ETV Bharat / state

કડી મુક્તિધામની ભઠ્ઠીનું સ્ટ્રક્ચર ડેમેજ થતાં ભઠ્ઠી બંધ કરાઇ

author img

By

Published : Apr 26, 2021, 10:51 PM IST

કડી મુક્તિધામની ભઠ્ઠીનું સ્ટ્રક્ચર ડેમેઝ થતાં ભઠ્ઠી બંધ કરાઇ
કડી મુક્તિધામની ભઠ્ઠીનું સ્ટ્રક્ચર ડેમેઝ થતાં ભઠ્ઠી બંધ કરાઇ

કડી સ્મશાનગૃહની ભઠ્ઠીમાં બાંધકામ સ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રીક વાયરિંગ સહિતની ચીજવસ્તુઓ હાલમાં ક્ષતિયુક્ત હાલતમાં જોવા મળી રહી છે. જેને લઈ 23 એપ્રિલથી આ ભઠ્ઠી બંધ કરી દેવામાં આવી છે.

  • કડી મુક્તિધામ ખાતે 15 દિવસમાં 49 કોરોનાગરસ્તોના અંતિમ સંસ્કાર કરાયા
  • ભઠ્ઠીનું સ્ટ્રક્ચર ડેમેઝ થતાં 23 એપ્રિલથી ભઠ્ઠી બંધ કરાઈ
  • કડીમાં એક માત્ર ગેસ સંચાલિત ભઠ્ઠીનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે

મહેસાણાઃ જિલ્લામાં કોરોના સંક્રમણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખૂબ વધી રહ્યું છે ત્યારે જિલ્લામાં આવેલા કડી શહેરમાં પણ હોસ્પિટલો હાઉસફૂલ છે જોકે કોરોનાની સારવાર વચ્ચે આ કપરા કાળમાં કેટલાય પરિવારોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. જેમાં કડી ખાતે આ દુઃખની ઘડીએ અંતિમ વિસામો બનતા મુક્તિધામ ખાતે આવેલ ગેસની ભઠ્ઠીમાં મોટાભાગના લોકોને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે ત્યારે 8 એપ્રિલથી લઈને 23 એપ્રિલ સુધી માત્ર 15 દિવસમાં કડી સ્મશાન ગૃહની આ ભઠ્ઠીમાં 49 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

કડીમાં એક માત્ર ગેસ સંચાલિત ભઠ્ઠીનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે
કડીમાં એક માત્ર ગેસ સંચાલિત ભઠ્ઠીનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે

આ પણ વાંચોઃ ભરૂચમાં કોરોનાના કારણે મોતનું તાંડવ

23 એપ્રિલથી ભઠ્ઠી બંધ કરાઇ

કડી સ્મશાન ગુહ ખાતે આ એક માત્ર ગેસની ભઠ્ઠી હોવાથી સતત મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવામાં આવતા ભઠ્ઠીએ પણ કોરોના કાળના દમ તોડ્યો છે. કડી સ્મશાનગૃહની આ ભઠ્ઠીમાં બાંધકામ સ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રીક વાયરિંગ સહિતની ચીજવસ્તુઓ હાલમાં ક્ષતિયુક્ત હાલતમાં જોવા મળી રહી છે. જેને લઈ 23 એપ્રિલથી આ ભઠ્ઠી બંધ કરી દેવામાં આવી છે.

ભઠ્ઠીનું સ્ટ્રક્ચર ડેમેઝ થતાં 23 એપ્રિલથી ભઠ્ઠી બંધ કરાઈ
ભઠ્ઠીનું સ્ટ્રક્ચર ડેમેઝ થતાં 23 એપ્રિલથી ભઠ્ઠી બંધ કરાઈ

આ પણ વાંચોઃ કોરોનાનો કહેર, મૃત્યુદર વધતા સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાગી લાઈન

ગેસની ભઠ્ઠી બંધ થતાં લાકડા પર કરાય છે મૃતકોના અંતિમ સંસ્કાર

કડી સ્મશાનગૃહ ખાતે ગેસની ભઠ્ઠી પર તેના ઇતિહાસમાં પહેલી વાર વર્ષ 2021માં અંતિમ સંસ્કારનો સૌથી વધુ ધસારો નોંધાયો છે ત્યારે સતત ઉપયોગમાં લેવાતા આ ભઠ્ઠીમાં ગરમીને કારણે સ્ટ્રક્ચરમાં ક્ષતિઓ સર્જાઈ છે. જેથી બંધ કરી દેવામાં આવી છે પરંતુ કડીમાં માત્ર એક જ ગેસ સંચાલિત ભઠ્ઠી છે, હાલમાં કોઈપણ મૃતદેહ આવે તો તેને લાકડા પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આજે પરિસ્થિતિને લઈ કડીમાં જે કોરોના ગાઈડલાઇન મુજબ ગેસની ભઠ્ઠીમાં કોરોનાગ્રસ્ત મૃતદેહોને અગ્નિદાહ અપવાની પદ્ધતિ હતી તે હવે બદલાઈ ગઈ છે. સ્મશાનગૃહના ઓપરેટર સતત જીવના જોખમે હાલમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

કડી મુક્તિધામ ખાતે 15 દિવસમાં 49 કોરોનાગરસ્તોના અંતિમ સંસ્કાર કરાયા
કડી મુક્તિધામ ખાતે 15 દિવસમાં 49 કોરોનાગરસ્તોના અંતિમ સંસ્કાર કરાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.