ETV Bharat / state

મહેસાણાના મલેકપુરની શાળામાં કરંટ લાગતા 12 વર્ષીય વિદ્યાર્થીનું મોત

author img

By

Published : Sep 26, 2019, 9:04 PM IST

મહેસાણા: ખેરાલુ તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળામાં વીજ કરંટ લાગવાની દુર્ઘટનામાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. શાળાના શિક્ષકોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો છે.

Mehsana

ખેરાલુ તાલુકાની સ્થિતિ પછાત વિસ્તારની છે. જ્યાં મોટા ભાગે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો વસવાટ કરે છે, ત્યારે આવા જ એક પરિવારમાંથી આવતા 12 વર્ષીય ગજેન્દ્ર ઠાકોર નામનો વિધ્યાર્થી મલેકપુર ભાંઠા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. જ્યાં શાળા કાર્ય દરમિયાન બ્રેકના સમયે શાળાના મેદાનમાં રમતા રમતા પાણીની મોટરના વીજ જોડાણ સાથે અડકી જતા વીજળીનો ભારેખમ ઝટકો લાગતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

મહેસાણાના મલેકપુરની શાળામાં કરંટ લાગતા 12 વર્ષીય વિદ્યાર્થીનું મોત

સમગ્ર ઘટનાને પગલે શાળાના શિક્ષકોએ મૃતકના પરિવાજનોને જાણ કરી ખેરાલુ પોલીસની મદદ લેતા મૃતક વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને સોંપ્યો છે. જોકે આ સમગ્ર ઘટનામાં શાળાના શિક્ષકો સામે ગામ લોકોએ બેદરકારીનો આક્ષેપ કરતા ભારે ચકચાર મચી છે, ત્યારે ઘટનામાં વિદ્યાર્થીના મોત અંગેના ચોક્કસ કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સામે આવશે જ પરંતુ, શાળામાં વીજ કરંટ લાગે તે બાબત બેદરકારીથી ઓછી ન કહી શકાય, ત્યારે શાળાઓમાં પણ ભયજનક ઇલેક્ટ્રિક વપરાશ સહિતના જોખમોની યોગ્ય વ્યવસ્થા કરવા પણ જરૂરી બન્યા છે.

Intro:


ખેરાલુના મલેકપુર ગામે શાળામાં કરંટ લાગતા 12 વર્ષીય વિદ્યાર્થીનું મોતBody:



ખેરાલુ તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળામાં વીજ કરંટ લાગવાની દૂરઘટનામાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે

ખેરાલુ તાલુકો પછાત વિસ્તાર સમાન છે જ્યાં મોટા ભાગે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો વસવાટ કરે છે ત્યારે આવા જ એક પરિવાર માંથી આવતા 12 વર્ષીય ગજેન્દ્ર ઠાકોર નામનો વિધ્યાર્થી મલેકપુર ભાંઠા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો જ્યાં શાળા કાર્ય દરમિયાન બપોરે રિશેષના સમયે શાળાના મેદાનમાં રમતા રમતા પાણીની મોટરના વીજ જોડાણ સાથે અડકી જતા વીજળીનો ભારેખમ ઝટકો લાગતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાને પગલે ભારે શાળાના શિક્ષકો એ મૃતકના પરિવાર જનોને જાણ કરી ખેરાલુ પોલીસની મદદ લેતા મૃતક વિદ્યાર્થીનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને સોંપ્યો છે જોકે સમગ્ર ઘટનામાં શાળાના શિક્ષકો સામે ગામલોકો બેદરકારીનો આક્ષેપ લગાવતા ભારે ચકચાર મચી છે ત્યારે ઘટનામાં વિદ્યાર્થીના મોત અંગેના ચોક્કસ કારણો pm રિપોર્ટ અને પોલીસ તપાસમાં સામે આવશે જ પરંતુ શાળામાં વીજ કરંટ લાગે તે બાબત બેદરકારી થી ઓછી ન કહી શકાય ત્યારે શાળાઓમાં પણ ભયજનક ઇલેક્ટ્રિક વપરાશ સહિતના જોખમોની યોગ્ય વ્યવસ્થા કરવા પણ જરૂરી બન્યા છેConclusion:



રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.