ETV Bharat / state

Substation inauguration: મોરબીમાં 2 સબસ્ટેશનનું ભૂમિપૂજન અને 4 સબસ્ટેશનનું લોકાપર્ણ કરાયું

author img

By

Published : Jul 11, 2021, 5:37 PM IST

મોરબીમાં હરણફાળ ભરી રહેલા સિરામિક ઉદ્યોગ(Ceramic Industry)ની જરૂરીયાતને પહોંચી વળવા માટે નવા સબસ્ટેશન(New Substation)બનાવવામાં આવી રહ્યા છે. જેમાં 11 જૂલાઈના રોજ 66 KVના 2 સબસ્ટેશનનું ભૂમિપૂજન અને 66 KVના 4 સબસ્ટેશન તૈયાર કરાયા છે. જેનું લોકાપર્ણ (Substation inauguration) કરવામાં આવ્યું હતું.

મોરબી
મોરબી

  • સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
  • સિરામિકની જરૂરિયાતને પહોચી વળતા સબસ્ટેશન ઉપયોગી
  • 50 કરોડના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયા

મોરબી: સિરામિક એસોસિએશન (Ceramic Association) હોલ ખાતે આયોજિત સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા(Mohan Kundaliya), ધારાસભ્ય બ્રિજેશ મેરજા(Brijesh Merja), સિરામિક એસોસિએશન પ્રમુખો નીલેશ જેતપરિયા, મુકેશ કુંડારિયા, કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં મોરબીના લાલપર, ટંકારાના ભૂતકોટડા, વાંકાનેરના પંચાસીયા અને શોભેશ્વર રોડ એમ ચાર ૬૬ કેવી સબ સ્ટેશનની લોકાપર્ણ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, સિરામિકનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે ત્યારે સરકાર પણ સિરામિકની જરૂરીયાતને પહોંચી વળવા માટે 66 KV, 132 KV, 400 KV સબસ્ટેશન (Substation) નિર્માણ માટે કાર્ય કરી રહી છે. 11 જૂલાઈએ 4 સબસ્ટેશનના લોકાપર્ણ અને 2 સબસ્ટેશનના ભૂમિપૂજન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સિરામિકના એક્સપોર્ટમાં સમગ્ર દેશમાં ગુજરાત આવ્યું અવ્વલ

સિરામિક ઉધોગકારોએ સરકારનો આભાર માન્યો

11 જૂલાઈએ 50 કરોડના કામોના ભૂમિપૂજન અને લોકાપર્ણ કરાયા હતા. સિરામિકનો વિકાસ(Ceramic industry progress) ઝડપી થઇ રહ્યો છે ત્યારે પાંચ વર્ષની તૈયારના ભાગરૂપે સરકાર કાર્ય કરી રહી છે અને ભવિષ્યમાં પણ સિરામિકને જરૂરિયાત મુજબ વીજળી મળે તે માટે સરકાર યોગ્ય પગલાં ઉઠાવી રહી છે, તો મોરબી સિરામિક એસોસિએશન(Morbi ceramic Association) પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં સિરામિકનો વિકાસ ઝડપી ગતિએ થયો છે, જેમાં PGVCL અને ઉર્જાપ્રધાને પાવર જરૂરિયાત માટે સારો સહયોગ આપ્યો છે. ઉદ્યોગને વીજળી મળી રહે તે માટે સતત કાર્ય કરવામાં આવે છે. જેથી સિરામિક ઉદ્યોગ(Ceramic Industry) વતી પ્રમુખે સરકારનો અને ઉર્જાપ્રધાનનો આભાર વ્યકત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.