ETV Bharat / state

મહીસાગર જિલ્લાના દિવ્યાંગ માટે સમાજ સુરક્ષા યોજના બની આશીર્વાદરૂપ

author img

By

Published : Nov 9, 2019, 12:29 PM IST

મહિસાગર જિલ્લાના દિવ્યાંગ માટે સમાજ સુરક્ષા યોજના બની આશીર્વાદરૂપ

મહિસાગરઃ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાકાકોટ ગામના ફતાભાઈ સરદારભાઈ ખાટા એક પગે 50 ટકા દિવ્યાંગ હોવા છતાં પોતે છકડો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. આજે અન્ય દિવ્યાંગો માટે પ્રેરણારૂપ સાબિત થયાં છે.

દિવ્યાંગોના ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ગુજરાત અને રાજસ્થાન સીમા પાસે રહેતો છેવાડાનો દિવ્યાંગ વ્યક્તિ સરકારની આ યોજનાનો લાભ લઈ શકે, દિવ્યાંગોને પણ સમાજમાં માન મોભો જળવાઈ રહે અને સન્માન પૂર્વક જીવન વ્યતિત કરી શકે તે માટે સંવેદનશીલ રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મહિસાગર જિલ્લામાં પણ દિવ્યાંગો રાજ્ય સરકારની સહાયનો લાભ લઇ આજે પગભર થઈ રોજગારી મેળવી રહયા છે.

મહીસાગર જિલ્લાના દિવ્યાંગ માટે સમાજ સુરક્ષા યોજના બની આશીર્વાદરૂપ

કડાણા તાલુકાના રાકાકોટ ગામના ફતાભાઈ ખાટાનો પરિવાર ગરીબ અને પરિસ્થિતિ આર્થિક રીતે નબળી હતી, ખેતી કરીને ગુજરાન ચલાવતા પરંતુ 50 ટકા દિવ્યાંગ હોવાથી ખેતી કરવામાં મુશ્કેલી પડતી હતી અને લગ્ન થયા બાદ પોતાનું જીવન નિર્વાહ કરવામાં પણ તકલીફ પડતી હતી. આવી કપરી પરિસ્થિતિમાં તેમણે સમાજ વિભાગની યોજનામાં આશાનું કિરણ દેખાયું અને તેમને મહિસાગર સમાજ સુરક્ષા કચેરીમાં અરજી કરી, તેમની રૂપિયા 50,000 ની સહાય મંજૂર થઈ અને આ સહાયની રકમ દ્વારા ફતાભાઈએ ડાઉન પેમેન્ટ ભરીને નવો છકડો રિક્ષા ખરીદ્યો અને નવા રોજગારની શરૂઆત કરી.હાલમાં તેઓ સ્વ રોજગારીથી આશરે માસિક રૂપિયા 7,000/-ની આવક મેળવી કુટુંબનું ભરણપોષણ પણ સારી રીતે કરે છે. તેમના પરિવારનું સુખ શાંતિથી જીવન વ્યતિત થઈ રહ્યું છે. આદિવાસી દિવ્યાંગને રાજ્ય સરકાર દ્વારા સહાય મળવા બદલ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

Intro:ok by assmnt

મહિસાગર:-
દિવ્યાંગોના ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ગુજરાત અને રાજસ્થાન સીમા પાસે રહેતો છેવાડાનો દિવ્યાંગ વ્યક્તિ સરકારની આ યોજનાનો લાભ લઈ શકે, દિવ્યાંગોને પણ સમાજમાં માન મોભો જળવાઈ રહે અને સન્માન પૂર્વક જીવન વ્યતિત કરી શકે તે માટે સંવેદનશીલ રાજ્ય સરકાર કટિબદ્ધ છે ત્યારે મહિસાગર જિલ્લામાં પણ દિવ્યાંગો રાજ્ય સરકારની સહાયનો લાભ લઇ આજે પગભર થઈ રોજગારી મેળવી રહયા છે. એમાંના ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાકાકોટ ગામના ફતાભાઈ સરદારભાઈ ખાટા એક પગે 50 ટકા દિવ્યાંગ હોવા છતાં પોતે છકડો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. આજે અન્ય દિવ્યાંગો માટે પ્રેરણારૂપ સાબિત થયાં છે.


Body: કડાણા તાલુકાના રાકાકોટ ગામના ફતાભાઈ ખાટાનો પરિવાર ગરીબ અને પરિસ્થિતિ આર્થિક રીતે નબળી હતી, ખેતી કરીને
ગુજરાન ચલાવતા પરંતુ 50 ટકા દિવ્યાંગ હોવાથી ખેતી કરવામાં મુશ્કેલી પડતી હતી અને લગ્ન થયા બાદ પોતાનું જીવન નિર્વાહ કરવામાં પણ તકલીફ પડતી હતી. આવી કપરી પરિસ્થિતિમાં તેમણે સમાજ વિભાગની યોજનામાં આશાનું કિરણ દેખાયું અને તેમને મહિસાગર સમાજ સુરક્ષા કચેરીમાં અરજી કરી, તેમની રૂપિયા 50,000 ની સહાય મંજૂર થઈ અને આ સહાયની રકમ
દ્વારા ફતાભાઈએ ડાઉન પેમેન્ટ ભરીને નવો છકડો રિક્ષા ખરીદ્યો અને નવા રોજગારની શરૂઆત કરી.


Conclusion: હાલમાં તેઓ સ્વ રોજગારીથી આશરે માસિક રૂપિયા 7,000/-ની આવક મેળવી કુટુંબનું ભરણપોષણ પણ સારી રીતે કરે છે. તેમના પરિવારનું સુખ શાંતિથી જીવન વ્યતિત થઈ રહ્યું છે. આદિવાસી દિવ્યાંગને રાજ્ય સરકાર દ્વારા સહાય મળવા બદલ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

બાઈટ:-1 ફતાભાઈ સરદારભાઈ ખાટા (લાભાર્થી) રાકાકોટ,
જી. મહિસાગર
બાઈટ:-2 રમેશભાઈ ખાટા (પેસેન્જર) રાકાકોટ, જી. મહિસાગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.