ETV Bharat / state

મહેસાણા દૂધ સાગર ડેરીઃ ઘીના લેવાયેલા સેમ્પલમાં ભેળસેળ પુરવાર થઇ

author img

By

Published : Aug 27, 2020, 5:11 PM IST

મહેસાણા દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળના સેમ્પલમાં ઘટસ્ફોટ થયો છે. દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળ હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

exlusive
મહેસાણા દૂધ સાગર ડેરી

મહેસાણાઃ દૂધ સાગર ડેરીમાં ઘીમાં ભેળસેળનો મામલો હાલ ચર્ચામાં છે. આ ઉપરાંત ડેરીના તત્કાલીન MD અને વાઇસ ચેરમેન સહિત લેબ ટેક્નિશિયન મહેસાણા સબ જેલમાં બંધ છે. શંકાસ્પદ ઘી મામલે ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ 147 ઘીના નમૂનાનો પરીક્ષણ રિપોર્ટ ક્ષતિયુક્ત આવ્યો છે. જે જોતા દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળ હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.

હજુ પણ ડેરી સત્તાધીશો દ્વારા પુનઃ પરીક્ષણ માટેની તક રહેલી છે. પરંતુ મહત્વનું છે કે, ડેરી ઉપરાંત ઘીના બે ટેન્કર રસ્તા પરથી ઝડપી લઈ અંદર રહેલા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. તંત્રની શંકા પર લેબોરેટરી રિપોર્ટ મ્હોર મારતા આજે રિપોર્ટ આધારે ઘીમાં ભેળસેળ હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. તો ડેરીમાં અને ટેન્કરના ભેળસેળની શંકાવાળા 600 મેટ્રિક ટન જેટલો ઘીનો જથ્થો તંત્ર દ્વારા સિઝ કરવામાં આવેલો છે. જે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થાય તે પહેલાં અટક્યો છે.

મહેસાણા દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળ લેબ રિપોર્ટમાં પુરવાર થઇ

પહેલા જે ઘીનું વેચાણ થયું છે, તેમાં અનેક ગ્રાહકો ભેળસેળીયા ઘીનો શિકાર બન્યા હશે. તે એક મોટો સવાલ છે. આજે ઘીની ભેળસેળ અને જન આરોગ્ય સાથે ચેડાં કરવાના ષડયંત્રમાં અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં છેલ્લા એક અઠવાડિયાથી ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ, તત્કાલીન MD નિશિથ બક્ષી અને લેબ ટેક્નિશિયન મહેસાણા સબ જેલમાં બંધ છે. ડેરીના મહિલા ચેરમેન અને ટેન્કર કોન્ટ્રાકટર હજુ સુધી પોલીસ પકડથી બહાર રહ્યા છે.

ઉપરોક્ત તમામ માહિતી મહેસાણા સરકારી તંત્રના ખાસ આધારભૂત વિશ્વસનીય સૂત્રોના આધારે સામે આવી છે. ત્યારે જોવું રહેશે કે, આગામી દિવસમાં ડેરીના ઘી ભેળસેળ કૌભાંડમાં કેવા ચોંકાવનારા પડાવ સામે આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.