ETV Bharat / state

સાંસદે દત્તક લીધેલું પઢારીયા ગામ કોરોના સમયે કરી રહ્યું છે મુશ્કેલીઓનો સામનો

author img

By

Published : May 19, 2021, 5:11 AM IST

સાંસદે દત્તક લીધેલું પઢારીયા ગામ કોરોના સમયે કરી રહ્યું છે મુશ્કેલીઓનો સામનો
સાંસદે દત્તક લીધેલું પઢારીયા ગામ કોરોના સમયે કરી રહ્યું છે મુશ્કેલીઓનો સામનો

મહેસાણા જિલ્લામાં કોરોના સમયે હાહાકાર મચેલો જોવા મળી રહ્યો છે ત્યારે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, કેટલાક સદનસીબે સ્વસ્થ થઈ સામાન્ય જીવન જીવતા થઈ ગયા છે. જોકે આ તમામ પરિસ્થિતિ વચ્ચે ETV Bharat દ્વારા શરૂ કરાયેલ સિરીઝમાં ગામે ગામ ETV Bharatને પગલે અમારી ટીમે મહેસાણા જિલ્લામાં આવેલા પઢારીયા ગામના હાલ જાણવાનો પ્રયાસ કરતા કઈક ચોંકાવનારી વિગતો આ રીતે સામે આવી છે.

  • મહિલા સાંસદ શારદાબેન પટેલે આ ગામને વિકાસ કરવા દત્તક લીધું હતું
  • પઢારીયા ગામની કુલ વસ્તી 3000થી વધુ જેમાંથી 2100 ગામમાં રહે છે
  • ગામમાં અત્યાર સુધી કોરોનાનાં 15 જેટલા કેસ નોંધાયા
  • કોરોનામાં 2 લોકોના મોત થયા, હાલમાં 2 કેસ એક્ટિવ

મહેસાણાઃ પઢારીયા ગામ આમતો 3000ની વસ્તી ધરાવતું જિલ્લાનું નાનું એવું ગામ છે જે ક્યાંક વિકાસથી વંચીત હોઈ મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન પટેલ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે અને હજુ પણ તેમને અન્ય ગામો દત્તક લેવાની દરખાસ્ત મુકેલી છે. આ ગામ વિશે સ્થાનિકો પાસેથી માહિતી મેળવતા અત્યાર સુધીમાં કોરોનાના અંદાજે 15 જેટલા કેસો નોંધાયા છે અને 2 લોકોના અવસાન થયા છે. હાલમાં માત્ર 2 જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત હોઈ હોમ આઇસોલેટ થયેલા છે.

મહિલા સાંસદ શારદાબેન પટેલે આ ગામને વિકાસ કરવા દત્તક લીધું હતું
મહિલા સાંસદ શારદાબેન પટેલે આ ગામને વિકાસ કરવા દત્તક લીધું હતું

ગામ લોકોએ કોરોના કાળમાં ખૂબ કપરી પરિસ્થિતિનો સામનો કર્યો

મહેસાણા ટાલિકાનું પઢારીયા ગામ 3000 જેટલી જનસંખ્યા ધરાવતું ગામ છે. જ્યાં કોરોના ગાઈડલાઈનનું પાલન ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હોય તેમ ગામમાં જનસંખ્યાને જોતા બહુ ઓછું સંક્રમણ જોવા મળ્યું છે. કોરોનાની આ બીજી લહેરમાં ગામ લોકોને સ્થાનિકમાં સારવાર માટે કોઈ આરો ન હતો. જિલ્લાની હોસ્પિટલોમાં જગ્યાનો અભાવ હોવાથી નાના એવા ગામના લોકો દર્દીઓને લઈ અન્ય જિલ્લા સહિતની હોસ્પિટલોમાં સરાવાર અપાવવા દર દર ભટકવા મજબૂર બન્યા હતા.

ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર છતાં તબીબી સારવાર લેવા બહારના ગામોમાં જવું પડે છે

ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર છે પરંતુ ત્યાં કોઈ સરકારી તબીબ નહિ મુકાયા હોઈ માત્ર નર્સ દ્વારા સારવાર મળે છે. તબીબી સારવાર લેવા માટે ગામ લોકોને અન્ય ગામોમાં કે ખાનગી દવાખાને જવું પડે છે, ગામમાં વાવાઝોડાની પરિસ્થિતિ પહેલાના 3 દિવસથી રસીકરણ કામગીરી બંધ રહી છે અને જેનું થયું છે તે તમામ 45 વર્ષ ઉપરના છે અને 18 વર્ષથી યુવા કેટેગરીમાં કોઈપણને રસી મળી નથી. કોરોના ટેસ્ટિંગ માટે પણ ગામ બહાર જવું પડે છે, ગામમાં ઓક્સિજનની જરૂરિયાત સમયે નજીકમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટના સંચાલકનો સહયોગ મળતા તે જરૂરિયાત પૂરી થઈ રહી છે. જોકે સરકારના અધિકારી કે પદાધિકારીઓ દ્વારા આ બાબતે અહીં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી...!

