ETV Bharat / state

કલેકટર ઉદિત અગ્રવાલ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને કરી સમીક્ષા

author img

By

Published : Dec 8, 2022, 7:25 AM IST

કલેકટર ઉદિત અગ્રવાલ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને કરી સમીક્ષા
કલેકટર ઉદિત અગ્રવાલ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને કરી સમીક્ષા

મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે મતગણતરી કેન્દ્રનું (Counting of votes in Mehsana) નિરીક્ષણ કરી આવશ્યક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મતગણતરી કેન્દ્ર ખાતે તૈનાત પોલીસ સ્ટાફ અને મિલિટરી જવાનોને મળી ત્રિ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અંગે ચકાસણી કરી હતી. (Gujarat Assembly Election 2022)

મહેસાણા : જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે આજે રોજ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણા ખાતે મતગણતરી (Counting of votes in Mehsana) હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દરેક વિધાનસભા દીઠ 14 જેટલા ટેબલો ગોઠવીને મતગણતરી થશે. જેમાં એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ એક-એક સુપરવાઈઝર સહિતનો સ્ટાફ મતગણતરીના કાર્યમાં જોડાશે. (Merchant Engineering College counted votes)

કલેકટર ઉદિત અગ્રવાલ બાસણા કોલેજ મતગણતરી કેન્દ્રની મુલાકાત લઇ અધિકારીઓને આપી સૂચના

કાલે સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી થશે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ કોલેજ બહાર પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્રએ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પંચના નિયમ મુજબ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતગણતરી સવારે 8 કલાકે થી શરૂ થશે. મતગણતરી (Mehsana Election Result) સેન્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. (Mehsana assembly seat)

કલેકટરનું નિરીક્ષણ મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે (Mehsana District Collector Udit Agarwal) મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કરી આવશ્યક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ CCTV કેમેરા અને LED સ્ક્રીનની વ્યવસ્થા, અધિકારીઓ અને રાજકીય પક્ષોના ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, કંટ્રોલ રૂમ, મીડિયા રૂમ સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મતગણતરી કેન્દ્ર ખાતે તૈનાત પોલીસ સ્ટાફ અને મિલિટરી જવાનોને મળી ત્રિ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અંગે ચકાસણી કરી હતી. (Mehsana Assembly Candidate)

ક્યાં કેટલા મતદાન મથકો ઉલ્લેખનીય છે કે 20 ખેરાલુમાં 270 મતદાન મથકો, 21 ઊંઝામાં 246 મતદાન મથકો, 22 વિસનગરમાં 238 મતદાન મથકો, 23 બેચરાજીમાં 285 મતદાન મથકો, 24 કડીમાં 307 મતદાન મથકો, 25 મહેસાણા 275 મતદાન મથકો, 26 વિજાપુરમાં 248 મતદાન મથકો સહિત કુલ 1869 મતદાન મથકો આવેલા છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.