ETV Bharat / state

Counterfeit Food Items : ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી કંપની ઝડપાઇ, માસ્ટર માઇન્ડ ઝડપાયો

author img

By

Published : Jun 30, 2022, 7:48 PM IST

Counterfeit Food Items : ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી કંપની ઝડપાઇ, માસ્ટર માઇન્ડ ઝડપાયો
Counterfeit Food Items : ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી કંપની ઝડપાઇ, માસ્ટર માઇન્ડ ઝડપાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની ટીમ (Food and Drug Regulation Department Gandhinagar ) તેમ જ અન્ય જિલ્લાઓની ટીમના સંયુક્ત ઓપરેશનમાં નકલી જીરુ (Fake cumin ) બનાવતી કંપનીનો પર્દાફાશ થયો હતો. દરોડાની કાર્યવાહીમાં કેટલું નકલી જીરુ (Counterfeit Food Items ) મળ્યું અને કોણ બનાવી રહ્યું હતું તે જાણો.

ગાંધીનગર- મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે બનાવટી જીરૂ (Counterfeit Food Items ) બનાવવામાં આવતું હોવાની બાતમીને આધારે આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની ફ્લાઈંગ સ્કવોર્ડ, મહેસાણા કચેરી ફુડની ટીમ તથા પોલીસ વિભાગ ઊંઝા દ્વારા સવારે સંયુક્ત દરોડો (Food and Drug Regulation Department Gandhinagar ) પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Crops fail due to fake seeds : નકલી બિયારણના લીધે સાબરકાંઠામાં નિષ્ફળ ગયો આ પાક, રોષિત ખેડૂતો કરી રહ્યાં છે આ માગ

વરિયાળીના ભૂંસા અને કલરથી બનાવતા હતા જીરું- ગંગાપુરા - રામપુરા રોડ, ઊંઝા ખાતે આવેલ એક ગોડાઉનમાં તપાસ કરતા પટેલ પ્રતીકભાઇ દિલીપભાઈ વરિયાળીનું ભૂસું, (Fake cumin )ગોળની રસી, અને ક્રીમ કલરના પાવડરને મિક્સ કરી બનાવટી જીરુ (Counterfeit Food Items ) બનાવી રહ્યાં હતાં. સ્થળ ઉપર તપાસ કરતા રો મટીરીયલ અને ફીનીશ પ્રોડક્ટનો જથ્થો જોવા મળેલો હતો. આથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 (Food Safety and Standards Act 2006 ) અનુસાર જીરુ, વરિયાળીનું ભુસુ, ક્રીમ પાઉડર, ગોળની રસી એમ કુલ પાંચ નમુના લેવામાં આવેલ હતાં અને 30,260 કિ.ગ્રા જેટલો જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ (Food and Drug Regulation Department Gandhinagar )જપ્ત કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ Patan Fake Ghee : ઘીની બજારમાં ફૂડ વિભાગની ઓંચિતી તપાસ, વેપારીઓ પાછળની ગલીએથી રફુચક્કર

આટલા રૂપિયાનું ઝડપાયું નકલી જીરૂ-ઝડપાયેલા (Fake cumin ) માલની કિંમત આશરે રુ.12,06,200 થવા પામે છે. ગોળની રસી કે જે લાંબો સમય ટકી શકે નહીં, બગડી જાય તેવી હોવાથી 150 લીટર સ્થળ ઉપર જ પંચની હાજરીમાં નાશ (Counterfeit Food Items ) કરવામાં આવેલ છે. આ નમૂનાઓ તંત્રની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે અને નમુનાઓના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી (Food and Drug Regulation Department Gandhinagar ) કરવામાં આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ જી કોશિયાએ (Food and Drug Commissioner H G Koshia) જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.