ETV Bharat / state

મહેસાણામાં મંજૂરી વગર રેલી કરવાના કેસમાં રેશ્મા પટેલ કોર્ટમાં હાજર રહ્યાં

author img

By

Published : Mar 27, 2021, 1:17 PM IST

Updated : Mar 27, 2021, 2:20 PM IST

મહેસાણામાં પાટીદાર આંદોલન બાદ અનેક એવા જ્ઞાતિ, જાતિ અને સંગઠનોએ સામાજિક કે રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે આંદોલન અને રેલીઓ દોર શરૂ કર્યો હતો. મહેસાણામાં વર્ષ 2017માં સોમનાથ ચોક પર પાટીદાર નેતા રેશ્મા પટેલે, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારે અહીં એક રેલી સંબોધી હતી. આ રેલી મંજૂરી વિના યોજવામાં આવી હતી. એટલે પોલીસે કાયદાનો ભંગ કરવા બદલ 3 યુવા નેતા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધી હતી. એટલે આ કેસ અંગે મહેસાણાની કોર્ટમાં શનિવારે સુનાવણી હોવાથી રેશ્મા પટેલ કોર્ટમાં હાજર રહ્યાં હતાં.

મહેસાણામાં મંજૂરી વગર રેલી કરવાના કેસમાં રેશ્મા પટેલ કોર્ટમાં હાજર રહ્યાં
મહેસાણામાં મંજૂરી વગર રેલી કરવાના કેસમાં રેશ્મા પટેલ કોર્ટમાં હાજર રહ્યાં

  • મહેસાણામાં પરવાનગી વગર રેલી કાઢવાનો મામલો
  • પાટીદાર નેતા રેશ્મા પટેલ કોર્ટમાં રહ્યાં હાજર
  • વર્ષ 2017માં સોમનાથ ચોકમાં કરી હતી રેલી
  • પોલીસ મંજૂરી વગર રેલીનું કરાયું હતું આયોજન
  • ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારને પણ હાજર રહેવાનો હતો આદેશ
  • કોર્ટમાં બંને નેતા હાજર ન રહેતા કોર્ટે ફરી હાજર રહેવાનો કર્યો આદેશ
  • 5 એપ્રિલે સુનાવણી દરમિયાન બંને નેતાઓએ પણ હાજર રહેવું પડશે
    વર્ષ 2017માં સોમનાથ ચોકમાં કરી હતી રેલી
    વર્ષ 2017માં સોમનાથ ચોકમાં કરી હતી રેલી

આ પણ વાંચોઃ માણાવદર પાલિકા દ્વારા કરવામાં આવેલો વેરો વધારો 2 દિવસમાં પાછો નહીં ખેંચાય તો આંદોલન: રેશ્મા પટેલ

મહેસાણામાં પરવાનગી વગર રેલી કાઢવાનો મામલો
મહેસાણામાં પરવાનગી વગર રેલી કાઢવાનો મામલો

મહેસાણાઃ મહેસાણામાં પાટીદાર આંદોલન બાદ અનેક એવા જ્ઞાતિ, જાતિ અને સંગઠનોએ સામાજિક કે રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે આંદોલન અને રેલીઓ દોર શરૂ કર્યો હતો. મહેસાણામાં વર્ષ 2017માં સોમનાથ ચોક પર પાટીદાર નેતા રેશ્મા પટેલે, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારે અહીં એક રેલી સંબોધી હતી. આ રેલી મંજૂરી વિના યોજવામાં આવી હતી. એટલે પોલીસે કાયદાનો ભંગ કરવા બદલ 3 યુવા નેતા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં પોણા ચાર વર્ષે મહેસાણા કોર્ટમાં ચાર્જફ્રેમ કરવાની થતી હોવાથી કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવા હુકમ કર્યો હતો. જોકે, રેશ્મા પટેલ કોર્ટમાં હાજર રહી હતી. જ્યારે જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોર્ટમાં હાજર રહ્યા નહતા. કોર્ટે 5 એપ્રિલે તમામ આરોપીઓને હાજર રહેવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા બહાર હોબાળોઃ જિગ્નેશ મેવાણી LIVE

પાટીદાર નેતા રેશ્મા પટેલ કોર્ટમાં રહ્યાં હાજર

ગુજરાતમાં લોકશાહી નહીં ઠોકશાહી ચાલે છેઃ રેશ્મા પટેલ

રેશ્મા પટેલે મહેસાણા ખાતે આઝાદી કૂચ નામે યોજાયેલી રેલીમાં હાજરી આપતા તેમના પર સામાન્ય કેસ હોવા છતાં આજે કોર્ટ અને પોલીસ તંત્રમાં કાર્યવાહી થઈ રહી છે. જ્યારે સાચા આરોપીઓ ફરે છે ત્યારે આ લોકશાહી નહીં ઠોકશાહી ચાલુ કરાઈ હોવાનું નિવેદન આપ્યું હતું. આ કેસના અન્ય આરોપી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નામને બદલે જિગ્નેશ માવાણી કહી ઉલ્લેખ કરતા ઉપસ્થિત લોકોમાં હાસ્યનું કારણ ઉદભવ્યું હતું. પોતે કોર્ટના હુકમ અનુસાર 5 એપ્રિલ હાજરી આપશે.

Last Updated : Mar 27, 2021, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.