ETV Bharat / state

મહેસાણામાં ચાલુ કારમાં આગ ભભૂકી, ફાયરટીમની મદદથી આગ પર કાબૂ મેળવાયો

author img

By

Published : Jan 9, 2021, 6:15 PM IST

મહેસાણા શહેરમાં શનિવારની સવારે માનવ આશ્રમ ચાર રસ્તા પર આશ્રમના દરવાજા સામે એક ચાલતી કાર માંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેને પગલે ચાલકે કાર થોભી બહાર નીકળીને તપાસ કરતા કારમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી.

મહેસાણા માનવ આશ્રમ નજીક ચાલુ કારમાં આગ ભભૂકી
મહેસાણા માનવ આશ્રમ નજીક ચાલુ કારમાં આગ ભભૂકી

  • ચાલતી કારમાં લાગી આગ
  • સ્થાનિકો અને ફાયર ટીમની મદદ થી આગ પર કાબુ મેળવાયો
  • ગાડીના આગળના ભાગે નુક્ષાન ચાલકનો થયો બચાવ
  • મહેસાણા માનવ આશ્રમ પાસેની ઘટના, ચાલતી કારમાં લાગી આગ

મહેસાણા : મહેસાણામાં શનિવાર સવારે માનવ આશ્રમ ચાર રસ્તા પર આશ્રમના દરવાજા સામે એક ચાલતી કાર માંથી એકાએક ધુમાડા ઉડવા લાગ્યા હતા. જેને પગલે ચાલકે કાર થોભી બહાર નીકળી જઈ તપાસ કરતા કારમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી.

મહેસાણા
મહેસાણા

કારમાં આગ લાગતા અફરાતફરી મચી

માનવ આશ્રમ નજીક કારમાં આગ ભભૂકવાની ઘટમને જોતા આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાંથી કેટલાક લોકો અને હાજર નગરસેવકો સહિતના અગ્રણીઓએ કારમાં લાગેલી આગ બુજાવવાનો પ્રયત્ન કરતા અગ્નિશામક સિલિન્ડર અને પાણીના મારાથી આગ પર મહત્તમ અંશે કાબુ મેળવાયો હતો. અને વધુ નુકસાન થતા અટક્યું હતું.

આગને પગલે મહેસાણા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી જહેમત ઉઠાવી

મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમે પણ કારમાં આગ લાગવાની ઘટનાને પગલે ઘટના સ્થળે દોડી આવી, પાણીનો મારો ચલાવી આગ ને સંપૂર્ણ રીતે બુઝાવી રોડ પર સર્જાયેલા ટ્રાફિકને હળવો બનાવ્યો હતો. સમગ્ર ઘટનામાં આગને લઈ કારના આગળના ભાગે નુકસાન જોવા મળ્યું છે તો ચાલકનો આબાદ બચાવ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.