ETV Bharat / state

ખાનપુરમાં વેપારીઓમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે એન્ટીનજન રેપીડ ટેસ્ટ કરાયા

author img

By

Published : Aug 5, 2020, 7:32 PM IST

ખાનપુરમાં વેપારીઓમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે એન્ટીનજન રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા
ખાનપુરમાં વેપારીઓમાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે એન્ટીનજન રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા

લુણાવાડા કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાનપુર ખાતે આરોગ્યની ટીમ દ્વારા 20 વેપારીઓના એન્ટીજન રેપીડ ટેસ્ટમ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગિટિવ આવતાં વેપારીઓને ગ્રીન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા.

મહીસાગરઃ લુણાવાડા કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.

આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા. જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી મહીસાગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા ઘનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જેના ભાગરૂપે ખાનપુર તાલુકાના ખાનપુર ખાતે લાયઝન અધિકારીના માર્ગદર્શન હેઠળ ખાનપુર ખાતે આરોગ્યની ટીમ દ્વારા 20 વેપારીઓના એન્ટીજન રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગિટિવ આવતાં વેપારીઓને ગ્રીન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત આ ટીમ દ્વારા દરેક દુકાનદારો અને શાકભાજીનો વ્યવસાય કરતાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ, માસ્કની ઉપયોગીતા અને સેનિટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર આવતા ગ્રાહકોને
માલ ન આપવો તેમજ દુકાનમાં-લારી પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે જોવા અને નાગરિકોને પણ માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને વારંવાર સાબુથી કે, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી હાથ ધોવા અંગે સમજ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.