ETV Bharat / state

25 વર્ષીય એન્કર મોના સોલંકી સાથે 80 હજારની ઓનલાઈન ઠગાઈ

author img

By

Published : Apr 16, 2021, 6:19 PM IST

મહેસાણાના પાલવાસણા વિસ્તરમાં રહેતી એક શિક્ષિત 25 વર્ષીય યુવતી મોના સોલંકી નામની એંકરે પોતાના સાથે બનેલી ઓનલાઈન ઠગાઈની ઘટનામાં હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી આરોપી સામે કાર્યવાહી થાય અને પોતાના નાણાં પરત મળે તેવી માગ કરી છે.

ઓનલાઈન ઠગાઈ
ઓનલાઈન ઠગાઈ

  • 25 વર્ષીય એન્કર મોના સોલંકી સાથે 80 હજારની ઓનલાઈન ઠગાઈ
  • ઇન્સ્ટાગ્રામ પર અજાણી વ્યક્તિ સાથે ટ્રેડિંગ કરતા 80 હજારનો ચૂનો લાગ્યો
  • ક્રિપ્ટો કરન્સીમાં 30 હજારનું ટ્રેડિંગ કરી 1 લાખ લેવા જતા 80 હજાર ગુમાવ્યા

મહેસાણા: 25 વર્ષીય એન્કર સ્ટેજ પ્રોગ્રામ કે જાહેર કાર્યક્રમો માટે એન્કરિંગનું કામ કરે છે, જે દર્શકો સાથે જોડાયેલી હોઈ પોતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ કરે છે. આ યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અજાણી વ્યક્તિનું "Profitmania" નામે એકાઉન્ટ હતું. યુવકે શાસ્વત વર્મા હોવાની ઓળખ આપી યુવતીને મેસેજ કર્યો હતો.

યુવતીએ નોંધાવી ફરિયાદ

મેસેજ દરમિયાનની વાતચીતમાં ક્રિપ્ટો કરન્સીમાં 30 હજારના ઇન્વેસ્ટમેન્ટ સામે 1 લાખ રૂપિયા આપવાની વાત કરી ત્યારે આ યુવતીએ વિશ્વાસ મૂકી ફોન પે દ્વારા 30 હજાર રૂપિયા સામેના યુવકે જણાવેલ નંબર પર મોકલી આપ્યા હતા. જે બાદ યુવકે ફરી એકવાર સિક્યુરિટીના નામે વધુ 50 હજાર માંગણી કરી હતી, તે પણ યુવતીએ પૂરી કરી હતી. પરંતુ યુવકે વધુ કેટલાક રૂપિયાની માંગણી કરતા યુવતીએ પોતે છેતરાયનું માની મિત્રની સલાહ લઈ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. જે ઓનલાઈન ફરિયાદ આધારે તપાસ થતા ઓનલાઈન છેતરપિંડી આચરનાર શક્શ શાસ્વત વર્મા નહિ પરંતુ પશ્ચિમ બંગાળના મેદીનીપૂરના કુલદીહનો સનુ મહત નામનો શક્શ હોવાનું સામે આવતા યુવતીએ મહેસાણા તાલુકા મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:આ નવા ઑનલાઇન કૌભાંડથી ચેતજો!

અજાણી વ્યક્તિ સાથે વાતચિત ન કરવી

હાલમાં સોશિયલ મીડિયા સાથે શિક્ષિત કે અભણ તમામ પ્રકારના લોકો પોતાના જુદા જુદા એકાઉન્ટ બનાવી તેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હાલમાં આ જ સોશિયલ મીડિયા પર કેટલાક સાયબર ક્રિમિનલો બેફામ બન્યા છે જેઓ પોતાની ટેક્નિકલ સર્વેલન્સની મદદથી માઈલો દૂર બેઠા હોવા છતાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ગુગલ પે, ફોન પે સહિતના જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરી લોભામણી લાલચ કે મદદ કરવાના બહાને ચેટિંગ કરી કે ફોન પર વાતો કરી નાગરીકોને અને તેમના મોબાઈલ કોમ્પ્યુટર જેવા ઉપકરણોને ઍક્સેસ કરી લે છે. ત્યારે આવા સાયબર ક્રિમિનલો પોતાની વાતોમાં અને ટેક્નિકલ આવડતથી માયાજાળ રચી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે નાગરિકોના ખાતામાંથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી જાય છે.

આ પણ વાંચો:ગોંડલના સંગીત શિક્ષક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા, ઓનલાઈન 49 હજારની છેતરપિંડી

OTP નંબર કે અન્ય ડેટા અન્ય લોકો સાથે શેર ન કરવા

સોશિયલ મીડિયા ઉપયોગકર્તાઓ સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે ત્યારે ETV ભારતના એક સર્વેમાં મળતી માહિતી પ્રમાણે ઓનલાઈન ચેટિંગ કે વાત કરતા પહેલા સામેના વ્યક્તિને ઓળખ મેળવવા પ્રયાસ કરવો જોઈએ. ક્યારેય પણ લાલચમાં ન આવવું જોઈએ અને તમારા બેન્ક એકાઉન્ટ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સહિતના ઓનલાઈન ટ્રાન્જેક્શનના માધ્યમોના સિક્રેટ ડેટા નંબર અન્ય પાસે ન જાય તેની કાળજી રાખવી જોઈએ, ક્યારેય પણ તમારું ઓનલાઈન ટ્રાન્જેક્શન અસફળ બને અને ખાતામાંથી પૌસ કપાઈ ગયા હોય ત્યારે ઉતાવળ કરી ઓનલાઈન ટોલ ફ્રી દર્શવેલા નંબર પર કોલ કે SMS ન કરવો જોઈએ. જાતે બેન્ક શાખામાં જઈ રૂબરૂ તપાસ કરવી જોઈએ અને ક્યારેય પ્લે સ્ટોરમાં કોઈ અનુભવ વગરની એપ્લિકેશન ન નાખવી કે કોઈ અજાણી લિંકો પર ક્લિક ન કરવી જોઈએ. મહત્વનું છે કે, સાયબર ક્રિમિનલો મોટા ભાગે ફોન કરી તમને OTP કે અન્ય નંબરો માગે છે ત્યારે તે આપવા ન જોઈએ. આજ રીતે તમારા ઈમેલ પર આવતી લોભામણી જાહેરાતોને ક્લિક ન કરવી જોઈએ, મહત્વનું છે કે સાયબર ક્રિમિનલો શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસે બેંકો બંધ હોય તેવો ઘાટ જોઈ બપોરના સમયે ફેક કોલ કે ઈમેલ અથવા SMS દ્વારા લોકોને છેતરવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે નગરિકોએ પોતે જાતે જ સતર્ક રહેવું જોઈએ કારણ કે તે દિવસે તમે બેન્ક શાખાની મદદ પણ નથી લઈ શકતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.