આ પણ વાંચોઃ ETV Bharatની ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ગામની મુલાકાત

ગામનું સ્મશાનગૃહમાં લાકડા ન હોઈ મૃતકના સ્નેહીજનો જાતે જ લાકડા લાવી અંતિમ સંસ્કાર કરે છે

પઢારીયા ગામે કોરોના સમયે 15 લોકો સંક્રમિત થયા હતા જ્યારે 2 લોકો અતિ ગંભીર સ્થિતિમાં મુકાયેલ હોવાથી અંતે તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. ગામમાં સામાન્ય સંજોગોમાં પણ કોઈના મોત થતાં હોય છે ત્યારે ગામના સ્મશાનમાં પરિસ્થિતિનો ચિતાર મેળવતા સ્મશાનગૃહમાં લાકડા ન હોવાની માહિતી સામે આવી હતી. કોઈપણનું અવસાન થાય ત્યારે મૃતકના સ્નેહીજનો જાતે જ લાકડાની સગવડ કરે છે ત્યારે આ સંજોગો જોતા પઢારીયા ગામે સ્મશાન ગૃહમાં વિકાસ અને આયોજન જરૂરી બન્યું છે

કોરોનાને લઈ માર્કેટયાર્ડ બંધ હવાથી ખેડૂતોનો પાક ઘર કરી બેઠો

પઢારીયા ગામે કોરોનાના કેસો તો હળવા થઈ ગયા છે પરંતુ હાલના સંજોગે આ ગામના લોકો ખેતી આધારિત હોઈ ખેતીના ઉત્પાદન પાકો, બજારો, માર્કેટયાર્ડ બંધ રહેતા ઘર કરી બેસી પડ્યા રહ્યા છે ખેતીના ઉત્પાદનો વેચાણ ન થતાં ખેડૂતને આર્થિક ફટકો વાગી રહ્યો છે હાલમાં ખ્યાક ધિરાણ ભરવા કે નવી સીઝનમાં વવાણી માટેનું આયોજન કરવા ખેડૂત પાસે આર્થિક સગવડ અટવાઈ પડી છે. જે કદાચ હાલના સમયે આ ગામની મોટી સમસ્યા જોવા મળી રહી છે

કોરોના કાળમાં ગામના કમનસીબે મહિલા સાંસદે એક પણ વાર મુલાકાત નથી લીધી પરંતુ ફોન કર્યા છે

આમતો કહેવાય છે કે પારકી માં જ કાન વીંધે ત્યારે કાન વીંધાય ત્યારે આવી જ પરિસ્થિતિ પઢારીયા ગામ માટે જોવા મળી છે પઢારીયા ગામ આમતો કહેવા માટે સાંસદ દ્વારા દત્તક લેવામાં આવેલું ગામ છે. આ ગામમાં તબીબી સેવાનો અભાવ, સ્મશાનમાં લાકડાનો અભાવ, દર્દીઓને સારવાર માટે ગામ બહાર જવાની મજબૂરી, રસીના ડોઝ ખલાસ, અને ટેસ્ટિંગ માટે પણ બીજા ગામ જવું પડે છે,

આ પણ વાંચોઃ મોરબીના ઘુંટુ ગામે એક માસમાં કોરોનાનો હાહાકાર, સરકારી તંત્ર આકડા છૂપાવતું રહ્યું

6 બેડનું આઇસોલેશન બોર્ડ શરૂ કરાયું

ખેતીના પાકોનો વેપાર ન થતાં આર્થિક નુક્ષાન સહિતની પરેશાની આ ગામ લોકો વેઠી રહ્યાં છે પરંતુ સાંસદ દ્વારા કોરોના કાળમાં એક પણ વાર પોતાના દત્તક ગામની મુલાકાત કરવામાં નથી આવી અને ગામ લોકોએ જ પરિસ્થિતિનો સામનો જાતે કર્યો છે. અંતે ગામમાં સાંસદ દ્વારા ટેલિફિનિક સંપર્ક કરી એક 6 બેડનું આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 3 બેડ પુરુષ અને 3 સ્ત્રી કેટેગરી માટે પરંતુ અહીં આ શરૂ થયાના 15 દિવસ એટલે કે આજદિન સુધી એક પણ વ્યક્તિ અહીં દાખલ થયું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.