Accident on Visnagar Unjha Highway : ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 3ના મૃત્યુ

author img

By

Published : Dec 17, 2021, 11:10 AM IST

Accident on Visnagar Unjha Highway : ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 3ના મોત
Accident on Visnagar Unjha Highway : ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 3ના મોત ()

વિસનગર તાલુકાના કાંસા ગામ નજીક ઊંઝા હાઇવે પર મોડી સાંજે ડમ્પર-બાઇક પર ગમખ્વાર અકસ્માત(Accident on Visnagar Unjha Highway) સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજયા છે. અકસ્માતને પગલે 108 ની ટીમને જાણ કરતા એમ્બ્યુલન્સ અને પોલીસ(Visnagar city police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક લોકોએ માર્ગ બિસ્માર(Visnagar Unjha Highway) હાલતને કારણે અવારનવાર અકસ્માતનો ભય રહેલો હોવાનું રોષ ઠાલવ્યો હતો.

મહેસાણા: વિસનગર તાલુકાના કાંસા ગામ નજીક ઊંઝા હાઇવે પર મોડી સાંજે ગમખ્વાર અકસ્માત(Accident on Visnagar Unjha Highway) સર્જાયો છે. જેમાં ઊંઝા તરફથી આવતા બાઈકને વિસનગર તરફથી આવતા ડમ્પર સામ સામે અથડાતા બાઇક સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ(Visnagar Highway dumper and bike 3 killed in collision) નિપજયા છે. ભયંકર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે દેહાંત થતાં હાઇવે પર ભારે ટ્રાફિક સર્જાયો હતો. અકસ્માતને પગલે 108 ની ટીમને જાણ કરતા એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ત્રણેય મૃતકો વાલમ ગામેથી મજૂરી કરી પરત ફરતા દુર્ઘટનાનો ભોગ બન્યા

વિસનગર શહેર પોલીસે(Visnagar city police) ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ચિતાર મેળવી કાર્યવાહી હાથ ધરતા અકસ્માતમાં મૃતકની ઓળખ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય મૃતકો વાલમ ગામએ મજૂરી કરી પરત ફરતા દુર્ઘટનાનો ભોગ(Visnagar Highway Accident) બન્યા અને તેઓ મજૂર વર્ગના દાહોદ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.

ડમ્પર ચાલક સામે કાર્યવાહી

વિસનગર શહેર પોલીસે અકસ્માતની ઘટનાને પંચનામું કરી ડમ્પર ચાલક સામે કાર્યવાહી(Visnagar accident case) હાથ ધરી છે.અકસ્માતને પગલે રસ્તા પર ઉપસ્થિત અને સ્થાનિક લોકોએ રસ્તા પર ખાડા ખરીયા અને માર્ગ બિસ્માર હાલતને કારણે અવારનવાર અકસ્માતનો(Visnagar Unjha Highway) ભય રહેલો હોવાનું રોષ ઠાલવ્યો હતો.

આ પણ વાંચોઃ ખંભાતના માર્ગ પર ભંયકર અકસ્માતમાં 5 મોત, ત્રણ ઈજાગ્રસ્ત , બે પરિવારના બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી

આ પણ વાંચોઃ ખેડાના કઠલાલ નજીક કાર અકસ્માતમાં પાંચના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.