ETV Bharat / state

લુણાવાડાની કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં પાણી ભરાયા

author img

By

Published : Dec 28, 2022, 9:05 PM IST

કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો
કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો

લુણાવાડાના પાવાપુર પાસે કડાણા ડેમમાંથી(Kadana Dam) નીકળતી કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો (Kadana dabakantha subminor canal overflow)થતા માળિયા, કરવા ગામના ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાતા અંદાજે 5થી 7 હેકેટરમાં ખેતીને નુકસાન થવાની ભીતિ છે.

કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો

મહીસાગર: ખેડૂત કહેવાય તો છે જગતનો તાત પણ જ્યારે સિઝન હોય ત્યારે જ તાતની કિસ્મત નથી હોતી. મહીસાગરના ખેડૂતની સ્થિતિ પડતા પર પાટુ જેવી છે. પહેલા ખાતર માટે અઢળક ધક્કા ખાઈને પગમાં છાલા પાડ્યા હતા. ખાતર મળ્યા પછી ખેતરમાં ખેડ કરી અને હવે નહેરના પાણી ખેતરમાં ભરાઈ જતા ખેડૂત મહામૂલી મહેનત બચાવવા માટે રઘવાયો થયો છે. લુણાવાડામાં ખેડૂતોએ ઉગાડેલા રવિપાક માટે માંડ-માંડ ખાતર મળ્યું અને ખાતર મળ્યા પછી પાકમાં ખાતર નાંખ્યુ હતું. જેમ બાળકની માવજત કરી મોટુ કરવામાં આવે ખેડૂત પાકની માવજત કરી રહ્યો હતો. પાકને બચાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યો હતો. એવામાં કડાણા ડેમમાંથી નીકળતી ડાબાકાંઠાની નહેરના પાણી ખેડૂતોના ખેતરમાં ભરાયા હતા.ખેતરમાં પાણી ભરાઈ જવાને કારણે ઉભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: સાંતલપુર પંથકમાં નર્મદાની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં પાકોને નુકશાન

કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો: લુણાવાડાના પાવાપુર પાસે કડાણા ડેમમાંથી (Kadana Dam) નીકળતી કડાણા ડાબાકાંઠા સબમાઈનોર કેનાલ ઓવરફ્લો (Kadana dabakantha subminor canal overflow) થતા માળિયા, કરવા ગામના ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ ગયા હતા. અવાર-નવાર ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે ખેતરમાં વાવેલા ઘઉં અને ચણા સહિતના ઉભા પાકને પાણી ભરાઈ જવાથી નુકસાન પહોંચ્યું છે. આ પંથકમાં આવેલા મોટભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા અંદાજે 5થી 7 હેકેટરમાં ખેતીને નુકસાન થવાની ભીતિ છે.

આ પણ વાંચો: પાટણના જોરાવરપુરા ગામમાં કેનાલ ઓવરફલો થતા પાકને નુકસાન

પાણીના નિકાલની વ્યવસ્થા ના હોવાથી: રમેશભાઈ પટેલના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને તેમણે કહ્યું હતું કે, કડાણા સબ કેનાલની જે કેનાલ આવે છે તે પાણીના નિકાલની વ્યવસ્થા ના હોવાથી, વારંવાર ઓફિસોમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ભ્રષ્ટ કર્મચારીઓ આ કામ કરતાં નથી. અને પાણીની કેનાલ 12 થી 13 લાખની માળીયા સુધી લંબાયેલી છે. પણ એ લોકોએ પૂરી દીધેલ હોવાથી પાણીનો નિકાલ થતો નથી, અને આ ખેડૂતોને વારંવાર આ પાણીથી રોગ ભોગવવો પડે છે, વર્ષે 25 થી 30 લાખનું સદંતર નુકસાન આયા કરે છે. આ બાબતે રજૂઆત કરવા છતાં અમારી વાતને ધ્યાન લેતા નથી. અંદાજે 10 થી 15 એકરમાં નુકસાન છે. પાકમાં ચણા, ઘઉં, રાઈડો, એ બધા, અને તમે જોઈ શકોછો, કે અત્યારે આ મારા પાકમાં નુકસાન છે કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.