ETV Bharat / state

Mahisagar News: મહીસાગરમાં દુષ્કર્મના આરોપી વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા મંડળને લખાયો પત્ર

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 8:56 AM IST

Mahisagar News: મહીસાગરમાં દુષ્કર્મના આરોપી વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા મંડળને પત્ર લખાયો
Mahisagar News: મહીસાગરમાં દુષ્કર્મના આરોપી વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા મંડળને પત્ર લખાયો

મહીસાગર જિલ્લાની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી જાનવડ હાઇસ્કૂલના આચાર્ય રાજેશ પટેલના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને સંતરામપુરમાં ધકેલાયો હતો. ત્યારે આરોપી વિરુદ્ધ કાર્યવાહી માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શ્રીજી કેળવણી મંડળને એક લેખિત પત્ર દ્વારા જાણ કરાઈ છે.

મહીસાગરમાં દુષ્કર્મના આરોપી વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા મંડળને પત્ર લખાયો

મહીસાગર: આચાર્ય દ્વારા પૂર્વ વિદ્યાર્થિની પર દુષ્કર્મ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલક મંડળને આચાર્ય વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી અવનીબા મોરી દ્વારા નરાધમ જે હાઇસ્કુલના આચાર્ય હતો તે જાનવડ હાઇસ્કુલની મુલાકાત લેવામાં આવી હતી અને શાળા મંડળ સાથે બેઠક કરી જરૂરી સૂચનો કર્યા હતા.

નિયમ અનુસાર કાર્યવાહી: તેમજ મંડળને બે દિવસમાં કાર્યવાહી કરી લેખિતમાં જાણ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચન કર્યું હતું. મહીસાગર જિલ્લાની સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના આરોપી વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા મંડળને પત્ર લખ્યો છે. શ્રીજી કેળવણી મંડળ જાનવડને આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર લખ્યો છે. મહીસાગર જિલ્લાની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાના આરોપી જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને સંતરામપુર જેલમાં ધકેલાયો હતો. આચાર્યના ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સંતરામપુર જેલમાં ધકેલાયો છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શ્રીજી કેળવણી મંડળને એક લેખિત પત્ર દ્વારા જાણ પણ કરાઈ છે. અને નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યુ છે.

કડકમાં કડક સજા: જેમાં જણાવ્યા મુજબ આ બાબત શિક્ષણ જગત માટે ખૂબ જ ગંભીર હોઈ નિયમ અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિનિયમ 1972 અને વિનિમય-1974 તેમજ સર્વિસ રુલ્સના આધારે નિયમ અનુસાર કાર્યવાહી શરૂ કરી અને કાર્યવાહી શરૂ કર્યાનો રિપોર્ટ મોકલી આપવા માટે જાણ કરી છે. બીજી તરફ પીડિતાને ન્યાય આપવા આવા નરાધમને તેમજ તેના મદદગારને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ ઉઠી છે.

  1. Mahisagar Rape Case : મહીસાગરમાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર નરાધમ આચાર્ય ઝડપાયો
  2. Mahisagar District Panchayat Election : મહીસાગર જિલ્લામાં ભગવો લહેરાયો, જુઓ 6 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.