ETV Bharat / state

મહેસાણાના કડી ખાતે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ખાતમુર્હુત કર્યું

author img

By

Published : Oct 23, 2020, 10:44 AM IST

મહેસાણા જિલ્લાના કડી ખાતે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના હસ્તે રૂ.570 લાખના ખર્ચે નિર્માણ થનાર મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ. આ ઇન્ડોર હોલ વિવિધ સુવિધાથી સજ્જ હશે.

kadi
મહેસાણા

  • કડી ખાતે વિવિધ કામોના ખાતમહુર્ત અને લોકાર્પણ
  • નીતિન પટેલ દ્વારા મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ખાતમહુર્ત કરાયું
  • કડી શૈક્ષણિક સંકુલમાં દાન આપનાર દાતાનું નાયબપ્રધાન દ્વારા અભિવાદન


મહેસાણા : જિલ્લાના કડી ખાતે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના હસ્તે રૂ.570 લાખના ખર્ચે નિર્માણ થનાર મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ. આ ઇન્ડોર હોલ વિવિધ સુવિધાથી સજ્જ હશે. જેમાં 2295 ચોરસ મીટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં જિમ્નાસ્ટીક બેડમિન્ટન-02, ટેબલ ટેનિસ-04, કોન્ફરન્સ રૂમ, વેઇટીંગ રૂમ, સ્ટાફરૂમ, રેકર્ડરૂમ, કોચ ઓફિસ મેલ અને ફીમેલ ટોઇલેટ બ્લોક, ચેન્જીંગ રૂમ તથા સ્ટોર રૂમ અને 421 ચોરસ મીટરના મેઝનીન ફ્લોરમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ, વી.આઇ.પી સીટીંગ એરિયા સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં 39 જેટલા સ્પોર્ટસ સ્કુલ હાલમાં કાર્યરત

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના 2014-15માં અમલી થયેલ છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ 39 જેટલા સ્પોર્ટસ સ્કુલ હાલમાં કાર્યરત છે. મહેસાણા જિલ્લામાં પણ મહેસાણા, કડી અને વડનગર ખાતે સ્પોર્ટસ સ્કુલ શરૂ થઇ રહ્યા છે.

કડીમાં હાજરી આપતા નીતિન પટેલે સ્માર્ટ કન્યા શાળા અને અંગ્રેજી શિક્ષણ સંકુલોના લોકાર્પણ કર્યા

નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલના હસ્તે કડી પી.એમ.જી ઠાકર આદર્શ હાઇસ્કુલ કડી ખાતે અમૃત વિધા સંકુલ દ્વારા સંચાલિત શ્રીમતી સીતાબેન અમૃતભાઇ પટેલ કન્યા છાત્રાલય અને કોમલ ગૌરવ પટેલ આદર્શ અંગ્રેજી માધ્યમ શાળા તેમજ શ્રીમતી લીલાબેન બળદેવભાઇ પટેલ સ્માર્ટ સ્કુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કડી શૈક્ષણિક સંકુલમાં દાન આપનાર દાતાશ્રીઓનું નાયબ મુખ્યપ્રધાન દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.