ETV Bharat / state

મહીસાગર: લુણાવાડા અને કડાણામાં બીજા તબક્કાનું કોરોના રસીકરણનો પ્રારંભ

author img

By

Published : Jan 22, 2021, 10:20 PM IST

બીજા તબક્કાનું કોરોના રસીકરણનો પ્રારંભ
બીજા તબક્કાનું કોરોના રસીકરણનો પ્રારંભ

કોરોના વાઈરસના સંક્રમણનો અંત લાવવા સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના રસીકરણનું મહા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં બીજા તબક્કાનું કોરોના રસીકરણનો પ્રારંભ મંગળવારથી થઈ ચૂક્યો છે. જેના ભાગરૂપે ગુરૂવારે જિલ્લાના લુણાવાડા અને કડાણા તાલુકામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું કોરોના સામે રક્ષણ આપતી રસીનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

  • લુણાવાડા અને કડાણામાં બીજા તબક્કાનું કોરોના રસીકરણનો પ્રારંભ
  • લુણાવાડામાં 100 અને કડાણા ખાતે 100 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસીકરણ
  • રસી લેનાર ડોકટરોએ અન્યોને રસી લેવા કર્યો અનુરોધ

મહીસાગરઃ જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી રસીનું પ્રથમ તબક્કાનું રસીકરણ પૂર્ણ થયા બાદ હવે જિલ્લામાં બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન મંગળવારથી શરૂ થયું ગયું છે.

બીજા તબક્કાનું કોરોના રસીકરણનો પ્રારંભ
બીજા તબક્કાનું કોરોના રસીકરણનો પ્રારંભ

કોરોના વોરિયર્સનું રસીકરણ કરાયું

જે અંતર્ગત જિલ્લામાં ગુરૂવારે કડાણા આરોગ્ય કેન્દ્ર ખાતે 100 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને કોરોના સામે રક્ષણ આપતી કોરોના વેકસીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 100 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસીકરણ કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં ગુરુવારે કુલ 200 કોરોના વોરિયર્સનું કોરોના સામે રક્ષણ આપતી રસીનું રસીકરણ કરાયું છે.

લુણાવાડા અને કડાણામાં બીજા તબક્કાનું કોરોના રસીકરણનો પ્રારંભ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.