ETV Bharat / state

મહેસાણાના મોઢેરામાં 4 કાગડાના શંકાસ્પદ મોત, સેમ્પલ ભોપાલ મોકલાયા

author img

By

Published : Jan 8, 2021, 7:12 AM IST

હાલ બર્ડફ્લુ વાઈરસથી પક્ષીઓના મોત થઈ રહ્યાં છે. જે એક ચિંતાજનક વાત છે. એવામાં મોઢેરા ગામેથી 4 મૃત કાગડા મળી આવ્યાં છે. જેને લઈ તંત્ર સતર્ક બન્યું છે. અને કાગડાના મોત શેના કારણે થયા છે તે અંગે તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

xz
xz

  • મહેસાણાના મોઢેરામાં 4 કાગડાના શંકાસ્પદ મોત મામલે સેમ્પલ લઈ ભોપાલ મોકલાયા
  • 1જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 54 સેમ્પલ લેવાયા
  • થોળપક્ષી અભિયારણમાં આવતા વિદેશી પક્ષીઓના પણ સેમ્પલ લેવાયા
  • મહેસાણાના મોઢેરામાં 4 કાગડાના શંકાસ્પદ મોત, તંત્ર દોડતું થયું

મહેસાણાઃ સામાન્ય રીતે હાલમાં ઠંડીની સિઝન આવતાની સાથે જ પક્ષીઓમાં બીમારી અને રોગની શક્યતાઓ વધી જતી હોય છે. ત્યારે ગુજરાતના પાડોશી રાજ્યમાં આવેલા બર્ડફ્લુને લઈ મહેસાણા જિલ્લામાં પશુપાલન વિભાગ સતર્ક થઈ ચૂક્યો છે. જેને પગલે તાજેતરમાં મોઢેરા ગામેથી 4 મૃત કાગડા મળી આવતા તંત્ર દ્વારા તેને બરફ સાથે પેકીંગ કરી ભોપાલ ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.


પક્ષીઓના સર્વે અને તપાસ મામલે પશુપાલન અધિકારીએ કરી વાત

મોઢેરા ખાતે મૃત હાલતમાં રાત્રે 3 અને સવારે 1 મળી કુલ ચાર કાગડાઓ મળી આવ્યા હતાં. પક્ષીઓના મોત અને બર્ડફ્લુની આશંકાઓ વચ્ચે મહેસાણા જિલ્લામાં વ્યાપેલી કુતૂહલને પગલે ઈટીવી ભારત દ્વારા મહેસાણા જિલ્લા પશુપાલન અધિકારી ભરતભાઇ દેસાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ શંકાસ્પદ મોત હોવાનું માની પાણી પહેલા પાળ બાંધતા તંત્રએ બરફ સાથે પેકીંગ કરીક કાગડાઓને ભોપાલ પરીક્ષણ માટે મોકલી આપેલા છે, તો ગત એપ્રિલ 2020થી અત્યાર સુધી કુલ 254 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.

બર્ડફ્લુની હિલચાલ વચ્ચે થોળપક્ષી અભ્યારણમાં આવેલા વિદેશી પક્ષીઓના સેમ્પલ લેવાયા

ગુજરાતના પાડોશી રાજ્યમાં પક્ષીઓમાં બર્ડફ્લુ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મહેસાણા જિલ્લાની અંદર આવેલા કડી થોળ પક્ષી અભ્યારણ ખાતે ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. જેને પગલે કોઈ વિદેશી પક્ષી પોતે કોઈ બીમારી કે વાઇરસ સંક્રમિત છે કે કેમ તે ચકાસવા અભ્યારણ ખાતેથી સ્થાનિક વન વિભાગની સાથે મળી મહેસાણા પશુપાલન વિભાગે 54 જેટલા જીવિત વિદેશી પક્ષીઓના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.


કાગડાના મોતનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી

હાલમાં હાડ થિજવતી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જ્યાં માણસનું જીવન પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે ખુલ્લામાં જીવતા પક્ષીઓ માટે આ ઠંડી મોતનું પણ કારણ બની શકે છે. ત્યારે મહેસાણા પશુપાલન અધિકારીના જણાવ્યા અનુસાર મોઢેરા ખાતે મૃત્યુ પામેલા 4 કાગડાઓ ક્યાંક ઠંડી કે હાનિકારક ખોરાક ખાવાથી અથવા કુદરતી મોત હોઈ શકે છે. જોકે તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા તેમના મૃતદેહ ભોપાલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.


બર્ડફ્લુમાં એક બે નહિ એક સાથે ઢગલો પક્ષીઓના મોત થાય છે

મહેસાણા જિલ્લામાં પશુપાલન અધિકારી અને તાલુકા પ્રમાણે 10 પશુ ચિકિત્સકો હાલમાં ખડેપગે છે, જેઓ દ્વારા પશુ પક્ષીઓ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અધિકારીના મત મુજબ બર્ડફ્લુમાં એક બે નહિ પરંતુ એક સાથે ઘણા બધા પક્ષીઓના મૃત્યુ થતા હોય છે એટલે હાલમાં જ્યાં સુધી પરિક્ષણપત્ર ન આવે ત્યાં સુધી મહેસાણામાં પક્ષીઓના કોઈ ચોક્કસ રોગ મામલે કોઇ હકીકત સામે આવેલી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.