ETV Bharat / state

સતલાસણામાં વરસાદ માટે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાજ અદા કરી

author img

By

Published : Jul 28, 2019, 2:30 PM IST

વરસાદ માટે મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં નમાજ અદા કરી

સતલાસણા: દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ જાણે મેઘરાજા રિસામણે બેઠા હોય તેમ રાજ્યભરમાં ક્યાંય ટીપું પણ વરસાદ પડ્યો નથી. રાજ્યભરમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં મહેસાણાના સતલાસણામાં વરસાદ માટે મુસ્લિમ બિરાદરોએ સામૂહિક રીતે એકત્ર થઈ નમાજ અદા કરી હતી.

હાલમાં ચોમાસું માધ્યમ વર્તાઈ રહ્યું છે, ત્યારે ક્યાંક વરસાદ છે તો ક્યાંક આજે પણ જગતના તાત વરસાદ માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ ન આવતા હવે મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ અકળાયા છે. જિલ્લાના સતલાસણા તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરો ખાસ કરીને ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. વરસાદ ન આવતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ મુશ્કેલીમાં મુકાયો છે, ત્યારે કુદરતને મનાવવા મનુષ્ય ધાર્મિક વિધિ વિધાનને અપનાવી રહ્યા છે. જેમાં આ તાલુકાના મુસ્લિમ બિરાદરોએ પણ સામુહિક રીતે એકત્ર થઈ નમાજ અદા કરી હતી. મુસ્લિમ બિરાદરોએ નમાજ એદા કરતા દુઆ કરી હતી કે વરસાદ આવે તો પશુપાલન અને ખેતીનો વ્યવસાય સારી રીતે સફળ બને.

વરસાદ માટે મુસ્લિમ બિરાદરોએ સમૂહમાં નમાજ અદા કરી
Intro:સતલાસણામાં વરસાદ માટે મુશ્લિમ બિરાદરોએ સામુહિક રોતે ભેગા મળી નમાજ અદા કરી

Body:હાલમાં ચોમાસુ માધ્યમ વર્તાઈ રહ્યું છે ત્યારે ક્યાંક વરસાદ છે તો ક્યાંક આજે પણ જગતના તાત વરસાદ માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ ન આવતા હવે મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ અકળાયા છે જિલ્લાના સતલાસણા તાલુકામાં વસતા મુશલીમ બિરાદરો ખાસ કરીને ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ વરસાદ ન આવતા ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ આજે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે કુદરતને રિજજવવા મનુષ્ય ધાર્મિક વિધિ વિધાનને અપનાવી રહ્યો છે જેમાં આ તાલુકાના મુશ્લિમ બિરાદરો એ પણ સામુહિક રીતે ભેગા થઈ નમાજ અદા કરી છે મુશ્લિમ બિરાદરોએ નમાજ એડા કરતા દુઆ કરી છે કે વરસાદ આવે તો પશુપાલન અને ખેતી નો વ્યવસાય સારી રીતે સફળ બને... ત્યારે હવે કુદરત મનુષ્યની આ અરજ ક્યારે સ્વીકાર કરે છે અને વરસાદ થી વંચીત મહેસાણા જિલ્લામાં પણ મેઘમહેર ક્યારે થાય છે..?Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.