ETV Bharat / state

ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણના હસ્તે મહેસાણામાં ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન

author img

By

Published : Feb 9, 2021, 1:17 PM IST

યુવા પ્રતિભાઓને સારામાં સારું ક્રિકેટ કોચિંગ આપવા તથા તેમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ (CAP)ના સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એકેડમીમાં 6 થી21 વર્ષના છોકરા અને છોકરીઓને કોચિંગ અપાશે.

મહેસાણામાં ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણના હસ્તે ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન
મહેસાણામાં ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણના હસ્તે ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન

  • ક્રિકેટર્સને અદ્યતન કોચિંગ તકનીકોથી સજ્જ કરાશે
  • પાંચ પ્રતિભાશાળી બાળકોને વિશેષ શિષ્યવૃત્તિ ઓફર કરાઇ
  • જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ અને CAPના MD હરમીત વસદેવ ઉપસ્થિત રહ્યાં

મહેસાણાઃ જિલ્લામાં યુવા પ્રતિભાઓને સારામાં સારું ક્રિકેટ કોચિંગ આપવા તથા તેમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ (CAP)ના સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ અને CAPના મેનેજિંગ ડાયરેક્ટર હરમીત વસદેવ ઉપસ્થિત રહ્યાં હતાં. આ એકેડમી શહેરમાં ઉભરતાં ક્રિકેટર્સને અદ્યતન કોચિંગ તકનીકોથી સજ્જ કરીને તેમને પ્રશિક્ષિત કરશે.

ક્રિકેટર ઈરફાન પઠાણ હાથમાં બેટ લઈને
ક્રિકેટર ઈરફાન પઠાણ હાથમાં બેટ લઈને

એકેડમીમાં 6થી 21 વર્ષના છોકરા અને છોકરીઓને કોચિંગ અપાશે

મહેસાણામાં પ્રતિભાનો વિશાળ સમૂહ છે અને CAP પ્રતિભાના સમૂહનો ઉપયોગ કરીને શહેરમાંથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટર્સ તૈયાર કરવા ઉત્સુક છે. મહેસાણામાં એકેડમીના લોંચ પહેલાં જ 200થી વધુ રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયાં છે. એકેડમીમાં 6 થી21 વર્ષના છોકરા અને છોકરીઓને કોચિંગ અપાશે.

મહેસાણામાં CAPનો પ્રારંભ

તાજેતરમાં પટનામાં કેપ એકેડમીના બે ખેલાડીઓએ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં બિહારની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ ભારતભરમાંથી 50 વિદ્યાર્થીઓએ વિવિધ જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું છે. CAP હાલમાં દિલ્હી, નોઇડા, પટના, જયપુર, મૈસુર, સેંગુર, લખનઉ, રાંચી, લુધિયાણા, કોટા, બેંગાલુરુ, રાજકોટ, હિસાર, મોરબી, અકોલા, પોર્ટ બ્લેર અને લુણાવાડામાં પ્રતિભાઓના વિકાસ માટે કાર્યરત છે.

એકેડમીમાં 6 થી21 વર્ષના છોકરા અને છોકરીઓને કોચિંગ અપાશે
એકેડમીમાં 6 થી21 વર્ષના છોકરા અને છોકરીઓને કોચિંગ અપાશે

શહેરમા ઉભરતાં ક્રિકેટરોને વિશ્વસ્તરે લઈ જવાનું આયોજન

ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ (CAP)ના ડાયરેક્ટર ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે, “અમે મહેસાણામાં ઉભરતાં ક્રિકેટર્સને વિશ્વ-સ્તરીય ક્રિકેટ કોચિંગ પ્રદાન કરવા CAP એકેડમી લોંચ કરવા તેઓ ઉત્સાહિત છે. તેઓ અત્યંત પ્રતિભાશાળી પાંચ બાળકોને શિષ્યવૃત્તિ પણ આપી છે કે જેઓ ક્રિકેટ કોચિંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. તેમનું માનવું છે કે નાણાને કારણે પ્રતિભાના નિખાર સામે અવરોધ પેદા થવો જોઇએ નહીં. આ લોંચ સાથે તેઓ ગુજરાતમાં તેમની ઉપસ્થિતિ વિસ્તારી રહ્યાં છે અને યુવા ક્રિકેટર્સના વિશાળ સમૂહને વિશ્વસ્તરીય કોચિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા ઉપર તેમનું ધ્યાન કેન્દ્રિત છે. જેથી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટર્સ તૈયાર કરી શકાય. તેમને વિશ્વાસ છે કે CAPને મહેસાણામાં અભુતપૂર્વ સહયોગ પ્રાપ્ત થશે.”

CAP મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું કે...

CAPના મેનેજિંગ ડાયરેક્ટર હરમીત વસદેવે જણાવ્યું હતું કે, “તેમની આક્રમક વિસ્તરણ યોજનાઓ અંતર્ગત તેઓ વર્ષ 2021ના અંત સુધીમાં 25 શહેરોમાં CAP એકેડમી લોંચ કરવાની યોજના ધરાવે છે. જેમાં હૈદરાબાદ, જોધપુર, કોલકત્તા, પૂના, ભુવનેશ્વર, શ્રીનગર, કોઇમ્બતુર, વિશાખાપટ્ટનમ્, આગ્રા, મથુરા, બિજનોર, ગુલબર્ગ અને બેરહામપુર સહિતના 25 શહેરો સામેલ છે. તેઓ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં તેમની કામગીરી વિસ્તારવા ઉપર કેન્દ્રિત છે. જેથી ઉભરતાં ક્રિકેટર્સને વિશ્વસ્તરીય કોચિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તકો પ્રદાન કરી શકાય.” ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ (CAP) ભારતમાં ક્રિકેટ કોચિંગ અને વિકાસના ધોરણોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. મજબૂત અભ્યાસક્રમ સાથે પઠાણ બંધુઓ વિવિધ પહેલો દ્વારા ભારતીય ક્રિકેટના ભાવિષ્યને આકાર આપવા સજ્જ છે.

મહેસાણામાં CAPનો પ્રારંભ
મહેસાણામાં CAPનો પ્રારંભ

વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહેશે

અભ્યાસક્રમના ભાગરૂપે એકેડમી વિદ્યાર્થીઓના પોષણ, સાઇકોલોજી અને શારીરિક વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે, જે માટે ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશનલ માર્ગદર્શન આપી એકેડમીએ સ્ટાન્સબીમ સાથે તેની પ્રોડક્ટ સ્ટાન્સબીમ સ્ટ્રાઇકર માટે જોડાણ કર્યું છે, જે ક્રિકેટ એનાલિટિક્સ માટે ટેક ઇનોવેશન છે. તે કોઇપણ ક્રિકેટ બેટ ઉપર ગોઠવી શકાય છે તથા રેગ્યુલર બેટને સ્માર્ટ ટેક ડિવાઇસમાં પરિવર્તિત કરીને બેટ સ્પીડનું એનાલિસીસ, 3D સ્વિંગ એનાલિસિસ, પાવર ફેક્ટર અને શોટ ક્ષમતાને રિયલ-ટાઇમમાં જાણી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.