ETV Bharat / state

સોનેલા ITIમાં લાઈસન્સ માટેની પરીક્ષા પાસ કરાવવા માટે લાંચ લેતા 4 કર્મીઓ ઝડપાયા

author img

By

Published : Jan 25, 2020, 5:14 PM IST

etv
સોનેલા ITIમાં લાઈસેન્સ પરીક્ષા પાસ માટે લાંચ લેતા 4 કર્મીઓ ઝડપાયા

લુણાવાડાના સોનેલા ITI ઇન્સ્ટ્રકટર, પટાવાળો તથા સિક્યુરિટીએ સાથે મળીને લર્નિંગ લાઈસન્સનો કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા માટે લાંચની રકમ લેતા 4 કર્મીઓને ACBએ ઝડપી પાડયા હતા.

મહીસાગરઃ ભારત સરકાર દ્વારા ITIમાં ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, ત્યારે મહીસાગર જિલ્લાના સોનેલા ખાતે આવેલા ITIમાં એક વ્યક્તિ ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા માટે ઓનલાઇન એપ્લિકેસન કરી ફી ભરી હતી. જેની કોમ્પ્યુટર ટેસ્ટ માટે 24 જાન્યુઆરીના રોજની એપોઇમેન્ટ મેળલી હતી. જે અંગે શુક્રવારના રોજ ITIમાં પહોંચી જયપ્રકાશ એસ.ખરાડી સિક્યોરિટીને વાત કરતાં તેને કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા માટે રૂપિયા 1500ની લાંચની માગણી કરી હતી.

લાંચ અંગેની જાણ ACBને કરતાં ACBના બી.જે. પંડયા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક વડોદરાના માર્ગદર્શનથી એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં 3 કર્મચારી આબાદ ઝડપાઈ ગયા હતા. તથા લાઈસન્સ ધારકનું પાસ કરવાની જવાબદારી દીપકભાઈ વાઘડિયાએ લીધી હતી. આમ ચાર કર્મચારીઓએ એકબીજાના સહયોગથી લાંચની રકમની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ.આ વાતની જાણ સંસ્થાને જાણ થતા ચકચાર મચી ગઇ હતી.

Intro: લુણાવાડા
લુણાવાડાના સોનેલા ITI ઇન્સ્ટ્રકટર પટાવાળો તથા સિક્યુરિટી એ સાથે મળીને લર્નિંગ લાઈસન્સનો કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા લાંચની રકમ સ્વીકારતા ACB એ ગોઠવેલ છટકામાં આબાદ ઝડપાઇ જતાં ચકચાર મચી જવા પામ્યો છે.
Body: ભારત સરકાર દ્વારા ITI માં ડ્રાઇવિંગ લાઈસેન્સ કઢાવવા માટે ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લાના સોનેલા ખાતે આવેલ ITI માં એક વ્યક્તિ ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા માટે ઓન લાઇન એપ્લિકેસન કરી ફી ભરી હતી જેની કોમ્પ્યુટર ટેસ્ટ માટે 24 જાન્યુઆરીના રોજની એપોઇંટમેંટ મેળવેલ હતી. જે અંગે શુક્રવારના રોજ ITI માં પહોંચી જયપ્રકાશ એસ. ખરાડી સિક્યોરિટીને વાત કરતાં તેને કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરવા માટે રૂપિયા 1500/-ની લાંચની માગણી કરી હતી.લાંચ અંગેની જાણ ACB ને કરતાં ACBના બી.જે. પંડયા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક વડોદરાના માર્ગદર્શનથી એક છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં સિક્યોરિટીએ કહ્યા મુજબના નાણાં સ્વીકારવા માટે ITI ના અસારી અરવિંદભાઈ, બાબુભાઈ માલિવાડ (પટાવાળો) તથા જયપ્રકાશ ખરાડી સિક્યોરિટી સંસ્થાના વોસરૂમમાં આવ્યા હતા. Conclusion:જ્યાં ACB દ્વારા ગોઠવવામાં આવેલ છટકામાં પો.સ.ઈ. એચ.બી.ગામેતી તથા સ્ટાફની સામે રોકડા રૂપિયા સાથે 3 કર્મચારી આબાદ ઝડપાઈ ગયા હતા. તથા લાઈસન્સ ધારકનું પાસ કરવાની જવાબદારી દીપકભાઈ વાઘડિયા એ લીધી હતી. આમ ચાર કર્મચારીઓએ એકબીજાના સહયોગથી લાંચની રકમની માંગણી કરવામાં આવી હોવાનું જણાઈ આવતા ચાર કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ વાતની જાણ સંસ્થામાં પ્રસરી જતાં ચકચાર મચી જવા પામી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.