ETV Bharat / state

Chief Secretary visits Vadnagar:મુખ્ય સચિવે પગપાળા ચાલીને વડનગરની ગલીઓની લીધી મુલાકાત, તમામ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા આપી સૂચના

author img

By

Published : Jan 31, 2022, 12:37 PM IST

Chief Secretary visits Vadnagar:મુખ્ય સચિવે પગપાળા ચાલીને વડનગરની ગલીઓની લીધી મુલાકાત, તમામ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા આપી સૂચના
Chief Secretary visits Vadnagar:મુખ્ય સચિવે પગપાળા ચાલીને વડનગરની ગલીઓની લીધી મુલાકાત, તમામ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા આપી સૂચના

મહેસાણાના વડનગર અને ધરોઈ ડેમને જોવાલાયક સ્થળ તરીકે વિકસાવવામાં (Chief Sercretary inspected Vadnagar Projects) આવશે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવે આ પ્રોજેક્ટનું નિરીક્ષણ (Chief Secretary visits Vadnagar) કર્યું હતું. મુખ્ય સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ મહેસાણા પહોંચી હતી. અહીં તેમણે પ્રવાસન અંતર્ગત થઈ રહેલા કામોની સમીક્ષા (Review of works under tourism) કરી હતી.

મહેસાણાઃ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે વડનગર અને ધરોઈ ડેમને જોવાલાયક સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેકટનું (Chief Secretary visits Vadnagar) નિરીક્ષણ કર્યું હતું. તેની સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ મહેસાણા (Chief Sercretary inspected Vadnagar Projects) પહોંચી હતી. પ્રવાસન અંતર્ગત થઇ રહેલા કામોની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવ વડનગરની ગલીઓમાં પગપાળા ચાલ્યા હતા.

મુખ્ય સચિવે પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા આપી સૂચના

આ પણ વાંચો- કરજણ નદીમાં પુરથી ખેડૂતોને થયેલા નુકશાનનું સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષણ

મુખ્ય સચિવે પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા આપી સૂચના

મુખ્ય સચિવે વડનગરના અંબાજી કોઠા લેક, શર્મિષ્ઠા તળાવના થીમ પાર્ક, તાનારિરિ પાર્ક, મ્યૂઝિયમ ઓફ મ્યૂઝિક, સ્પોર્ટ્સ કોમ્પેલેક્સ, આર્ટ ગેલેરીની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. સાથે જ તેમણે વડનગરના વિવિધ પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ કરવા અને પ્રોજેક્ટના વધુ સારા વિકાસ માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના (Instruction to complete all projects in Vadnagar) આપી હતી.

મુખ્ય સચિવે વડનગરમાં કરી બેઠક
મુખ્ય સચિવે વડનગરમાં કરી બેઠક

આ પણ વાંચો- First Electric Trail Train in Patan: પાટણ મહેસાણા વચ્ચે ઈલેક્ટ્રિક એન્જિનની ટ્રેનનું પ્રથમ ટ્રાયલ, DRM સહિતના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ

મુખ્ય સચિવે વડનગરના ઈતિહાસ અંગે મેળવી માહિતી

મુખ્ય સચિવ પંકજ કુમારે વડનગરના ઈતિહાસને જીવંત કરતી આર્ટ ગેલેરીમાં ટૂરિસ્ટ ગાઈડ પાસેથી ઈતિહાસ જાણવામાં, સમજવામાં રસ લીધો હતો. તેમણે અને ઉચ્ચ અધિકારીઓએ થ્રીડી થિએટરમાં વડનગરના ઈતિહાસને (Chief Secretary Pankaj Kumar on Vadnagar History) માણ્યો હતો. આ ઉપરાંત તેમણે શર્મિષ્ઠા તળાવના થીમ પાર્કમાં જીવંત કરાયેલા સંગીતના વિવિધ રાગ પૈકી કેદારરાગ હેડફોન લગાવીને સાંભળ્યો હતો.

