ETV Bharat / state

કડી નજીકની કેનાલમાંથી ત્યજી દીધેલી 4 દિવસની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Jun 28, 2019, 6:14 PM IST

Updated : Jun 28, 2019, 6:57 PM IST

મહેસાણાઃ કડી નજીકથી પસાર થતી કેનાલમાંથી 4 દિવસ પહેલા જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કડી નજીકની કેનાલ પાસેથી તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

સરકાર અને સામાજિક સંસ્થાઓ 'બેટી બચાવો બેટી પઢાઓ'ના સુત્ર સાથે સમાજને જાગૃત કરવા અનેક પ્રયાસો કરે છે. છતાં દિકરીઓ પ્રત્યેનો અમગણો સમાજમાંથી સંપુર્ણપણે નાબુદ થયો નથી. જેના દાખલાઓ મળતાં જ રહે છે. વધુ એક ઉદાહરણ મહેસાણાનાં કડી નજીકથી મળી આવ્યું છે. કડી પાસેથી પસાર થતી કેનાલમાં કોઈ નિષ્ઠુર માતાએ અથવા અન્ય કોઈએ 4 દિવસની નવજાત બાળકીને ફેંકી દીધી હતી. ત્યાંથી પસાર થતાં રાહદારીએ કેનાલમાં મૃતદેહ જોતા સ્થાનિક લોકોને તેમજ પોલીસને જાણ કરી હતી.

કડી નજીકની કેનાલમાંથી તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

પોલીસે ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બાળકી 4 દિવસ પહેલા જન્મી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાનામાં ખસેડયો હતો. તેમજ આ મામલાની પોલીસ ફરીયાદ નોંધી કાયદેસરની તપાસ આરંભી છે.

Intro:


કડી અચરાસણ નજીક આવેલ કેનાલ માંથી ત્યજી દેધેલી 4 દિવસની મૃત બાળકી મળી આવી


મહેસાણાના કડી નજીક થી પસાર થતી કેનાલ માંથી મૃત બાળકી મળી આવી


સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા બેટી બચાવો બેટી પઠાવોના અભિગમને લઇ સમાજને જાગૃત કરવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે છતાંય ક્યાંક દીકરીના જન્મ પર કેટલાક લોકો માનસિક અસ્વસ્થ સાબિત થઈ રહ્યા છે જેમાં લક્ષ્મી સમાન ગણાતી નવજાત બાળકીઓ ક્યાંક જાળી જનખરા કે કેનાલોના પાણી માંથી મળવાના કિસ્સા વધી રહ્યા છે ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહેસાણાના કડી તાલુકાના અચરાસણ ગામ નજીક આવેલ કેનાલ માં એક નિષ્ઠુર માતાના પાપે ભોગ બનેલી માત્ર 4 દિવસની નવજાત બાળકી મળી આવી છે

Body:મહેસાણાના કડી તાલુકાના અચરાસણ ગામે કેનાલ પાસે થી પસાર થતા એક રાહદારીએ કેનાલમાં કોઈ બાળકનો મૃતદેહ જોતા સ્થાનિકો અને પોલીસને જાણ કરાઈ હતી જ્યાં પોલીસ આવતા સ્થાનિક તરવૈયાઓની મદદ થી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જોકે પાણીમાં ડૂબવા થી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેને પગલે પ્રાથમિક તપાસ અને અનુમાન આધારે કેનાલ માંથી બહાર કાઢેલ મૃતદેહ 4 દિવસ પહેલા જન્મ થયેલ કોઈ અજાણી સ્ત્રીની બાળકીનો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે હાલમાં બાળકીના મૃત ડેગને સરકારી દવાખાના માં મોકલી આપી પોલીસ દ્વારા બાળકીના મોત મામલે અજાણી સ્ત્રી સામે ફરિયાદ સહિત શોધખોળની કાર્યવાહી હાથ ધરાઈ છે...

Conclusion:રોનક પંચાલ , ઇટીવી ભારત, મહેસાણા
Last Updated :Jun 28, 2019, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.