ETV Bharat / state

મહેસાણા સાંસદે દત્તક લીધેલા પઢારીયા ગામે રસિકરણની શું છે સ્થિતિ?

author img

By

Published : Jun 13, 2021, 9:08 PM IST

મહેસાણા
મહેસાણા

રાજ્યમાં રસીકરણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મહેસાણાનું પઢારીયા ગામ સાંસદે દત્તક લીધું છે અને ત્યાં પણ રસીકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. ETV Bharat દ્વારા આ ગામની પરિસ્થિતી જાણી રિયાલીટી ચેક કરાતા કેટલાક ખૂલાસાઓ સામે આવ્યા છે.

  • રસિકરણ મામલે સાંસદ દ્વારા ગામની મુલાકાત નહિ, માત્ર ટેલિફોનિક સૂચનો કરાયા
  • 45થી વધુ ઉંમરના 90 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ
  • 18થી વધુ વયનાં લોકો સ્વૈચ્છીક રીતે ઓનલાઈન નોંધણી કરાવી રસી મુકાવે છે
  • 3000ની વસ્તી ધરાવતા આ ગામમાં જ સબસેન્ટર પર રસી આપવામાં આવે છે

મહેસાણા: કોરોનાની બીજી લહેર ખૂબ ગંભીર સાબિત થઈ છે ત્યારે રસી એક વિકલ્પ માત્ર હોઈ પહેલા તંત્ર દ્વારા નાગરિકોને રસીકરણ માટે પ્રયાસો કરાયા હતા, જ્યારે હવે નાગરિકો પોતે રસી માટે આગળ આવી રહ્યા છે, ત્યારે મહેસાણા સાંસદે તાલુકાના પઢારિયા ગામે ETV Bharat દ્વારા જ્યારે ગામમાં રસીકરણ મામલે રિયાલીટી ચેક કરવામાં આવ્યું ત્યારે ગામના સરપંચ અને આરોગ્ય વિભાગ તરફથી મળેલી માહિતી પ્રમાણે ગામમાં કુલ 2,613 લોકોની વસ્તી છે. આ ગામમાં 60 વર્ષથી વધુ વયમાં 257 સામે 272 લોકોએ રસી લીધી છે, જ્યારે 45થી વધુ વયની કેટેગરીમાં 371 સામે 400 લોકોએ રસી લીધી, ગામમાં 45થી વધુની કેટેગરીમાં કુલ 658 લોકોમાંથી 672 લોકોએ પહેલો અને 458 લોકોએ બીજો ડોઝ લીધો છે. ગામના 90 ટકા લોકોએ રસી મુકાવી લીધી છે, જ્યારે 18થી વધુ કેટેગરીના યુવાઓ સ્વૈચ્છીક રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી રસી મુકાવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના વણી ગામમાં રસીકરણ કરવામાં આવ્યું

દત્તક ગામમાં રસીકરણ માટે સાંસદના પ્રયાસો

મહેસાણા જિલ્લામાં સાંસદ તરીકે વર્ષ 2019માં શારદાબેન પટેલ આવ્યા ત્યારે મહેસાણા તાલુકાનું પઢારિયા તેમણે દત્તક લીધેલા અને ગામના વિકાસ માટે વિચાર કર્યો હતો પરંતુ કોરોના જેવી બીમારીનો હાહાકાર જોવા મળતા સાંસદ દ્વારા ગામની મુલાકાત તો એક પણ વાર નથી કરાઈ પરંતુ તેમને સરપંચ સાથે સતત ટેલિફોનિક સંપર્ક રાખી ગામ લોકોને રસીકરણ સહિતના કામો માટે પ્રયાસ કર્યા છે.

આ પણ વાંચો: કચ્છના સુવઇ ગામમાં રસીકરણ અંગે જાગૃતતા લાવવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.