ETV Bharat / state

મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર 14 કલાકની મહેનતે આગ બૂઝાવાઇ

author img

By

Published : Apr 15, 2021, 6:44 AM IST

મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર બુધવારે સવારે ચારેક વાગે આગ લાગી હતી. ફાયરની 4 ટીમોએ 14 કલાકની મહેનતે આગ બૂઝાવી હતી. આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.

મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગ
મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગ

  • કચરાની ડમ્પિંગ સાઇટ પર બુધવારે સવારે આગ લાગી
  • ફાયર વિભાગની 3 ટીમો ઘટનાસ્થળે દોડી આવી
  • ઊંઝા પાલિકાની 1 ટીમને પણ મદદ માટે બોલાવાઇ
    મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગ
    મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગ

મહેસાણા : શહેરનો કચરો જે જગ્યાએ ઠાલવવામાં આવે છે. તે કચરાની ડમ્પિંગ સાઇટ પર બુધવારે સવારે ચારેક વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ મહેસાણા નગરપાલિકાના અગ્નિશામક દળને થતાં ફાયર વિભાગની 3 ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ બૂઝાવવા પ્રયાસ કર્યો હતો. મોટા વિસ્તારમાં ડમપિંગ સાઇટ પર આગ લાગી હોવાથી ઊંઝા પાલિકાની 1 ટીમને પણ મદદ માટે બોલાવાઇ હતી.

મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગ
મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગ

આ પણ વાંચો : વીજળી પડવાથી ખેતરમાં રાખેલી પૂડાની ગાંસડીઓમાં લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

ફાયરની 4 ટીમોને 14 કલાક આગ બૂઝાવતા લાગ્યો

વહેલી સવારે આગ પર કાબૂ મેળવતાં ફાયરની 4 ટીમોને 14 કલાક જેટલો સમય લાગ્યો હતો. સતત 14 કલાક સુધીની ભારે જહેમત અને કુલ 3 લાખ લિટર પાણીના છંટકાવ કરાયા પછી અંતે સાંજે 6 વાગે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ પર કાબૂ મેળવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, મહેસાણા ડમપિંગ સાઇટ પર લાગેલી આ આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ રહ્યું છે.

મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગ
મહેસાણામાં કચરાની ડમ્પિંગ સાઇટ પર આગ

આ પણ વાંચો : પોરબંદર ખાતે રહેલી પાકિસ્તાનની બોટમાં આગ લાગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.