ETV Bharat / state

લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના 3 સભ્યોને પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા બદલ ગેરલાયક ઠેરવાયા

author img

By

Published : May 28, 2021, 12:23 PM IST

લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના 3 સભ્યોને પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા બદલ ગેરલાયક ઠેરવાયા
લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના 3 સભ્યોને પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા બદલ ગેરલાયક ઠેરવાયા

મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ત્રણ સભ્યોને ગેરલાયક ઠેરવાયા છે. નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના ત્રણ સભ્યો પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ પક્ષાંતર ધારા હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારી દ્વારા નગરપાલિકાના સભ્યે પદેથી ગેરલાયક ઠેરવાયા છે. આ 4 સભ્યો વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ નગરપાલિકા એક સભ્ય દ્વારા કાર્યવાહી કરવા માટેની અરજી કરવામાં આવતા ગુરૂવારે તે અરજીનો નિર્ણય આવતા 4 સભ્યોને નગરપાલિકા સભ્ય પદે ગેરલાયક ઠેરવ્યા છે.

  • લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના 3 સભ્યોને ગેરલાયક ઠેરવાયા
  • ચારેય સભ્યો પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે કરી કાર્યવાહી
  • પ્રમુખને અગાઉથી ખબર પડી જતા પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું

લુણાવાડા: નગરપાલિકામાં પ્રમુખ સહિત ભાજપના ત્રણ સભ્યોને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ પક્ષાંતર ધારા હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારી દ્વારા નગરપાલિકાના સભ્યે પદેથી ગેરલાયક ઠેરવ્યા છે. આ ચારેય સભ્યો વિરૂદ્ધ પક્ષાંતર ધારા હેઠળ નગરપાલિકા એક સભ્ય દ્વારા કાર્યવાહી કરવા માટેની અરજી કરવામાં આવી હતી. આ અરજીનો નિર્ણય આવતા ચારેય સભ્યોને નગરપાલિકા સભ્યપદે ગેરલાયક ઠેરવ્યા છે.

પ્રમુખને અગાઉથી ખબર પડી જતા પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું
પ્રમુખને અગાઉથી ખબર પડી જતા પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું

આ પણ વાંચો- મોડાસા રૂરલ PSIએ ચોરીનો ગુનો નોંધવામાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા

નગરપાલિકાના સભ્યએ કાર્યવાહી કરવાની અરજી કરી હતી
લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ સહિત ભાજપના ત્રણ સભ્યોએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હતી, જેના કારણે પક્ષાંતર ધારા હેઠળ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારીએ નગરપાલિકાના સભ્યે પદેથી ગેરલાયક ઠેરવ્યા છે. લુણાવાડા નગરપાલિકા પ્રમુખ બ્રિન્દા શુક્લા જેણે લુણાવાડા નગરપાલિકામાં NCPમાંથી ચૂંટણી જીતી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખની ચૂંટણી વખતે પ્રમુખ પદની દાવેદારી કરી હતી, પરંતુ તેમનો મેન્ડેટ ન આવતા તેઓ કૉંગ્રેસના ટેકાથી પ્રમુખ બન્યા હતા અને તેમને ત્રણ ભાજપના સભ્યોએ ટેકો પણ આપ્યો હતો. આ ચારેય વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ નગરપાલિકા સભ્ય પ્રતિબેન સોની દ્વારા કાર્યવાહી કરવાની અરજી કરવામાં આવી હતી. આ અરજીનો નિર્ણય આવતા ચારેય સભ્યોને નગરપાલિકા સભ્ય પદે ગેરલાયક ઠેરવ્યા છે.

ચારેય સભ્યો પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

આ પણ વાંચો- કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ P.Iને કારાયા સસ્પેન્ડ

નિર્ણય પહેલા જ નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું

સૌથી મહત્વની વાત તો એ છે કે, નગરપાલિકાના પ્રમુખને આ વાતની અગાઉથી જ જાણ થઈ જતા મંગળવારે જ તેમણે નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.