ETV Bharat / state

મહીસાગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી

author img

By

Published : Jun 11, 2021, 1:37 PM IST

મહીસાગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ સાથે ઓનલાઈન થઈ છેતરપિંડી
મહીસાગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ સાથે ઓનલાઈન થઈ છેતરપિંડી

દેશમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા અવાર-નવાર જોવા મળતા હોય છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પણ ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છે.

  • ડીસ્ટ્રીક્ટ કોર્ટના જજે રામમંદિર માટે રૂપિયા 21,000 દાનની રકમ મોકલાવતા છેતરપિંડી
  • આપેલી દાનની રકમની કોઈ પહોંચ ન આવતા ઓનલાઇન ફ્રોડ થયાનું માલુમ પડ્યું
  • ઓનલાઈન ફ્રોડ કરનારા અજાણ્યા શખ્સ સામે લુણાવાડા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો

મહીસાગરઃ લુણાવાડા તાલુકાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઓન લાઈન ફ્રોડના ભોગ બન્યા છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હેમંત કુમાર અરવિંદભાઈ દવે તેમણી ઈચ્છા પ્રમાણે તેઓએ અયોધ્યામાં નિર્માણ થઇ રહેલ ભગવાન શ્રી રામજીના મંદિરના બાંધકામ માટે દાન આપવા ઈચ્છા જતાવી હતી. જેથી તેમણે વેબસાઈટ પર સર્ચ કરીને http://shrirammanndirtrust.com પર દાન સ્વીકારવામાં આવતું હોવાથી વેબસાઇટ ખોલતા તેમાં દાનને વિવિધ રીતે ઓનલાઇન મોકલવા માહિતી લખેલી હતી.

આ પણ વાંચોઃ લોકડાઉનમાં રૂપિયા 5000ના બોનસની લાલચ આપી પોરબંદરના યુવાન સાથે છેતરપીંડી, પોલીસે રકમ પરત અપાવી

સેવીંગ એકાઉન્ટમાંથી રૂપિયા 21,000 ટ્રાન્સફર કર્યા

હેમંતકુમાર દવે તેમની ઇચ્છા પ્રમાણેની દાનની રકમ ફોન પે દ્વારા ક્યુઆર કોડ કરીને SBI કે.કે.નગર બ્રાંચ અમદાવાદના સેવીંગ એકાઉન્ટમાંથી રૂપિયા 21,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે payment of rs. 21,000 to BITTUKUMAR SUCCESSFUL લખેલું આવ્યું હતું.

જજ હેમંત કુમારે પાવતી મેળવવા મેઈલ કર્યો હતો

જો કે, તે પછી આપેલી દાનની રકમની કોઈ પહોંચ ન આવતા તેમણે પાવતી મેળવવા મેઈલ કર્યો હતો. જેના જવાબમાં ok I will check લખેલું આવ્યું હતું. તે પછી તે જ મેઈલ એડ્રેસ પરથી રકમ મળી ગયાનો મેઈલ આવ્યો હતો. ત્યારબાદ જજ હેમંત કુમારે ફરીથી એ જ મેઈલ એડ્રેસ પર દાનની રકમની પહોંચ માંગતા સામેથી અમુક માહિતી માગી હતી. જે હેમંત કુમારે મોકલી હતી.

આ પણ વાંચોઃ STFએ એક કા ડબલ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડી પકડાઈ

પોલીસે આગળની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી

કોઈ પાવતી ન આવતા અને મેઈલનો કોઈ પણ જવાબ ન આવતા વેબસાઈટ પર આપેલા નંબર પર હેમંતકુમારે ફોન કરતા જવાબ મળ્યો કે આવી કોઈ રકમ મળી નથી. તમે કોઈ ફેક વેબસાઈટ પરથી દાનની રકમ મોકલાવી છે અને તમારી સાથે ઓનલાઇન ફ્રોડ થયો છે તેમ જણાવ્યું હતું. જેથી આ બાબતે હેમંતકુમાર દવેના પત્નિ હેતલબેન અને હેમંતકુમાર દવેએ ઓનલાઈન ફ્રોડ કરનારા અજાણ્યા શખ્સ સામે લુણાવાડા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.