ETV Bharat / state

મહેસાણા જિલ્લાની મહિલા ખેડૂતની જળ શક્તિ થકી જળ સંચયની સફર.. જૂઓ વિશેષ અહેવાલ

author img

By

Published : Oct 7, 2020, 1:10 PM IST

મહેસાણા જિલ્લામાં મહિલા ખેડૂતે જળસંચયનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચંદ્રિકાબેન પટેલે પોતાના ખેતરમાંથી વહી જતું પાણી સંચય કરી બતાવ્યું છે. વરસાદી પાણી પાઇપ લાઇનથી કૂવામાં ઉતારતા કૂવો પાણીથી રિચાર્જ થાય છે. જેથી 60 ફૂટ ઊંડા કૂવામાં છલોછલ પાણી ભરાયા છે.પીએમ મોદીની જળ સંચાયની પ્રેરણાથી મહિલાએ પતિ પાસે જળ સંચયનો પ્લાન ઘડ્યો હતો. મહિલાએ કરેલા જળ સંચયથી ખેતી માટે પોતાની અને પડોશી ખેડૂતોની પાણીની જરૂરિયાત પૂરી થઈ છે. તો ચાલો જાણીએ જળ શક્તિથી જળ સંચયની મહિલા ખેડૂતની અનોખી સફર...

special
મહેસાણા

મહેસાણા : જિલ્લામાં ખેતીને પશુપાલન વ્યવસાય મોખરે રહેલા છે. ત્યારે ખેતીને પ્રોત્સાહિત કરતા દેશના વડાપ્રધાને જળ સંચાયની પ્રેરણા પુરી પાડતા વિસનગરની એક મહિલા ખેડૂતે જળ શક્તિથી જળ સંચયની સફર સફળ રીતે પાર કરી બતાવી છે.

આ પણ વાંચો : મહેસાણાના તરભ ગામે સામુહિક જળ સંચયનું અનોખું આયોજન જુઓ ખાસ અહેવાલ...

સામન્ય રીતે ખેતી અને પશુપાલન માટે પાણીની જરૂરિયાત ખૂબ જ રહેતી હોય છે અને પાણી વગર ખેતી કે પશુપાલન અશક્ય બનતી હોય છે. ખેડૂતો પશુપાલકોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. દેશના વડાપ્રધાન દ્વારા કૃષિ અને પશુપાલનને પ્રોત્સાહિત કરતા ખેડૂતોને પાણીની સમસ્યા નિવારવા જળ શક્તિ થકી જળ સંચયનો પ્રયાસ કરવા પ્રેરણા પુરી પાડવામાં આવી રહી છે.

મહેસાણા જિલ્લાની મહિલા ખેડૂતની જળ શક્તિ થકી જળ સંચયની સફર.. જૂઓ વિશેષ અહેવાલ

આ પણ વાંચો : માંગરોળમાં જળ સંચય યોજના હેઠળ કુવા રીચાર્જ, ખેડૂતોની સરાહનીય કામગીરી, જૂઓ video

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ચંદ્રિકાબેન પટેલ નામની મહિલા ખેડૂતે ચોમાસા દરમિયાન ખેતરમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાની સમસ્યા નિવારવા અને જળ સંચય કરવા પોતાના પતિ પાસે જળ સંચયનો પ્લાન ઘડ્યો છે. આજે આ મહિલાના ખેતરમાં ભરાતાં વરસાદી પાણી 200 મીટર જેટલી પાઇપ લાઇનથી 60 ફૂટ ઊંડા કૂવામાં ઉતરતા આજે આ કૂવો વરસાદી નીરથી છલોછલ ભરાઈ ગયો છે. આ મહિલાને વડાપ્રધાન મોદીની જળ સંચયની પ્રેરણાથી પોતાના ખેતરમાં જળ સંચય કરવામાં મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો : ધ્યેય છે જળ સંચય

ચંદ્રિકાબેન પટેલ નામની આ મહિલા ખેડૂત આજે પોતાના ખેતરમાં આંબાના વૃક્ષોનો ઉછેર કરી રહ્યી છે. જેમાં પોતે સંગ્રહ કરેલા પાણીનો બખૂબી રીતે પિયત માટે ઉપયોગ કરી રહ્યા છે. મહિલા ખેડૂત ન માત્ર પોતાના ખેતરમાં પરંતુ આસપાસના શેઢા પાડોશી ખેડૂતોને પણ ઓટના કૂવામાં સંગ્રહ થયેલા પાણીનો લાભ ખેતીના કામે સિંચાઈ માટે આપી રહ્યા છે. આજે એક મહિલા ખેડૂતની જળ શક્તિ થી જળ સંચયનો સફળ સફર ખેડૂતો માટે ઉપયોગી અને પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.