મુખ્ય સચિવે વડનગરના ઈતિહાસ અંગે મેળવી માહિતી
મુખ્ય સચિવે વડનગરના ઈતિહાસ અંગે મેળવી માહિતી

મુખ્યસચિવ વડનગરની ગલીઓમાં પગપાળા ચાલ્યા

આ ઉપરાંત મુખ્ય સચિવે વડનગરના રેલવે સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પિતાની ચાની જે કિટલી પર કામ કરતા હતા. તેની પણ મુલાકાત (Chief Secretary at Narendra Modi Tea Stall) લીધી હતી. વડનગરમાં તેમણે પ્રેરણા સ્કૂલ અને નિર્માણાધીન સંગ્રહાલયની મુલાકાત લીધા બાદ બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, જૈન દૈરાસર, ભવાની મંદિર જવાના આખા રસ્તા પર, ગલીઓમાં પગપાળા ચાલીને ઉત્સાહથી બધી વિગતો મેળવી હતી. આ સમયે વડનગરના લોકો તેમને જોવા માટે ઉમળકાથી પોતાની ઘરની બારીઓ અને ઓટલે ગોઠવાઈ (Chief Secretary visits Vadnagar) ગયા હતા.

નરેન્દ્ર મોદી પિતાની સાથે જ્યાં ચા વેચતા હતા તે કિટલીની મુખ્યસચિવે લીધી મુલાકાત
નરેન્દ્ર મોદી પિતાની સાથે જ્યાં ચા વેચતા હતા તે કિટલીની મુખ્યસચિવે લીધી મુલાકાત

મહેસાણાના વિવિધ ખાતાના અધિકારીઓ પણ મુખ્ય સચિવ સાથે જોડાયા

મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર એક દિવસીય મુલાકાતે (Chief Secretary visits Vadnagar) આવ્યા હતા. વડનગરની વિવિધ સાઈટોની મુલાકાત દરમિયાન મુખ્ય સચિવની સાથે વડનગરના અગ્રણી અને સામાજિક કાર્યકર્તા સોમા મોદી, રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ અશ્વિની કુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારિત શુક્લા, અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. ડી. કે. શર્મા, કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ, આર્કિયોલોજી સરવે ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સહિત મહેસાણાના વિવિધ ખાતાના અધિકારીઓ પણ જોડાયા હતા.

મુખ્યસચિવ વડનગરની ગલીઓમાં પગપાળા ચાલ્યા
મુખ્યસચિવ વડનગરની ગલીઓમાં પગપાળા ચાલ્યા

મુખ્ય સચિવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી

મુખ્ય સચિવે વડનગરમાં નિર્માણાધીન સ્પોર્ટસ કોમ્પલેકસની મુલાકાત પણ (Chief Secretary visits Vadnagar) લીધી હતી. ત્યારબાદ હોટલ તોરણના કોન્ફરન્સ રૂમમાં મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે વડનગરનો વારસો અંતર્ગત જિલ્લામાં કરાયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન, મુખ્ય સચિવ સમક્ષ કર્યું હતું. તેમણે ગુજરાત પ્રવાસન અને આર્કિયોલોજી સરવે ઓફ ઈન્ડિયા દ્વારા વડનગરમાં પ્રવાસન અને હેરીટેજ સ્થળ (Vadnagar Tourism Heritage Site) તરીકે વિકસાવાઈ રહેલાં વિવિધ પ્રોજેક્ટની જાણકારી મેળવી સમીક્ષા કરી હતી.

મુખ્ય સચિવે વડનગરમાં કર્યું વૃક્ષારોપણ
મુખ્ય સચિવે વડનગરમાં કર્યું વૃક્ષારોપણ

મુખ્ય સચિવે વિવિધ પ્રોજેક્ટની માહિતી મેળવી

પંકજ કુમારે સાબરમતી જળાશય યોજના આધારિત ધરોઈ બંધની મુલાકાત લીધી હતી. તેમણે ધરોઇ ડેમને મહેસાણા જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની શક્યતાના વિવિધ પ્રોજેક્ટોને અમલમાં મૂકવાના ભાગરૂપે, સ્થળ નિરીક્ષણ કરી માહિતી (Chief Secretary visits Vadnagar) મેળવી હતી. ધરોઈ ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટ પર આઈડેન્ટિફાય કરવામાં આવેલી અમદાવાદની એજન્સી આઈ.એન.આઈ ડિઝાઇનના આર્કિટેક્ટ અને કન્સલટન્ટ હર્ષ ગોહિલ અને ધરોઇ ડેમના એન્જિનિયર પટેલે તેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનારા સ્થળો અને વિવિધ પ્રોજેક્ટોની માહિતી આપી હતી. ત્યારબાદ તમામ મહાનુભાવોના હસ્તે હોટેલ તોરણ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. વડનગરની વિવિધ સાઈટની મુલાકાત લઈ નયન રમ્ય અને મનોહર દૃશ્યથી મુખ્ય સચિવ પ્રભાવિત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.