ETV Bharat / state

પાઉંમાંથી મરેલા ઉંદરનું બચ્ચું નીકળ્યું, અરજી બાદ ફૂડ વિભાગની નબળી કામગીરી પર ઉઠ્યા સવાલ

author img

By

Published : Dec 14, 2019, 12:17 PM IST

મોરબીઃ શહેરની ક્રિષ્ના બેકરીમાંથી ખરીદેલા પાઉમાંથી મરેલા ઉંદરનું બચ્ચું નીકળતા ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે. તેમજ જિલ્લા કલેક્ટરને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. જેથી ફૂડ વિભાગને આ ઘટનાની તપાસ કરવાની ફરજ પડી છે. ત્યારે સ્થાનિકો આ અંગે રોષ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, તંત્ર માત્ર દેખાડા પૂરતી તપાસ કાર્યવાહી રહ્યું છે પણ આરોપી વિરૂદ્ધ કડક પગલા લઈ રહ્યું નથી.

મોરબીમાં પાઉમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું
મોરબીમાં પાઉમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું

મોરબીના દીપકભાઈએ ક્રિષ્ના બેકરીમાંથી પાઉં ખરીદ્યા હતાં. જેને ઘરે જઈને ખોલતાં તેમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું. જે અંગે ગ્રાહકે બેકરીના સંચાલક વિરૂદ્ધ અરજી કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી હતી. જેના પગલે ફૂડ વિભાગે બેકરીની બનાવટના ખાદ્ય પદાર્થોના નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ત્યારબાદ તંત્ર આ અંગે કોઈ પગલાં લીધા નહોતા. તેમજ ફરિયાદીએ ખરીદેલા પાઉંના પણ નમૂના લીધા નહોતા. જેથી આ તમામ કવાયત માત્ર દેખાડા પૂરતી હોવાનું સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યાં છે.

મોરબીમાં પાઉમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું

આ ઘટના અંગે ફૂડ વિભાગના અધિકારી સી.કે નિમાવતે જણાવ્યું હતું કે, "તેમને આ પ્રકારની કોઈ અરજી મળી નથી." આમ, ગ્રાહકની રજૂઆત બાદ પણ કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી લોકો તંત્ર પર ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર આ અંગે મૌન સેવી રહ્યું છે.

Intro:gj_mrb_01_food_vibhag_karyvahi_visual_av_gj10004
gj_mrb_01_food_vibhag_karyvahi_script_av_gj10004

gj_mrb_01_food_vibhag_karyvahi_av_gj10004
Body:મોરબીમાં પાઉમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળતા આખરે તંત્રને શરમ આવી, સેમ્પલ લીધા
મોરબીના દીપકભાઈ હડીયલ નામના ગ્રાહકે ક્રિષ્ના બેકરીની પાઉં ખરીદી કરી હોય જે પેકેટ ઘરે ખોલતા પાઉં વચ્ચેથી ઉંદરનું મૃતક બચ્ચું નીકળ્યું હતું અને આ અંગે ફરિયાદ કરવા જાતે બેકરી સંચાલકે તેને સંતોષકારક જવાબ ના આપ્યો હોય તેવા આક્ષેપો સાથે ગ્રાહકે જીલ્લા કલેકટરને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી જેને પગલે આખરે કાયમી સુષુપ્ત અવસ્થામાં જ જોવા મળતું ફૂડ વિભાગ ઓચિંતું જાગ્યું હતું અને બેકરીની બનાવટના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા અને તપાસ ચલાવવામાં આવી રહી છે જોકે આ સમગ્ર કવાયત અને કામગીરી પણ માત્ર દેખાડા પુરતી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે કારણકે જયારે ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવાની તંત્રની કાર્યવાહી અંગે મીડીયાએ સંપર્ક કરતા ફૂડ વિભાગ મીડિયા સામે કશું બોલવા તૈયાર ના હતું એટલું જ નહિ પરંતુ જે ગ્રાહકની પાઉંમાંથી મરેલું ઉંદર નીકળ્યું છે તેના સેમ્પલ જ લેવાયા નથી એટલું જ નહિ પરંતુ આ મામલે મોરબી ફૂડ વિભાગની કચેરીમાં બેસતા સી કે નિમાવતનો સંપર્ક કરતા તેઓએ આવી કોઈ અરજી જ મળી નથી તેવો જવાબ આપ્યો હતો જોકે અહી ધ્યાન આપવા જેવી એ બાબત છે કે ગ્રાહકે જીલ્લા કલેકટરને આ મામલે રજૂઆત કરેલી છે અને માધ્યમોએ પણ નોંધ લીધી હોય ઉપરાંત સોશ્ય્લ મીડિયામાં પણ આ બાબત સર્વત્ર ચર્ચાનો વિષય બની હતી પરંતુ મોરબીના ફૂડ વિભાગને નાગરિકોના આરોગ્યથી પણ વધુ પોતાનો ઈગો પસંદ હોય તેવું લાગી રહ્યું છે અને અરજી મળે તેની રાહ જોઈ બેસી રહ્યું છે

Conclusion:રવી એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.