ETV Bharat / state

હળવદ પંથકમાં વીજળી પડતા 1 વકીલ અને 12 ઘેટાના મોત

author img

By

Published : Jul 31, 2020, 11:38 AM IST

હળવદ પથંકમાં ગુરૂવારે ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ બે સ્થળે વીજળી પડતા 12 ઘેટા અને 1 વકીલનું મોત થયા હતું. જે ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.

Etv Bharat
Etv Bharat

મોરબી: હળવદ તાલુકાના મિયાણી ગામે જોરદાર પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગામની તળાવની પાળ પર બેઠેલા ઘેટા પર અચાનક વીજળી પડતાં 12 ઘેટાના મોત થયા હતા. તેમજ 3 ઘેટા ઘાયલ થયા હતા. વિજળી પડતા મુત્યુ પામનાર ઘેટાના માલિક માલધારી વાલાભાઈ ભરવાડ જણાવ્યું હતું કે, મોડીસાંજના તળાવની પાળ ઉપર ઝાડ નીચે અમારા ઘેટા બેઠા હતા. ત્યારે અચાનક કડાકા ભડાકા ગાજવીજ સાથે વીજળી પડતાં 12 ઘેટાઓના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ ઘેટા ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં આજુ બાજુના લોકો તથા ગ્રામજનોના ટોળે ટોળાં બનાવ સ્થળે દોડી આવ્યા હતા. તેમજ તંત્રએ તજવીજ હાથ ધરી હતી.

બીજી તરફ હળવદ માનસરરોડ પર આવેલા શ્રીધર કોટન મીલ પાસે વીજળી પડતાં હળવદના જાણીતા એડવોકેટ પી, પી, વાઘેલા પોતાનુ મોટર સાયકલ લઈને જતા હતા. તે દરમિયાન શીરોઈ ગામ નજીક વીજળી પડતાં તેનું મોત નીપજ્યું હતું. બાદમાં તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે ફરજ પરના ડૉ.કૌશલ પટેલે તેને મૃતજાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે, પી.પી.વાઘેલાનું મોત વીજળી પડવાથી જ થયું છે. વકીલ પી.પી.વાઘેલાના મોતને પગલે વકીલ મંડળમાં શોક વ્યાપી ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.