Vipul Chaudhary's Statement : એક સમયે સરકારમાં 2 આંજણા મંત્રીઓ હતાં, આજે સમાજે ઘંટડી વગાડવાનો વારો આવ્યો

author img

By

Published : Mar 22, 2022, 8:07 PM IST

Vipul Chaudhary's Statement: એક સમયે સરકારમાં 2 આંજણા મંત્રીઓ હતા, આજે સમાજે ઘંટડી વગાડવાનો વારો આવ્યો - વિપુલ ચૌધરી
Vipul Chaudhary's Statement: એક સમયે સરકારમાં 2 આંજણા મંત્રીઓ હતા, આજે સમાજે ઘંટડી વગાડવાનો વારો આવ્યો - વિપુલ ચૌધરી ()

મહેસાણા જિલ્લાના ગોકળગઢ ગામે વિપુલ ચૌધરીનું સંમેલન યોજવામાં આવ્યું છે. સંમેલનમાં વિપુલ ચૌધરીએ કહ્યું કે (Vipul Chaudhary's Statement) એક સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આંજણો મંત્રી હતો. આજે 2 MLA હોવા છતાં સમાજે ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે.

મહેસાણા: મહેસાણા જિલ્લામાં વિપુલ ચૌધરી દ્વારા સતત સંમેલનો (Conventions In Mehsana) યોજવામાં આવી રહ્યા છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ગોકળગઢ ગામે (Mehsana Gokalgadh Village) અર્બુદા સેના (Arbuda Sena Mehsana)ના નેજા હેઠળ સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં વિપુલ ચૌધરીએ કહ્યું (Vipul Chaudhary's Statement) હતું કે, પોતાની પાર્ટી હોવા છતાં ચૌધરી સમાજે (Chaudhary Community Mehsana) ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે.

ગઅર્બુદા સેનાના નેજા હેઠળ સંમેલન યોજવામાં આવ્યું.

આ પણ વાંચો: મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ

વિપુલ ચૌધરીની સાકર તુલા કરવામાં આવી- તેમણે વધુમાં જણાવ્યું કે, એક સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આંજણો મંત્રી (Chaudhary Ministers In Gujarat Government) હતો. આજે કોંગ્રેસના 2 MLA છતાં ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે. જોટાણા તાલુકાના ગોકળગઢ ગામે યોજાયેલા સંમેલનમાં વિપુલ ચૌધરીની સાકર તુલા કરવામાં આવી હતી. આ સંમેલનો જિલ્લામાં અસહકારની ભાવના સામે સહકારની ભાવના લાવવા અને ખાનગી ડેરીઓમાં (Private Dairies In Mehsana) જતા દૂધને સહકારમાં લાવવાના પ્રયાસ માટે કરતા હોવાનો વિપુલ ચૌધરીએ સૂર રેલાવ્યો છે.

આ પણ વાંચો: Dudh Sagar Dairy:ઘી કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ કરાઈ

સમાજે ઘટંડી વગાડવાનો વારો આવ્યો છે- વિપુલ ચૌધરી- વિપુલ ચૌધરીની આ વાતનું ખેતી બેંકના પૂર્વ ચેરમેન (Former Chairman of Agriculture Bank) ધીરેન ચૌધરીએ પણ વિપુલ ચૌધરીને સમર્થન કર્યું છે. સાથે જ તેમણે કેટલીક રાજકીય આંટીઘૂંટીમાં સમાજને પડેલી સમસ્યાઓ વિશે રજૂઆત કરી છે. ત્યારે વિપુલ ચૌધરીએ "એક સમયે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં આંજણો મંત્રી હતો; જો કે આજે કોંગ્રેસના 2 ધારાસભ્યો હોવા છતા સમાજને ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે, માટે સંશોધન કરી આગળની રણનીતિ ઘડીશું" તેવું નિવેદન આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.