ETV Bharat / state

મહેસાણામાં મતગણતરી કેન્દ્ર પર હોબાળો મચ્યો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો કેમ ખારા થયાં જૂઓ

author img

By

Published : Dec 7, 2022, 9:56 PM IST

મહેસાણામાં મતગણતરી કેન્દ્ર પર હોબાળો મચ્યો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો કેમ ખારા થયાં જૂઓ
મહેસાણામાં મતગણતરી કેન્દ્ર પર હોબાળો મચ્યો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો કેમ ખારા થયાં જૂઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પરિણામો આવવાની ઘડીઓ (Gujarat Election 2022 Counting Day ) ગણાઇ રહી છે ત્યારે રાજકીય પક્ષોનું ધ્યાન મતગણતરી કેન્દ્રોની ( Mehsana Counting Center ) ગતિવિધિ પર છે. મહેસાણામાં મતગણતરી કેન્દ્ર પર કાળા કાચની ગાડીએ પ્રવેશ કરતા કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવાર સહિત સમર્થકોએ હોબાળો ( Issue of Cars with black glass ) મચાવ્યો હતો.

મહેસાણા વિધાનસભા ચૂંટણીમાં મહેસાણાથી વિસનગર રોડ પર આવેલ મર્ચન્ટ કેમ્પસ ખાતે ગણતરી સેન્ટર પર કાળા કાચની ગાડીઓ પ્રવેશ કરતા કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવાર સહિત સમર્થકો એ મતગણતરી સેન્ટર ( Mehsana Counting Center )પર હોબાળો મચાવ્યો હતો. જેમાં કલેકટરે દોડી આવી તપાસ કરતા કાળા કાચની ગાડીઓ ( Issue of Cars with black glass )ફરજ પરના કર્મચારીઓની હોવાની હકીકત સામેે આવતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો.આવતીકાલે પરિણામો (Gujarat Election 2022 Counting Day ) છે ત્યારે આ બાબતે ખળભળાટ મચ્યો હતો.

મતગણતરી કેન્દ્ર પર કાળા કાચની ગાડીએ પ્રવેશ કરતા મચ્યો હોબાળો

કાળા કાચની 4 જેટલી ખાનગી ગાડીઓ આવી મહેસાણા જિલ્લામાં 7 વિધાનસભા બેઠકો માટે મતદાન બાદ તમામ 1869 જેટલા EVM મશીન મહેસાણા વિસનગર રોડ પર આવેલ મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ ( Mehsana Counting Center )ખાતે નિર્મિત વેર હાઉસમાં લઈ જઈ લોખંડી સુરક્ષા સાથે સ્ટોર કરવામાં આવ્યા હતાં. વેર હાઉસ પર અજુગતી ગતિવિધિ સર્જાય કે નહીં તેની ધ્યાન રાખવા સુરક્ષા કર્મીઓ ઉપરાંત રાજકીય પાર્ટીના કાર્યકરો ગણતરી સેન્ટરના ગેટ બહાર બાજનજર રાખી બેઠા ફહ્ય હતાં ત્યાં અચાનક કાળા કાચની 4 જેટલી ખાનગી ગાડીઓ( Issue of Cars with black glass ) મતગણતરી સેન્ટરમાં ઘૂસી જતા ગાડીઓ મામલે અનેક શંકાઓ કુશંકાઓ અને ગેરરીટીના આક્ષેપો સાથે હોબાળો મચી જવા પામ્યો હતો.

સી કે ચાવડા દોડી આવ્યાં બનાવની માહિતી મળતા કોંગ્રેસના વિજાપુરના ઉમેદવાર સી.કે. ચાવડા, વિસનગરના કિરીટ પટેલ સહિત આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો મતગણતરી સેન્ટર ( Mehsana Counting Center )પર દોડી આવી ભારે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી પણ સ્થળ પર દોડી આવી તપાસ કરાવતા કાળા કાચવાળી ગાડીઓ ( Issue of Cars with black glass ) ફરજ પરના કર્મચારીઓની હોવાની હકીકત સામે આવી હતી. જોકે હાજર લોકોએ કર્મચારીઓની ગાડીઓ કાળા કાચની હોવા મામલે કાયદાનો ભંગ કરાયો હોવાનો આક્ષેપ કરતા તંત્રનો ઘેરાવો કરતા અંતે ભારે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

કાળા કાચની ગાડીઓ સામે શંકાકુશંકાઓ સેવાઇ મતગણતરી સેન્ટર ( Mehsana Counting Center ) પર કાળા કાચવાળી ગાડીઓ ઘૂસતા બાજ નજર રાખી બેઠેલા વિવિધ રાજકીય પાર્ટીના લોકોએ હોબાળો મચાવી કલેકટરને કરી હતી. ત્યાં કાળા કાચની ગાડીઓ કર્મચારીઓની હોવાનો ખુલાસો થતા હજાર લોકોએ ખાનગી ગાડીઓ અને તે ગાડીઓના કાળા હોવા મામલે તંત્ર સામે સવાલ ઉઠાવતા સામાન્ય નાગરિકોને કાળા કાચના વાહનો ( Issue of Cars with black glass )સામે દંડ અને કાર્યવાહી કરાય છે તો આ કર્મચારીઓ સામે કેમ નહીં અને અહીં કેમ મોટી સઁખ્યામાં કાળા કાચની ગાડીઓ લાવવામાં આવી છે તેવી અનેક શંકાઓ કુશંકાઓ પ્રવર્તી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.