ETV Bharat / state

મહીસાગર જિલ્લા કલેક્ટરે સાયકલીંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી ફિટ ઈન્ડિયા ફ્રિડમ રનનો સંદેશ આપ્યો

author img

By

Published : Sep 10, 2020, 10:08 PM IST

District Collector
મહીસાગર જિલ્લા કલેક્ટરે સાયકલીંગ કરતો વીડિયો સોશિયલ મિડીયામાં અપલોડ કર્યો

દેશના નાગરિકોના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઈન્‍ડિયા મુવમેન્ટનું આહ્વાન કર્યું છે. ‘હમ ફિટ તો ભારત ફિટ’ના સૂત્રને ચરિતાર્થ કરવા રાજ્યના જિલ્લા, તાલુકા, શહેર અને ગામના પ્રત્યેક નાગરિક ફિટનેસ અને એક્ટિવ લિવિંગને જીવનનો એક ભાગ બનાવે તે આ કોરોના મહામારીના સમયમાં અત્યંત જરૂરી છે. ત્યારે ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત એક ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામા આવ્યું છે.

મહીસાગરઃ દેશના નાગરિકોના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઇન્‍ડિયા મુવમેન્ટનું આહ્વાન કર્યું છે. ત્યારે ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ફીટ ઈન્ડીયા ફ્રીડમ રનનું આયોજન કરવામા આવ્યું છે. જેને સામાજિક અંતરની સાથે પોતાને ફિટ રાખવાની આવશ્યક્તાને ધ્યાનમાં રાખીને કરવામા આવ્યું છે.

લોકો પોતાની હેલ્થ પ્રત્યે વધુ સજાગ બને અને જાગૃત થાય તેવો પ્રેરક સંદેશ મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી.બારડે પુરો પાડ્યો છે. કલેક્ટરે સાયકલીંગ કરીને સોશિયલ મિડીયાના માધ્યમથી વીડિયો ટ્વિટ કરીને ફિટ ઈન્ડિયા ફ્રિડમ રનનો સંદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, લોકોમાં વધુમાં વધુ ફીટનેશ પ્રત્યે જાગૃતતા વધે અને ફીટનેશનો મંત્ર જનજન સુધી પહોંચે તે માટે આગામી તારીખ 2 ઓક્ટોબર 2020 સુધીમાં આપનો પોતાનો અને પોતાના પરીવારનો જોગીંગ, રનીંગ કે વોકિંગ કરતો એક મિનિટનો વીડિયો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વેબસાઇટ http://sgsu.gujarat.gov.in/ પર અપલોડ કરવાનો રહેશે અને સુસંગત માહિતી ભારત સરકારના પોર્ટલ http://www.fitindia.gov.in/ પર અપલોડ કરવાની રહેશે.

આ અભિયાનના માધ્યમથી લોકોને ફિટનેશ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રનીંગ કે વોકિંગ કરતો એક મિનિટનો વીડિયો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કરવાનો રહેશે અને સુસંગત માહિતી ભારત સરકારના પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. આ અભિયાનના માધ્યમથી લોકોને ફિટનેશ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.