ETV Bharat / state

મહેસાણામાં પ્રજાજનોની સુરક્ષામાં સજજ પોલીસ કર્મયોગીઓનું હેલ્થ ચેકઅપ કરાયું

author img

By

Published : Apr 10, 2020, 11:02 PM IST

સમગ્ર દેશમાં જ્યારે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા સતત અને યોગ્ય પગલાં લેવાઇ રહ્યાં છે.

health check up of government and medical officials
મહેસાણામાં પ્રજાજનોની સેવામાં સજજ પોલીસ કર્મયોગીઓનું હેલ્થ ચેકઅપ કરાયું

મહેસાણા : મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘના નેતૃત્વ હેઠળ કોરોના વાઈરસ સંકમણ અટકાયત કામગીરી કરતા પોલીસકર્મીઓ, જી.આર.ડી , હોમગાર્ડ અને ટી.આર.બી.ની સલામતીને ધ્યાને રાખીને તેમનો હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યો હતો.

લોકોની સેવા અને સલામતીના અંતર્ગત જે લોકો પોતે ફરજ નિભાવી રહ્યાં છે, તેઓ ખુદ કોરોનાગ્રસ્ત ન બની જાય અને ખૂબ સારી રીતે લોકોની સેવા કરી શકે, સલામતી અને સુરક્ષા દેશની જળવાઈ રહે તે અનુસંધાને ફરજ બજાવતા કર્મચારીઓ, પોલીસ, હોમગાર્ડ વગેરેની હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ચેકઅપના પગલે પ્રજાજનોએ આ કામગીરીને બિરદાવી હતી.

લૉકડાઉનમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓના સ્વાસ્થ્યને લગતી ચિંતા કરીને મહેસાણા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલ આ ઉત્તમ પગલાએ મહેસાણાને એક નવી દિશા ચીંધી છે, જે કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવામાં ખૂબ જ સહયોગી બની રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.