉદ્યોગના હિતમાં છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.