ETV Bharat / state

મહેસાણા ખાતે 109 કરોડના વિવિધ વિકાસના કામોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હુત અને લોકાર્પણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 6:29 PM IST

Etv Bharat
Etv Bharat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણાના વિસનગર ખાતે 109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મહેસાણા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી. ગ્રાઉન્ડ ખાતેથી 109 કરોડના 85 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આશરે 20 જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને 43 જેટલા વિકાસના નવા પ્રકલ્પોનું ખાતમુર્હુત કરાયું હતું. આ ઉપરાંત વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે 16 જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની રક્ત તુલા કરવામાં આવી હતી.

  • વિસનગર માટે આજનો દિવસ વિકાસની સરવાણી વહાવનાર બની રહ્યો. વિસનગર ખાતે રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આરોગ્ય, માર્ગ-મકાન અને પાણી પુરવઠા સહિતના રૂ. 109 કરોડના વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.

    આ પ્રસંગે જનઆરોગ્યના… pic.twitter.com/92Db9p2Rp6

    — Bhupendra Patel (@Bhupendrapbjp) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લામાં C.H.C., P.H.C. અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં નવીન 62 એમ્બ્યુલન્સ સમર્પિત કરવામાં આવી હતી તથા 9.70 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું લોકાર્પણ અને 36.20 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ સહિતના અન્ય વિભાગોમાં 61.51 કરોડના કામોનું ભૂમિપૂજન અને 1.63 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ પણ કરાવ્યો હતો. ઉપરાંત કુપોષણ નિવારણ માટે લાભાર્થી બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કુપોષણ નિવારણ માટે લાભાર્થી બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ
કુપોષણ નિવારણ માટે લાભાર્થી બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ

ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિકાસનો મજબૂત પાયો નંખાયો હતો, જેના ફળ આજે મળી રહ્યા છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે. રાજ્યના અવિરત વિકાસના કેન્દ્રમાં સામાન્યજનનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે. - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ
મેગા હેલ્થ ઇવેન્ટનો પ્રારંભ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન: મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ગ્રામ્યસ્તરે પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે. તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડાં સુધી રસ્તા- વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃતકાળમાં સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને. અમૃતકાળમાં છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ થાય અને જરૂરતમંદ તમામ લાભાર્થીઓ સુધી વિકાસ યોજનાના લાભો પહોંચે અને સો ટકા લક્ષપૂર્તિ થાય તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રધાનમંત્રીએ ભાઈબીજના દિવસે પ્રસ્થાન કરાવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પ્રત્યેક જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે ત્યારે એકપણ લાભાર્થી વિકાસ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે કાર્યરત થવા અનુરોધ કર્યો હતો.

109 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ
109 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ

PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો પાયો નાખ્યો હતો જેના ભાગરૂપે ગુજરાત આજે ફક્ત વિકાસની જ વાત કરે છે અને વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને લોકોના સેવાકાર્ય કરે છે. આજે પ્રધાનમંત્રીશ્રીએ કાશી વિશ્વનાથ, સોમનાથ, અંબાજી જેવા તીર્થ સ્થળોની કાયાપલટ કરીને, અંદાજિત 1000 કરોડના ખર્ચે તારંગા, ધરોઇ, વડનગર પ્રવાસન સર્કિટનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. અંબાજી-આબુ રોડ રેલ્વે લાઇનના આયોજન થકી પરિવહન સેવાને સરળ બનાવવાની સાથે ઔધોગિક અને રોજગાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનું આયોજન કર્યું છે. - ઋષિકેશ પટેલ, આરોગ્ય મંત્રી

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કોઈપણ ખર્ચની પરવા કર્યા સિવાય સમાજના દરેક વર્ગના લોકોના વિકાસને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે રાજ્યનું એકપણ તળાવ પાણી વિહોણું ખાલીખમ ન રહે તે માટે પાણીના સ્તર ઉંચા આવે તેવા પ્રયાસો હાથ ધરીને ગુજરાતના ખેડૂતોને વધું સમૃદ્ધ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. તંદુરસ્ત રાષ્ટ્ર નિર્માણ માટે દિકરીઓ, કિશોરીઓ, સગર્ભાઓનુ કુપોષણ આને એનિમિયા મુક્ત હોવું અતિ આવશ્યક હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે 16 જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન
વિસનગર તાલુકાના વિવિધ વિભાગના આશરે 16 જેટલા વિકાસના કાર્યોનું ભૂમિપૂજન
  1. જામનગરના આ કેસરિયાની ઘોડાની કિંમત કરોડોમાં, સેવામાં હાજર નોકરચાકર તો ખોરાકમાં ગીર ગાયનું ઘી
  2. પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી રહેલા યાત્રાળુઓને જંગલમાં કેવો અનુભવ થયો ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.