ETV Bharat / state

મહીસાગરમાં વરસાદ ખેંચાતા ચોમાસુ પાકોને નુકસાન થવાની ભિતી

author img

By

Published : Jul 10, 2020, 4:08 PM IST

જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોમાં ખેતરમાં વાવેલા પાક માટેની ચિંતા વ્યાપી છે. છેલ્લા દશ દિવસથી જિલ્લામાં વરસાદની આગાહી પ્રમાણે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સમયસર ખેતીલાયક વરસાદ ન આવતા ખેડૂતોએ વાવેલો બાજરી અને કપાસનો પાક નિષ્ફળ થવાની ખેડૂતોમાં ચિંતા જન્મી છે.

ચોમાસુ પાકોને નુકસાન થવાની ભિંતી
ચોમાસુ પાકોને નુકસાન થવાની ભિંતી

  • વરસાદની ખેંચ થતા ખેડૂતોમાં ચિંતા
  • વાવેલા પાકને પગલે ખેડૂતમાં ચિંતા પ્રસરી
  • સરકાર દ્વારા સિંચાઇનું પાણી મળી રહે તેવી માગ
    મહીસાગરમાં વરસાદ ખેંચાતા ચોમાસુ પાકોને નુકસાન થવાની ભિતી

મહિસાગર : જિલ્લામાં થોડા દિવસ અગાઉ વાવણી લાયક વરસાદ થયો હતો. જેથી ખેડૂતોએ વાવણી લાયક વરસાદ થતા કપાસ, મકાઈ, બાજરી, દિવેલા તેમજ અન્ય કઠોળ પાકો માટે વાવેતર કર્યું હતું. જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં વાવેતર બાદ વરસાદ ખેંચાતા કપાસ અને બાજરીનો પાક નિષ્ફળ થવાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા જન્મી છે.

ચોમાસુ પાકોને નુકસાન થવાની ભિંતી
ચોમાસુ પાકોને નુકસાન થવાની ભિંતી

વરસાદ પડવાની આશાએ ખેડૂતોએ ફરીથી પોતાના ખેતરોમાં વાવણી કરવાની ફરજ પડી છે. ખેડૂતોના જણાવ્યાં અનુસાર વરસાદ ખેંચાતા 60થી 80 ટકા અમારી ખેતી નિષ્ફળ ગઈ છે. તો કેટલાક ગરીબ ખેડૂતો બચેલી ખેતીમાંથી જે મળે તે આશા સાથે ખેતરોમાં નિંદણ કરવાનું કામ લીધું છે. તો કેટલાક ખેડૂતોએ નવેસરથી વાવણી શરુ કરી દીધી છે.

જિલ્લામાં વરસાદ આધારીત ખેતી થતી હોવાથી સમયસર ખેતીલાયક વરસાદ ન આવતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અને ખેડૂતો જણાવી રહ્યા છે કે, સરકાર દ્વારા સિંચાઈનું પાણી અમને મળે તો અમને ફાયદો થાય, જેથી અમે વારંવાર ખેતી પાછળ બિયારણ ખાતર તેમજ અન્ય કરેલ ખર્ચ વ્યર્થ ન જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.