ETV Bharat / state

તરભ વાળીનાથ અખાડાના ગુરુ શ્રી બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ ટ્વિટ કરી શોક વ્યકત કર્યો

author img

By

Published : Dec 25, 2020, 8:15 AM IST

Updated : Dec 25, 2020, 9:31 AM IST

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ તરભ ગામ વાળીનાથ બાપુના ધામ એવા અખાડાથી સમગ્ર દેશ વિદેશમાં જાણીતું છે. ત્યારે રબારી સમાજની આસ્થા અને ધાર્મિક સ્થાન એવા વાળીનાથ ધામના મહંત ગુરુશ્રી 1008 બળદેવગીરીજી મહારાજ ટૂંકી માંદગી બાદ સંધ્યા આરતી લઈ બ્રહ્મલીન પામતા સમગ્ર સમાજ અને ગુરુધર્મ પ્રેમી ભકતોમાં ભારે શોકની લાગણી ઉભરાઈ આવી છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં જ્યારે ગુરુને ગોવિંદનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રબારી સમાજના ભક્તો માટે મોટી ખોટ વર્તાઈ છે.બ્રહ્મલીન બાપુને શ્રદ્ધાંજલિ પાઠવવા દેશના વડાપ્રધાનથી લઈને રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ શોકભરી લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું છે.

તરભ વાળીનાથ અખાડાના ગુરુ શ્રી બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા
તરભ વાળીનાથ અખાડાના ગુરુ શ્રી બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા

  • તરભ વાળીનાથ અખાડાના ગુરુ બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા
  • સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી છે વાળીનાથ ધામમાં
  • સંતગુરુ બ્રહ્મલીન થતા અનેક ભક્તોમાં તેમના પ્રત્યે રહેલો ભાવ ઉભરી આવ્યો
  • ગુરુજીના દર્શન, શોભાયાત્રા બાદ સમાધિ આપવામાં આવશે.

મહેસાણા : જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ તરભ ગામ આમ તો એક નાનું ગામ છે. પરંતુ આ ગામ વાળીનાથ બાપુના ધામ એવા અખાડાથી સમગ્ર દેશ વિદેશમાં જાણીતું છે. ત્યારે રબારી સમાજની આસ્થા અને ધાર્મિક સ્થાન એવા વાળીનાથ ધામના મહંત ગુરુશ્રી 1008 બળદેવગીરીજી મહારાજ ટૂંકી માંદગી બાદ સંધ્યા આરતી લઈ બ્રહ્મલીન પામતા સમગ્ર સમાજ અને ગુરુધર્મ પ્રેમી ભકતોમાં ભારે શોકની લાગણી ઉભરાઈ આવી છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં જ્યારે ગુરુને ગોવિંદનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રબારી સમાજના ભક્તો માટે મોટી ખોટ વર્તાઈ છે. આજે ભક્તોની લાગણી આશ્વાસન આપવા અને બ્રહ્મલીન બાપુને શ્રદ્ધાંજલિ પાઠવવા દેશના વડાપ્રધાનથી લઈને રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ શોકભરી લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું છે.

  • રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગીરી બાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી દુ:ખ અનુભવું છું.

    ઈશ્વર એમના આત્માને સદગતિ અર્પે તથા હજારો અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના...ઓમ શાંતિ....!!

    — Narendra Modi (@narendramodi) December 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • રબારી સમાજના ગુરુ બળદેવગીરીજી મહારાજના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું.

    પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને ભક્તગણને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.

    ૐ શાંતિ...!!

    — Vijay Rupani (@vijayrupanibjp) December 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બળદેવગીરીજી બાપુને મોક્ષ એકાદશીએ દર્શન, શોભાયાત્રા બાદ સમાધિ આપવામાં આવશે

હજારો લાખો ભક્તો અને સમાજના રાહ ચીંધક એવા પૂજનીય ગુરુના દેવલોક પામવાથી ભકતોમાં ભારે આઘાત પ્રવર્તયો છે. જોકે, બળદેવગીરીજી બાપુના પાર્થિવ દેહને આજે સવારે 8 વગયાથી બપોરના 3 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે રાખી બેફામ શોભાયાત્રા કાઢવામાં આવશે. જે બાદ બાપુને તેમની તપોભૂમિ એવા વાળીનાથ અખાડાની જગ્યા પર પૂર્ણ સન્માન સાથે વિદાય આપતા સમાધિ આપવામાં આવશે.

  • વાળીનાથ ધામ - તરભ રબારી સમાજની ગુરુગાદીના પુજ્ય મહંત બળદેવગીરી મહારાજશ્રી દેવલોક પામ્યાં છે તે લાખો ભક્તો માટે દુઃખદ સમાચાર છે. સ્વર્ગસ્થ બળદેવગીરી મહારાજશ્રીને શત શત પ્રણામ સાથે શ્રદ્ધાંજલી પાઠવું છું. pic.twitter.com/YVuma66L81

    — Nitin Patel (@Nitinbhai_Patel) December 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બળદેવગીરીજી બાપુના બ્રહ્મલીનના સમાચાર મળતા નેતાઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી

સામાન્ય રીતે ભારત ભરમાં રબારી સમાજ માટે તરભ વાળીનાથ ધામ એટલ કે ધર્મ અને ગુરુની ભક્તિનું સાચું પવિત્ર ધામ છે. ત્યારે મોટા પ્રમાણમાં માલધારી સમાજના લોકો અહીં ધાર્મિક આસ્થા અને લાગણી સાથે જોડાયેલા હોઈ આજે ભક્તોની લાગણી આશ્વાસન આપવા અને બ્રહ્મલીન બાપુને શ્રદ્ધાંજલિ પાઠવવા દેશના વડાપ્રધાનથી લઈને રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોએ શોકભરી લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું છે.

તરભ વાળીનાથ અખાડાના ગુરુ શ્રી બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા
તરભ વાળીનાથ અખાડાના ગુરુ શ્રી બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા
Last Updated : Dec 25, 2020, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.