ETV Bharat / state

ગણપત યુનિવર્સીટીમાં ત્રી-દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

author img

By

Published : Jul 24, 2019, 2:27 AM IST

ગણપત યુનિવર્સીટીમાં ત્રી-દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

મહેસાણાઃ જિલ્લાની ગણપત યુનિવર્સીટીમાં ત્રીદિવસીય ઓરીએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ વિષયોના એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયુ હતું.

મહેસાણા જિલ્લામાં ખેરવા ગામ ખાતે આવેલ ગણપત વિદ્યાનગરમાં B SC અને M SC કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવરૂપી ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને તેમના વિષય અનુરૂપ માર્ગદર્શન અને પ્રેરણા પુરી પડાઈ હતી. આ ત્રી દિવસીય સમારોહમાં ગણપત યુનિવસિટી દ્વારા શૈક્ષણિક, પરીક્ષા સંશોધન, તાલીમ અને પ્લેસમેન્ટ અને નીતિનિયમોની જાણકારી આપી ઓરીએન્ટેશનના અંતિમ રમતોસવની પણ ઉજવણી કરવામાં આવી હતી.

ગણપત યુનિવર્સીટીમાં ત્રી-દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો

જેના પગલે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પોતાના કેમ્પસથી માહિતગાર થઈ પોતાના અભ્યાસ કાળમાં ગણપત યુનિવર્સીટીમાં ફૂલની જેમ ખીલી ઉઠે તેવો અનોખો પ્રયાસ કરાયો છે. આ પ્રસંગે સુરતના ચીફ મેડિકલ ઓફિસર એસ વી એનઆટી અને યુનિવર્સીટીના સંચાલકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી.

Intro:ગણપત યુનિવર્સીટીમાં ત્રીદિવસીય ઓરીએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયુંBody:મહેસાણા જિલ્લામાં ખેરવા ગામ ખાતે આવેલ ગણપત વિદ્યાનગરમાં B SC અને M SC કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવ રૂપી ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિષય તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને તેમના વિષય અનુરૂપ માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડવામાં આવી હતી તો ત્રી દિવસીય યોજાનાર અભિગમ સમારોહમાં ગણપત યુનિવસિટી દ્વારા દ્વારા શૈક્ષણિક, પરીક્ષા સંશોધન , તાલીમ અને પ્લેસમેન્ટ અને નીતિનિયમોની જાણકારી આપી ઓરીએન્ટેશન ના અંતિમ દિવસે અદ્યતન રમત ગામતના મેદાનમાં રમતોસવની પણ ઉજવણી કરવામાં આવશે જેને પગલે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પોતાના કેમ્પસ થી માહિતગાર થઈ પોતાના અભ્યાસ કાળમાં ગણપત યુનિવર્સીટીમાં ફૂલની જેમ ખીલી ઉઠે તેવો અનોખો પ્રયાસ કરાયો છે આ પ્રસંગે સુરતના ચીફ મેડિકલ ઓફિસર એસ વી એન આટી અને યુનિવર્સીટીના સંચાલકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતીConclusion:રોનક પંચાલ , ઈટીવી ન્યુઝ , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.