ETV Bharat / state

મહેસાણા નગરપાલિકાની પેટાચૂંટણીમાં સત્તાનું પરિવર્તન, ભાજપનો ભગવો લહેરાયો

author img

By

Published : Mar 21, 2020, 3:23 AM IST

Mehsana Municipality
મહેસાણા નગરપાલિકાની પેટાચૂંટણી

મહેસાણા નગરપાલિકામાં પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસે મહેસાણા નગરપાલિકામાંથી સત્તા ગુમાવી હતી. મહેસાણા નગરપાલિકામાં ભાજપના નવીનભાઈ પરમાર પ્રમુખ બન્યા હતા.

મહેસાણાઃ શહેરની નગરપાલિકામાં પાલિકા પ્રમુખની ચૂંટણીસભામાં 42 સભ્યો સભામાં રહ્યા હાજર હતા. જેમાં 23 સભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપ્યા હતા. ત્યારે મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસમાં સભ્યોની બહુમતી હોવા છતાં નવીનભાઈ પરમાર ભાજપના પ્રમુખ બન્યા હતા.

મહેસાણા નગરપાલિકામાં પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત બાદ નવા પ્રમુખ માટે શુક્રવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિપક્ષમાં રહેલા ભાજપના ઉમેદવારનો પાલિકા પ્રમુખ પદે વિજય થયો છે. તો કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.

મહેસાણા નગરપાલિકાની પેટાચૂંટણીમાં સત્તાનું પરિવર્તન, ભાજપનો ભગવો લહેરાયો

મહેસાણા પાલિકામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં છેલ્લા 4 વર્ષના શાસનમાં પાલિકાના ચાર પ્રમુખો બદલ્યા હોવાનો ઇતિહાસ સ્થપાયો છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસના ઘનશ્યામ સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં કોંગ્રેસના જ સભ્યોએ શૂર પુરાવતા કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી.

જો કે મહેસાણા નગરપાલિકામાં પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી યોજાતા વિપક્ષમાં બેઠેલા ભાજપના ઉમેદવાર નવીન પરમારે કુલ 42 સભ્યો પૈકી ભાજપના 15 સહિત કોંગ્રેસના 18 સભ્યોના મતો મેળવવામાં સફળતા મેળવી કુલ 23 મતો મેળવી કોંગ્રેસના ઉમેદવાર સામે બહુમતી સાથે જીત હાંસલ કરી હતી. આમ મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા વધુ હોવા છતાં ભાજપે સત્તા મેળવવામાં સફળ રાજકારણ રમી બતાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.