ETV Bharat / state

લોકસભાની તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા લેવાયા અટકાયતી પગલા

author img

By

Published : Mar 30, 2019, 10:50 PM IST

કરનરાજ વાઘેલા, SP

મોરબી: જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહે તેમજ ભયમુક્ત અને તટસ્થ મતદાન થાય તેવા હેતુથી કામગીરીનો પ્રારંભ કરી દીધો છે.

તો આ પ્રક્રિયામાં પોલીસ વિભાગ દ્વારા CRPC ઍક્ટ હેઠળ કુલ 3,333 અટકાયતી પગલા લેવામાં આવ્યાં છે. તો આ સાથે જ પાસાના કુલ 18 અને તડીપારના કુલ 21 દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાંથી પાસા હેઠળ 5 ઈસમો તેમજ તડીપાર હેઠળ 5 ઈસમોની અટકાયત કરવામાં આવી છે.

લોકસભાની તૈયારીના ભાગરૂપે મોરબી પોલીસની તૈયારીઓ

આ ઉપરાંત પ્રોહિબીશન ધારા હેઠળ કુલ 131 કેસનોંધાયા છે. જેમાં વાહન તેમજ અન્ય મુદામાલ સહિત કુલ 21,35,580 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર જિલ્લામાંથી કુલ 905 પરવાનાવાળા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે. ઉપરાંત 3 ઈસમો પાસેથી ગેરકાયદેસર હથિયાર કબજે લઇ આર્મ્સ ઍક્ટ મુજબ 3 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી રોકવા રાઉન્ડ ધી કલોક કુલ 13 ચૅક પૉસ્ટ ઉભી કરી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં પોલીસ અધિકારી, કર્મચારી અને SRPF ગૃપના પોલીસને ચુંટણીલક્ષી ફરજ અંગે તાલીમ આપવામાં આવી છે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની કંપનીઓ તેમજ પોલીસ દ્વારા જિલ્લાના સંવેદનશીલ મથકો અને અસુરક્ષિત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવશે.

R_GJ_MRB_04_30MAR_POLICE_ELECTION_ALERT_VISAUL_AVBB_RAVI

R_GJ_MRB_04_30MAR_POLICE_ELECTION_ALERT_BITE_01_AVBB_RAVI

R_GJ_MRB_04_30MAR_POLICE_ELECTION_ALERT_BITE_02_AVBB_RAVI

R_GJ_MRB_04_30MAR_POLICE_ELECTION_ALERT_SCRIPT_AVBB_RAVI

લોકસભા ચુંટણી અન્વયે મોરબી જીલ્લા પોલીસે ૩૩૩૩ સામે અટકાયતી પગલા લીધા

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા આગામી લોકસભા સામાન્ય ચુંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહે તેમજ ભયમુક્ત અને તટસ્થ મતદાન થાય તેવા હેતુથી કામગીરીનો ધમધમાટ આરંભી દીધો છે.જેમાં પોલીસે સી આર પી સી એક્ટ હેઠળ કુલ ૩૩૩૩ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે તેમજ પાસાની કુલ ૧૮ અને તડીપારની કુલ ૨૧ દરખાસ્ત મુકવામાં આવેલ છે જેમાંથી પાસા હેઠળ ૫ ઈસમો તેમજ તડીપાર હેઠળ ૫ ઈસમો અટક કરવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રોહીબીશન ધારા હેઠળ કુલ ૧૩૧ કેસો કરવામાં આવ્યા છે વાહન તેમજ અન્ય મુદામાલ સહીત કુલ ૨૧,૩૫,૫૮૦ નો મુદામાલ કબજે લેવામાં આવેલ છે. સાથે સાથે સમગ્ર જીલ્લામાંથી કુલ ૯૦૫ પરવાનાવાળા હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવામાં આવ્યા છે તદુપરાંત ત્રણ ઈસમો પાસેથી ગેરકાયદેસર હથીયાર કબજે લઇ આર્મ્સ એક્ટ મુજબ ત્રણેય ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે સમગ્ર જીલ્લામાં ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરફેર રોકવા રાઉન્ડ ધી કલોક કુલ ૧૩ ચેક પોસ્ટ ઉભી કરી વાહન ચેકિંગ કરવામાં આવી રહયા છે અને જીલ્લામાં પોલીસ અધિકારી, કર્મચારી અને એસઆરપી ગ્રુપના પોલીસને ચુંટણીલક્ષી ફરજ અંગે તાલીમ આપવામાં આવેલ છે અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની કંપનીઓ તેમજ પોલીસ દ્વારા જીલ્લાના સંવેદનશીલ મથકો અને અસુરક્ષિત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવશે તેમ જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું 

 

બાઈટ ૦૧  : ડો. કરનરાજ વાઘેલા, મોરબી જીલ્લા એસ.પી.

બાઈટ ૦૨ : ડો. કરનરાજ વાઘેલા, મોરબી જીલ્લા એસ.પી.


રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.