ETV Bharat / state

મહીસાગરમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ

author img

By

Published : Jan 17, 2021, 12:21 PM IST

સમગ્ર વિશ્વ અને દેશમાં કહેર મચાવનાર કોરોના વાઇરસથી રક્ષણ મેળવવા માટે કોરોના રસીકરણનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ લુણાવાડા ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો.

મહીસાગરમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ
મહીસાગરમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ

  • મહીસાગરમાં કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીકરણનો પ્રારંભૉ
  • લુણાવાડામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ રસીકરણ
  • લુણાવાડાના અગ્રણી ડૉ. દિલીપ અગ્રવાલને પ્રથમ રસીકરણ
  • લુણાવાડા ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કોરોના રસીકરણનો પ્રારંભ

મહીસાગર : કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીકરણનો દેશ અને ગુજરાતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ કોરોના સામે રક્ષણ આપતી કોરોના રસીકરણનો પ્રારંભ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશ સેવક જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહ તેમજ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અને અગ્રણી ડૉક્ટર્સની હાજરીમાં પ્રારંભ થયો હતો.

મહીસાગરમાં કોરોના રસીકરણનો પ્રારંભ
મહીસાગરમાં કોરોના રસીકરણનો પ્રારંભ

દિલીપ અગ્રવાલે રસી મુકાવા જનતાને કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉદબોધન બાદ લુણાવાડાના અગ્રણી ડોક્ટર અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ ડૉ. દિલીપ અગ્રવાલને પ્રથમ રસીકરણ કરવામાં આવ્યું હતું. રસીકરણ બાદ ડૉ.દિલીપ અગ્રવાલે તમામ જનતાને અનુરોધ કર્યો કે, રસી મૂકવવામાં ગભરાવાની જરૂર નથી. તમામ જનતા અવશ્ય રસી મુકાવે.

મહીસાગરમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસીકરણનો પ્રારંભ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.