ETV Bharat / state

હળવદના ટીકર ગામે પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા; હત્યા કે આત્મહત્યા તપાસ શરુ

author img

By

Published : Dec 9, 2022, 5:33 PM IST

Updated : Dec 9, 2022, 7:56 PM IST

હળવદના ટીકર ગામની (Tikar village of Halavad)સીમમાંથી પતિ પત્નીના મૃતદેહ મળી(Dead bodies of husband and wife found) આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ગામના આગેવાનો અને હળવદ પોલીસની ટીમ દોડી આવી હતી અને બંનેના મૃતદેહને પી.એમ માટે ખસેડવામાં આવ્યા(Murder or suicide investigation started) છે.

હળવદના ટીકર ગામે પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા
dead-bodies-of-husband-and-wife-found-in-tikar-village-of-halavad-murder-or-suicide-investigation-started

મોરબી: હળવદ તાલુકાના છેવાડાના ગામ એવા ટીકર ગામે (Tikar village of Halavad)રણની ઢસી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીની લાશ મળી(Dead bodies of husband and wife found) આવી છે. જે બનાવની હળવદ પોલીસને જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક રાત્રીના સમયે ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહનો કબજો લઈ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા (Dead bodies of husband and wife found)હતા.

મૃતદેહ મળતા ચકચાર: બનાવમાં ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવના પગલે મોટી સંખ્યામાં પરિવારજનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે એકસાથે બન્નેના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. હળવદના ટીકર ગામની સીમમાંથી પતિ પત્નીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી તો ધટનાની જાણ થતા હળવદ પોલીસ અને ગામના આગેવાનો દોડી આવ્યા હતા. બંનેના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં (Murder or suicide investigation started) આવ્યા હતા.

મૃતદેહોની થઇ ઓળખ: બંને મૃતક ટીકર ગામની (Tikar village of Halavad)સીમમાં રહીને મજુરી કામ કરતા હોય અને મૂળ બુટાવાડા ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. બનાવ અંગે હળવદ પોલીસ મથકના પી એસ આઈ કિરીટસિંહ જેઠવા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મૃતકને સંતાનના 3 બાળકો છે જેમાં 2 દીકરા અને 1 દીકરી હોવાની માહિતી મળી હતી. હાલ વિસેરા લેવામાં આવ્યા હોવાની માહિતી (Murder or suicide investigation started) આપી છે

વધુ તપાસ હાથ ધરવામાં આવી: બંનેના (Tikar village of Halavad) મૃત્યુ કેવી રીતે થયા તે જાણી શકાયું નથી પણ સ્થાનિકો અને પોલીસ દ્વારા આપધાતની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જો કે બનાવ અંગે સાચું કારણ પોલીસની વધુ તપાસ અને રીપોર્ટ બાદ જ જાણી(Murder or suicide investigation started) શકાશે

Last Updated : Dec 9, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.