ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં RTE હેઠળ 1,600 બાળકોને ખાનગી શાળામાં અપાશે પ્રવેશ

author img

By

Published : Jun 25, 2021, 12:42 PM IST

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં RTE એક્ટના સંદર્ભમાં આવતા પરિવારના વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન અપાવવા હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયા છે. 25 જુલાઈથી 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી RTE હેઠળ 1,600 જેટલા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં શિક્ષણ માટે નિઃશુલ્ક પ્રવેશ અપાવવામાં આવશે.

  • RTE હેઠળ 1600 બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાશે
  • ખાનગી શાળાઓમાં નબળા પરિવારના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ
  • 5 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

મહેસાણા: શિક્ષણ એ દરેક નાગરિક અને વિધાર્થીનો અધિકાર છે અને શિક્ષણ થકી વ્યક્તિ અને રાષ્ટ્રનું સારું ઘડતર થાય છે, ત્યારે નબળા પરિવારમાંથી આવતો વિદ્યાર્થી ફીના અભાવે વિકસિત ખાનગી શાળામાં શિક્ષણનો અધિકાર ન મેળવી શકે તેવું ન બને તે માટે રાજ્યમાં સરકાર દ્વારા વધુ એક વાર Right to education હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

RTE હેઠળ એડમિશન અપાવવા હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયા

સરકારના આ પરીપત્ર બાદ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા જિલ્લામાં વસતા વિદ્યાર્થીઓ માટે RTEની માહિતી જાહેર કરી RTE એક્ટના સંદર્ભમાં આવતા પરિવારના વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન અપાવવા હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયા છે. 25 જુલાઈથી 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી RTE હેઠળ 1,600 જેટલા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં શિક્ષણ માટે નિઃશુલ્ક પ્રવેશ અપાવવામાં આવશે.

આ પણ વાંચો: સુરત RTE પ્રક્રિયા શરૂ કરવા વાલી મંડળ દ્વારા DEO વતી શિક્ષણ પ્રધાનને રજૂઆત

સારું શિક્ષણ અને ખાનગી શાળામાં પ્રવેશ માટે 1600 વિદ્યાર્થીઓ ને RTEનો લાભ મળશે

મહેસાણા જિલ્લામાં શિક્ષણ માટે સરકારી અને ખાનગી શાળા સંકુલો આવેલા છે. જોકે, એક માનસિકતા મુજબ ખાનગી શાળાઓમાં સારું શિક્ષણ મળતું હોવાનું વાલીઓ માની રહ્યા છે અને અધધ ફી ભરીને પણ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરાવે છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે RTEના કાયદા હેઠળ હવે આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ પણ હવે સારા શિક્ષણના અધિકાર સાથે RTE હેઠળ પ્રવેશ મેળવી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા પ્રવેશ મેળવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં કુલ 1,600 જેટલા વિધાર્થીઓ RTE હેઠળ પ્રવેશ મેળવશે. જે માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: RTEને લઈને મોટી જાહેરાત: 25 જૂનથી 5 જુલાઈ સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.