ETV Bharat / state

મહીસાગરમાં વરસાદ થતાં ખેડૂતો બિયારણ-ખાતરની ખરીદી માટે ઉમટ્યા

author img

By

Published : Jun 25, 2019, 11:13 PM IST

મહીસાગર: સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે મહીસાગર પંથકમાં ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશીની લાગણી વ્યાપી હતી. જિલ્લાના શહેરો લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, કડાણા, વિરપુરના બજારોમાં ખેડૂતોએ ખેતી માટે દવા, બિયારણ, ખાતર અને અન્ય ખેત સામગ્રી માટેની ખરીદીનો આરંભ કરી દેવાયો છે. બજારોમાં ખાતર ડેપો અને સીડ્સની દુકાનો પર ખેડૂતોની કતારો જામી છે.

મહીસાગરમાં વરસાદ થતાં ખેડૂતો બિયારણ-ખાતરની ખરીદી માટે ઉમટ્યા

મહીસાગરમાં ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો સહિત આમ પ્રજામાં ખુશી, બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વિરપુર અને ખાનપુરમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે. ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં સારો વરસાદ પડવાની સાથે મકાઇ, કપાસ, બાજરી ઓરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને જે માટે શહેરોના બજારમાં દવા, બિયારણ અને ખાતરની ખરીદી માટે ખેડૂતોએ કતારો શરૂઆત થઇ છે. હાલ વાવણી લાયક વરસાદ થતા વહેલી સવારથી એગ્રો સેન્ટરો ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે.

મહિસાગરમાં વરસાદ થતાં ખેડૂતો બિયારણ-ખાતરની ખરીદી માટે ઉમટ્યા

હાલમાં સમગ્ર જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડ્યો હોવાથી વહેલી સવારથી ખેડૂતો બજારોમાં વાવણીના સામાનની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. બજારોમાં ખેડૂતો દ્વારા વાવણીના સામનની ખરીદી માટે કતારો જામતા વેપારીઓમાં પણ ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની સાથે ખરીદી માટે એગ્રો સેન્ટરો પર ભારે ભીડ જામવાની સંભાવના છે.

Intro: R_GJ_MSR_02_25-JUN-19_KHATAR-BIYARAN KHARIDI_SCRIPT_VIDEO_BYT-1,2_RAKESH
મહીસાગરમાં વરસાદ શરૂ થતાં ખેડૂતો બિયારણ-ખાતરની ખરીદી માટે ઉમટ્યા

સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે મહીસાગર પંથકમાં ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો સહિત આમ
પ્રજામાં ખુશીની લાગણી વ્યાપી હતી.ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા. જિલ્લાના શહેરો લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર,
કડાણા, વિરપુરના બજારોમાં ખેડુતોએ ખેતી માટે દવા, બિયારણ, ખાતર અને અન્ય ખેત સામગ્રી માટેની ખરીદીનો આરંભ કરી
દેવાયો છે અને બજારોમાં ખાતર ડેપો અને સીડ્સની દુકાનો પર ખેડુતોની કતારો જામી છે.
મહિસાગર પંથકમાં ખેતી લાયક વરસાદ થતા ખેડુતો સહિત આમ પ્રજામાં ખુશી, બાલાસિનોર,સંતરામપુર,
કડાણા,વિરપુર અને ખાનપુરમાં વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતું. વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે.
અને ખેડુતો દ્વારા પોતાના સાફ સફાઈ કરેલા ખેતરોમાં સારો વરસાદ પડવાની સાથે મકાઇ,કપાસ, બાજરી ઓરવાની શરુઆત
કરી દેવામાં આવી છે. અને જે માટે શહેરોના બજારમાં દવા, બિયારણ અને ખાતરની ખરીદી માટે ખેડુતોએ કતારો જમાવવાની
શરુઆત થઇ જવા પામી છે. હાલ વાવણી લાયક વરસાદ થતા વહેલી સવારથી એગ્રો સેન્ટરો ખાતે ખેડુતોની ભારે ભીડ જોવા
મળી રહી છે. હાલમાં સમગ્ર જીલ્લામાં વાવણી લાયક વરસાદ પડ્યો હોવાથી વહેલી સવારથી ખેડુતો બજારોમાં વાવણીના
સામાનની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. બજારોમાં ખેડુતો દ્વારા વાવણીના સામનની ખરીદી માટે કતતારો જામતા વેપારીઓમાં
પણ ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી. અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની સાથે ખરીદી માટે એગ્રો સેન્ટરો
પર ભારે ભીડ જામવાની વકી છે.
બાઇટ-૧ ભલાભાઇ ભરવાડ ખેડૂત (ગામ-ભોગીયાકિનારી) જી.મહીસાગર
બાઇટ-૨ લક્ષ્મણભાઈ ખેડૂત (ગામ- વડદલા) જી.મહીસાગર Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.