ETV Bharat / state

દક્ષ પટેલ અને TMC પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ

author img

By

Published : Dec 11, 2022, 5:41 PM IST

મોરબીમાં બ્રિજ દુર્ઘટનાને(Bridge tragedy in Morbi) લઈને વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. આ મુલાકાતના ખર્ચને લઈને વિવાદ થયો છે. જેમાં RTI હેઠળ માંગવામાં આવેલ માહિતી મુજબ PMની મુલાકાતમાં 30 કરોડથી વધુનો ખર્ચ થયો છે તેવું લખવામાં આવ્યું હતું. જે મામલે મોરબી જિલ્લા કલેક્ટરે આ પ્રકારની પોસ્ટ વાયરલ થતાં તંત્ર અને સરકારની બદનામી થઇ હોવાથી બદનક્ષીની ફરિયાદ કરી છે. તેમણે આવી કોઈ આરટીઆઈ હેઠળ તંત્ર પાસેથી વિગતો માંગેલ ના હોય અને વહીવટી તંત્ર દ્વારા કોઈને આ પ્રકારની માહિતી આપવામાં આવી ના હોવાનું જણાવ્યું છે.

દક્ષ પટેલ અને TMC પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ
દક્ષ પટેલ અને TMC પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ

મોરબી: મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં(Bridge tragedy in Morbi) 135 લોકોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. જે મુલાકાતમાં વડાપ્રધાનના ખર્ચની વિગતો RTIથી સામે આવી હોવાનું જણાવીને ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેને પગલે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાથી જિલ્લા કલેકટર દ્વારા મોરબીની કોર્ટમાં દક્ષ પટેલ અને TMC પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ(Defamation complaint against Daksh Patel and TMC spokesperson Saket Gokhale) થઈ છે તેવી માહિતી સામે આવી છે.

  • Gujarat Police says that the tweet I’d shared (shared - NOT my own) about the expenditure on PM Modi’s Morbi visit was fake.

    Time for the Gujarat Govt to tell us the actual numbers.

    If not answered, I now have the right to approach court & demand that answer be given. pic.twitter.com/KtQTeHHDji

    — Saket Gokhale (@SaketGokhale) December 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુલાકાતના ખર્ચને લઈને વિવાદ : પીએમ નરેન્દ્ર મોદી ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ મોરબી આવ્યા હતા, જ્યાં તેઓએ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લેવા ઉપરાંત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે મુલાકાત મામલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઇ હતી. જેમાં RTI હેઠળ માંગવામાં આવેલ માહિતી મુજબ પીએમ મોદીની મુલાકાતમાં 30 કરોડથી વધુનો ખર્ચ થયો છે તેવું લખવામાં આવ્યું હતું. જે પોસ્ટને કારણે સરકાર અને તંત્રની બદનામી થઇ હોવાથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા મોરબી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે. દક્ષ પટેલ અને TMC પ્રવક્તા સાકેત ગોખલે વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી છે.

સરકાર અને તંત્રની બદનામી : સોશિયલ મીડિયામાં જે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેમાં પીએમની મુલાકાત સમયે રૂપિયા 30 કરોડનો ખર્ચ થયાનું જણાવ્યું છે અને આ માહિતી RTI મારફત વિગતો સામે આવી હોવાનું લખવામાં આવ્યું હતું. જોકે આવી કોઈ RTI હેઠળ તંત્ર પાસેથી વિગતો માંગેલ ના હોય અને વહીવટી તંત્ર દ્વારા કોઈને આ પ્રકારની માહિતી આપવામાં આવી ના હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે જેથી તંત્ર અને સરકારની બદનામી થઇ હોવાથી કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સુત્રો જણાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.