ETV Bharat / state

મહીસાગર જિલ્લા માહિતી કચેરી દ્વારા નૅશનલ પ્રેસ ડેની ઉજવણી સંદર્ભે વેબિનાર યોજાયો

author img

By

Published : Nov 22, 2020, 11:24 AM IST

જર્નાલિઝમ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક હિતાર્થ પંડ્યા દ્વારા ‘ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરીંગ ધ કોવિડ-19 પેન્ડેમિકએન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા’ વિષય પર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક મિડીયાના પત્રકારો સાથે સાર્થક સંવાદ સાધ્યો હતો. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને મધ્ય ગુજરાત ઝોન પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે નૅશનલ પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

નૅશનલ પ્રેસ ડેની ઉજવણી
નૅશનલ પ્રેસ ડેની ઉજવણી

  • મધ્ય ગુજરાત ઝોન પ્રાદેશિક માહિતી કચેરીઓના અધિકારિઓ-કર્મચારીઓ વેબિનારમાં જોડાયાં
  • ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરીંગ ધ કોવિડ-19 પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા
  • વેબિનારના તજજ્ઞએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપી જરૂરી માર્ગદર્શન આપ્યું

મહીસાગર: ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને મધ્ય ગુજરાત ઝોન પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે નૅશનલ પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે આયોજીત વેબિનારમાં મહીસાગર જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના પત્રકારો ગુગલ મીટના માધ્યમથી જોડાઇ ‘ધ રોલ ઓફ ધ મીડિયા ડ્યુરીંગ ધ કોવિડ-19 પેન્ડેમિક એન્ડ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન મીડિયા’ વિષય પર તજજ્ઞ નવરચના યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના મદદનીશ પ્રાધ્યાપક હિતાર્થ પંડ્યા સાથે સાર્થક સંવાદ સાધ્યો હતો.

નાગરીકોને પ્રેસ-મીડિયા પર ભરપૂર વિશ્વાસ છે

ગુજરાતના નામાંકિત પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક માધ્યમો સાથે પત્રકાર તરીકે કામ કરી ચુકેલા હિતાર્થ પંડ્યા જણાવ્યું કે, માહિતીના ધોધ વચ્ચે જરૂરી અને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મીડિયાની છે. નાગરીકોને પ્રેસ-મીડિયા પર ભરપૂર વિશ્વાસ છે તેનું કારણ છે વિશ્વસનીયતા. પરંતુ ઝડપી સમાચાર આપવાની દોડમાં ઘણીવાર આ વિશ્વસનીયતા દાવ પર લાગી જવાનો ભય હોય છે.

મહીસાગર જિલ્લા માહિતી કચેરી દ્વારા નૅશનલ પ્રેસ ડેની ઉજવણી સંદર્ભે વેબિનાર યોજાયો
મહીસાગર જિલ્લા માહિતી કચેરી દ્વારા નૅશનલ પ્રેસ ડેની ઉજવણી સંદર્ભે વેબિનાર યોજાયો

એક ખોટા સમાચાર લોકોમાં ડર પેદા કરી શકે

વોટસેપ પર આવતા ફેક ન્યુઝના ધોધ વચ્ચે માહિતી કે ફોટોગ્રાફની ખરાઈ કઈ રીતે કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતુ. મીડિયાની શક્તિનો ખોટો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા ભાર મુકયો હતો. વધુમાં પંડ્યાએ જણાવ્યું કે, ખાસ કરીને કોવિડ-19 જેવી મહામારીના સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ મોટા પ્રમાણમાં સમાચારો ફેલાઈ રહ્યા છે. તેમાંથી સમાચારના સ્ત્રોત સુધી પહોંચી તેની ખરાઈ કર્યા બાદ પ્રસારીત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. એક ખોટા સમાચાર લોકોમાં ડર પેદા કરી શકે છે.

મીડિયાની શક્તિનો ખોટો ઉપયોગ

મીડિયાની શક્તિનો ખોટો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા ભાર મુકયો હતો. કોવિડ-19 મહામારીના સમયમાં વોટસેપ યુનીર્વસીટીમાંથી આવતા ફેક ન્યુઝના ધોધ વચ્ચે માહિતી કે ફોટોગ્રાફની ખરાઈ કઈ રીતે કરવી તે અંગે પંડ્યાએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વેબિનારની શરૂઆતમાં કાર્યક્રમના અધ્યક્ષ અને વડોદરા પ્રાદેશીક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવાએ સ્વાગત પ્રવચન કરી તજજ્ઞશ્રીનો પરીચય તથા અંતમાં નાયબ માહિતી નિયામક બી.પી.દેસાઇએ વેબિનારમાં જોડાયેલા મધ્ય ગુજરાત ઝોનની માહિતી કચેરીઓના અધિકારીઓ, પત્રકારો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

16 નવેમ્બરના રોજ નૅશનલપ્રેસ ડેની ઉજવણી

વેબિનારના તજજ્ઞએ વિષયલક્ષી ચર્ચા ઉપરાંત પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પ્રેસ-મીડિયાના મહત્વને ધ્યાને લઈ પ્રતિ વર્ષ 16 નવેમ્બરના રોજ નૅશનલ
પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 16 નવેમ્બરના દિવસે નૂતન વર્ષના તહેવાર તથા કોવિડ-19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ પ્રાદેશીક માહિતી કચેરી વડોદરા અને ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ 21 ડિસેમ્બરના રોજ યોજાયેલ વેબિનારના માધ્યમથી મહીસાગર જિલ્લા માહિતી કચેરી જોડાઇને નૅશનલ પ્રેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વેબિનારના તજજ્ઞએ વિષયલક્ષી ચર્ચા ઉપરાંત પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.